2022માં મહિલાઓ પર એસિડ એટેકની સૌથી વધુ ઘટના ક્યા શહેરમાં બની હતી?

NCRB ના ડેટા મુજબ વર્ષ 2022માં મહિલાઓ પર એસિટ એટેકની ઘટનાઓમાં બેંગ્લૂરુ પ્રથમ સ્થાન ધરાવે છે,

2022માં મહિલાઓ પર એસિડ એટેકની સૌથી વધુ ઘટના ક્યા શહેરમાં બની હતી?
Photo By Google Images

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો(NCRB)એ વર્ષ 2022નો ડેટા બહાર પાડ્યો છે. જેમાં દેશના 19 મહાનગરોમાં મહિલાઓ પર એસિડ એટેકની ઘટનાઓની પણ વિગતો મળી આવે છે. સામાન્ય રીતે મહિલાઓ પર અત્યાચારની વાત આવે ત્યારે મોટાભાગે હિન્દી બેલ્ટના મહિલાઓના શોષણ માટે કુખ્યાત થઈ ચૂકેલા રાજસ્તાન, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, હરિયાણા જેવા રાજ્યોના શહેરો કે ગામોનું નામ અગ્ર હરોળમાં આવતું હોય છે. પણ વાત મહિલાઓ પર એસિડ એટેકની થઈ છે ત્યારે આ વખતે દક્ષિણ ભારતનું પ્રગતિશીલ ગણાતું એક શહેર પ્રથમ ક્રમે આવ્યું છે.

NCRB ના ડેટા મુજબ વર્ષ 2022માં મહિલાઓ પર એસિટ એટેકની ઘટનાઓમાં બેંગ્લૂરુ પ્રથમ સ્થાન ધરાવે છે, જયાં 8 મહિલાઓ એસિડ હુમલાનો શિકાર બની હતી. જયારે દિલ્હી બીજા સ્થાને આવે છે, ત્યાં 7 મહિલાઓ પર એસિડ હુમલા થયા હતા. જ્યારે 5 મહિલાઓ પર એસિડ એટેક સાથે અમદાવાદ ત્રીજા નંબરે આવે છે.

એસિડ ફેંકનાર આરોપી ‘સ્વામી’ બની ગયો હતો

વર્ષ 2022માં કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં એસિડ હુમલાનો સૌથી ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. એક 24 વર્ષની M.COM કરતી યુવતી પર એસિડ નાંખવામાં આવ્યું હતુ. આરોપી ઘણા સમયથી આ યુવતીનો પીછો કરી રહયો હતો, આરોપીએ તેણીને લગ્ન માટે પ્રપોઝ કરેલું પણ તેણીએ ના પાડતા એસિડ હુમલો કર્યો હતો. બાદમાં આ આરોપી તિરુવન્નામલાઈ આશ્રમમાં કથિત રીતે 'સ્વામી'ના વેશમાં છુપાયો હતો. પોલીસે મે મહિનામાં તિરુવન્નામલાઈ આશ્રમમાંથી આરોપીની ધરપકડ કરી હતી. જુન 2023માં આ યુવતીને કર્ણાટકના મુંખ્યમાત્રી સિદ્ધારમૈયાના કાર્યાલય તરફથી સચિવાલયમાં કરારના આધારે નોકરીની ઓફર કરવામાં આવી હતી. આવો જ બીજો કિસ્સો 10 જૂન 2022ના રોજ સામે આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ તેની પ્રેમિકા પર એસિડ ફેંકયું હતું, કારણ કે તેણીએ લગ્ન કરવાની ના પાડી હતી.

આ પણ વાંચો : હવામહેલના ધારાસભ્ય બાલમુકુંદાચાર્ય સામે ફરિયાદ, પિતા દલિત યુવક પર થૂક્યાં, છાતી પર લાત મારી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો.

અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.