દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો
એક દલિત યુવકની હત્યા કરી ચહેરો તેજાબ નાખી સળગાવી દીધો હોવાની ઘટના બની છે. દીકરાની હત્યાથી પરિવારમાં ભયનો માહોલ છે.
બિહાર (Bihar)ના પાટનગર પટના (Patna) માંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક દલિત યુવક ( Dalit Youth) ની હત્યા (Murder) કરી તેની ઓળખ છતિ ન થાય તે માટે તેના ચહેરા પર તેજાબ (Acid) નાખીને વિકૃત કરી દેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ યુવકના પરિવારજનો હૈયાફાટ રૂદન કરી રહ્યાં છે. પોલીસે એફએસએલની મદદથી સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હત્યાનું કારણ જાણવાનું શરૂ કર્યું છે.
ઘટના પટનાના નૌબતપુર (Naubatpur) ગામની છે. અહીં એક દલિત યુવકની હત્યા કરી તેનો ચહેરો એસિડથી બાળી નાખવાનો (Burn Face) મામલો સામે આવ્યો છે. ઘટના નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર (Jamalpur) ગામ પાસે બિહટા સરમેરા રોડ (bihta Sarmera Road) પર બની હતી. જ્યારે મૃતકની બાઇક નાલંદા જિલ્લામાંથી મળી આવી છે. મૃતક યુવકની ઓળખ નૌબતપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડમરચક ગામના રહેવાસી રૂદલ રામ તરીકે થઈ છે. પોલીસે એફએસએલ ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી. પોલીસ હત્યાનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.
પરિવારનો આરોપ છે કે યુવકને નિર્દયતાથી માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી ઓળખ છતિ ન થઈ જાય તેના માટે તેના ચહેરા પર એસિડ પણ રેડવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે શંકાસ્પદ લાગતી તમામ એક્ટિવિટીઓ પર તપાસ શરૂ કરી દીધી છે.
મૃતક યુવકના પિતા રામનાથ રામે જણાવ્યું કે, 2 સપ્ટેમ્બરના રોજ તેમનો પુત્ર રૂદલ ડમરચકથી બાઇક પર બિહટામાં તેના સાસરિયે જવા માટે નીકળ્યો હતો. એ દરમિયાન પરિવારજનોને માહિતી મળી કે જમાલપુર પાસે એક યુવકની લાશ પડી છે, જ્યારે પરિવારજનો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે તેમનો દીકરો રૂદલ રામ છે. પરિવારજનોએ જણાવ્યું કે રૂદલના લગ્ન એક વર્ષ પહેલા બિહટા ગામમાં થયા હતા, પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ દલિત યુવકને ખાંસડાનો હાર પહેરાવી, મોં કાળું કરી આખા ગામમાં ફેરવ્યો