રાજપીપળામાં Rashtriya Ekta Diwasના કાર્યક્રમના વિરોધમાં આદિવાસીઓએ અનેક ગામોમાં કાળા વાવટા ફરકાવ્યા

રાજપીપળામાં Rashtriya Ekta Diwasના કાર્યક્રમના વિરોધમાં આદિવાસીઓએ અનેક ગામોમાં કાળા વાવટા ફરકાવ્યા

૩૧ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિવસે છેલ્લાં ૬ વર્ષથી વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ સરદાર જયંતિ નિમિત્તે દેશમાં ઠેર ઠેર રાષ્ટ્રીય એકતા દિવસ(Rashtriya Ekta Diwas)ની ઉજવણી કરવામાં આવી હતી. એક તરફ એકતાનગર(Ekta Nagar) ખાતે આ રાષ્ટ્રીય કાર્યક્ર્મને આખરી ઓપ અપાઈ રહ્યો હતો તો બીજી બાજુ આસપાસના ગામોના લોકોએ આ કાર્યક્રમનો વિરોધ નોંધાવી કાળી ઝંડીઓ લગાવી વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે રાતોરાત એ કાળી ઝંડીઓ ઉતારી લીધી હતી.

આ પણ વાંચોઃ  આદિવાસી સમાજનું ગૌરવઃ National Gamesમાં ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિતે 5 હજાર મીટર દોડમાં Silver મેડલ મેળવ્યો

એકતાનગર નજીકના ગાડકોઈ(Gadkoi) અને આમદલા(Aamdala) ગામના લોકોએ સરકાર પાસે પોતાની જમીનની સામે જમીન અને પેકેજની માંગણી કરી રહ્યા છે. એ મુદ્દે સ્થાનિક આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેથી કેવડિયા નજીકના ગામો ગાડકોઇ, આમદલા ગામોમાં લોકોના ઘરોમાં, ગામના બોર્ડ પર, સ્કૂલના બોર્ડ પર કાળી ઝંડીઓ લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. 

જોકે આ બાબતની જાણ થતાં કેવડીયા પોલીસ(Kevadiya Police) દોડતી થઈ હતી અને તાત્કાલિક રાત્રીના સમયે આ તમામ કાળી ઝંડીઓ હટાવી લીધી હતી. તો બીજી બાજુ વડાપ્રધાન મોદી(PM Modi)ના કાર્યક્રમના સંભવિત વિરોધને પગલે રાજપીપળા પોલીસે(Rajpipla Police) ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માયનોરીટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી ચેરમેન ઈમ્તિયાઝ અલી કાદરી, નર્મદા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રોહિત પટેલ, રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિતેશ પટેલ, માલવ બારોટ, કેવડીયા બચાવો આંદોલન સમિતિના ડો.પ્રફુલ વસાવા, ગરૂડેશ્વર કોંગ્રેસ પ્રમુખ શૈલેશ તડવી સહિતના કાર્યકરોને ડીટેઇન કર્યા હતા.

આ પણ વાંચોઃ દેશની જેલોમાં બંધ 4.78 લાખ કેદીઓ પૈકી 3.15 લાખ SC, ST, OBC વર્ગના - NCRB

ઉલ્લેખનીય છે કે, કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રોજેક્ટના નિર્માણ વખતથી જ આદિવાસી સમાજ તેનો વિરોધ કરી કર્યો છે. અનેક ગરીબ આદિવાસીઓની ખેતીની જમીનો આ પ્રોજેક્ટ માટે રીતસરના છીનવી લેવામાં આવી છે. અનેક લોકોને આજની તારીખે પણ યોગ્ય વળતર મળ્યું નથી. જેના કારણે આદિવાસી સમાજ અહીં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. છેલ્લાં કેટલાક વર્ષોથી અહીં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વડાપ્રધાનની હાજરી વખતે આદિવાસી સમાજ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કરી રહ્યો છે.

આગળ વાંચોઃ ગુજરાતમાં એટ્રોસિટીના કેસોમાં આરોપીઓના દોષી સાબિત થવાનો દર ફક્ત 3.065 ટકા!


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.