દલિત મહિલા જાહેર કૂવા પાસે ગઈ તો મનુવાદીએ માર મારી બ્લાઉઝ ફાડી નાખ્યું
દીયરના લગ્નમાં પરિવારજનો સાથે ગામના કૂવે ગયેલી દલિત મહિલાને રાજ ઉપાધ્યાય નામના જાતિવાદી કીડાએ માર મારીને જાહેરમાં બ્લાઉઝ ફાડી નાખ્યું હતું.
જાતિવાદ અને દલિતો પ્રત્યે નફરત મામલે ભારતના એકેય રાજ્યને ઓછું આંકી શકાય તેમ નથી. જો કે ગુજરાત સહિત ઉત્તર ભારતમાં દલિતો પર સૌથી વધુ અત્યાચારો થાય છે. ઉત્તર પ્રદેશ તેમાં પહેલા નંબરે છે. અહીં દરરોજ કોઈને કોઈ ગામ કે શહેરમાં દલિતો પર અત્યાચારની ઘટના બનતી રહે છે. જો કે મુખ્યધારાનું મીડિયા તેને યોગ્ય રીતે કવરેજ આપતું ન હોવાથી આવી ઘટનાઓ જે તે વિસ્તાર પુરતી થોડો સમય પુરતી લોકોની માનસપટ પર ફરીને પછી કાયમ માટે ભૂલાઈ જાય છે. એમાંની કેટલીક ઘટનાઓ જેમ તેમ કરીને પોલીસ ચોપડે ચડે પણ છે, પણ તેમાં પોલીસ અધિકારીઓની જાતિ, દલિતો પ્રત્યેનું તેમનું વલણ અને સ્થાનિક સ્તરે કથિત ઉચ્ચ જાતિના લોકોનું રાજકારણમાં કેટલું અને કેવું વર્ચસ્વ છે તેના પર ઘણું બધું આધાર રાખે છે. મોટાભાગે પોલીસ ખાતામાં કથિત સવર્ણ જાતિના જ લોકોની બહુમતિ હોવાથી પીડિત દલિતો માટે ન્યાય મેળવવો અઘરો થઈ જાય છે. એટ્રોસિટી જેવા ગંભીર કેસોને પણ આ લોકો ભેગાં મળીને નબળો પાડી છે. છેલ્લે બને છે એવું કે પીડિત દલિતોને ન્યાય ન મળવાથી જાતિવાદી તત્વો વધુ માથું ઉચકતા થાય છે.
દલિત મહિલાનું મનુવાદીએ જાહેરમાં અપમાન કર્યું
કંઈક આવું જ હાલ એક ગામમાં બન્યું છે. જ્યાં એક દલિત મહિલાએ તેના દિયરના લગ્ન હોવાથી ડીજે પાર્ટી સાથે ગામના જાહેર કૂવા પર જઈને કૂવા પૂજનની વિધિ પૂર્ણ કરીને નાચી રહી હતી, જે ગામના એક મનુવાદી બ્રાહ્મણને ગમ્યું નહોતું. એક દલિત પરિવાર ગામના જાહેર કૂવા પર આવીને પૂજા કેવી રીતે કરી શકે, તેને લઈને તેને ગુસ્સો આવ્યો હતો અને તેણે મહિલાને જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડીને માર માર્યો હતો. જેના કારણે મહિલાનું બ્લાઉઝ પણ ફાટી ગયું હતું.
જો કે, ઘરે લગ્ન પ્રસંગ હોવાથી દલિત મહિલાએ તરત કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું, પણ પછી તરત તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે તેના પર કોઈ કાર્યવાહી કરી નહોતી. જેના કારણે જાતિવાદી વ્યક્તિની હિંમત વધી ગઈ હતી અને તે દલિત મહિલાને મારવા માટે ફરી રહ્યો છે. જેનાથી ગભરાયેલી મહિલાએ ફરી પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે, પણ હજુ સુધી પોલીસે કોઈ પગલાં લીધાં નથી.
પોલીસ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી નહીં
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. આ જિલ્લો દલિતો પર અત્યાચારને લઈને બદનામ છે. અહીં સમયાંતરે દલિતો પર અત્યાચારની ઘટના બનતી રહે છે. આવી જ એક ઘટના અહીંના સૌરી ગામમાં ઘટી હતી. જ્યાં અનિતા કનોજિયા નામની મહિલાએ ડીએસપીને અરજી કરીને ન્યાયની માંગણી કરી છે. અરજીમાં અનિતાએ લખ્યું છે કે, ગામના રાજ જગન્નાથ ઉપાધ્યાય નામના શખ્સે તેમને માર માર્યો હતો અને જાહેરમાં તેમનું બ્લાઉઝ ફાડી નાખ્યું હતું.
આ પણ વાંચો: "સામે રેલવે ટ્રેક પર ભૂંડ કપાઈને મરી ગયું છે, ઉપાડી લો ને...."
ઘટના 18 એપ્રિલ 2024ની છે. અનિતાના દિયરના લગ્ન હોવાથી ગામના જાહેર કૂવા પર પૂજનની વિધિ કરવા માટે ગયા હતા. તેઓ કૂવાની પૂજા કર્યા બાદ ડીજેના તાલે નાચી રહ્યા હતા, ત્યારે રાજ ઉપાધ્યાયે તેમને જાતિસૂચક ગાળો ભાંડીને તેને માર માર્યો હતો. એટલું જ નહીં તેનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું. રાજ ઉપાધ્યાયનું માનવું હતું કે, એક દલિત પરિવાર ગામના જાહેર કૂવાની પૂજા કેવી રીતે કરી શકે, તેના પર ફક્ત તેના જેવા કથિત સવર્ણોનો જ હક છે. આથી તે લગ્ન પ્રસંગ હોવા છતાં અનિતા સહિતના તમામ લોકોને જાહેરમાં જાતિસૂચક ગાળો ભાંડીને મા-બહેનની ગાળો દેવા લાગ્યો હતો અને ડીજે બંધ કરાવીને બધાંને માર મારવાની ધમકી આપવા લાગ્યો હતો.
જો કે અનિતા કનોજિયાએ તેનો વિરોધ કર્યો હતો અને તેઓ ફરી જાહેર કૂવાનો ઉપયોગ કરશે તેમ કહેતા ઉશ્કેરાયેલા રાજ ઉપાધ્યાયે તેને માર માર્યો હતો અને તેનું બ્લાઉઝ પણ ફાડી નાખ્યું હતું.
આ તરફ લગ્નનો પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય તે માટે અનિતા અને તેના ઘરવાળાઓ અપમાનના ઘૂંટડા પી ગયા હતા. જ્યારે બધાં સગાંવહાલાઓ લગ્ન પ્રસંગ બાદ પોતપોતાના ઘરે જતા રહ્યાં એ પછી તેણે 23 એપ્રિલના રોજ છાવણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી નહોતી કરી.
બીજી તરફ એક દલિત મહિલાએ તેની વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેવી રીતે કરી શકે, તેવી જાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત આરોપી રાજ ઉપાધ્યાય વધારે ઉશ્કેરાયો હતો. અને તે અનિતા અને તેના પરિવારને મારવા માટે ફરી રહ્યો છે. જેનાથી હતાશ અને ગભરાયેલી અનિતાએ ફરી 17 મે 2024ના રોજ જિલ્લા પોલીસ વડાને અરજી કરીને ન્યાયની માંગણી સાથે જાતિવાદી રાજ ઉપાધ્યાય સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જોવાનું એ રહે છે કે, પોલીસ આ મામલે અનિતા કનોજિયા અને તેના પરિવારને ન્યાય મળે તે દિશામાં પ્રયત્ન કરે છે કે, જાતિવાદી બ્રાહ્મણ રાજ ઉપાધ્યાયને છાવરે છે.
ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ગુના બને છે
અહીં એ યાદ રાખવું રહ્યું છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે દેશભરમાં ગુનાનો સૌથી વધુ દર ઉત્તરપ્રદેશમાં છે. 2022 સુધી યુપીમાં ગુનાનો દર 171.6 ટકા હતો. અહીં પ્રતિ વ્યક્તિ ગુનાનો દર 7.4 ટકા છે. સમગ્ર ભારતમાં યુપીમાં ગુનાનો આ દર સૌથી વધુ છે. ચાલુ વર્ષે અહીં ગુનાઓની નોંધાયેલી ઘટનાઓ 7,53,675 સુધી પહોંચી ગઈ છે અને હજુ અડધું વર્ષ બાકી છે. ત્યારે ગુનાઓનો આંકડો ક્યાં જઈને અટકશે તે કહી શકાય તેમ નથી.
આ પણ વાંચો: દલિત મહિલાએ બળાત્કારીનો સામનો કર્યો તો જાતિવાદી તેના મોં પર થૂંક્યો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Anilદલિત સાથે j kem આવું થાય છે આવા લોકોને કુદરત નહિ છોડે.
-
AnilKem આ લોકો દલિત સાથે આવા કૃત્ય કરે છે આવા લોકો ને કુદરત ક્યારે પણ માફ નહિ કરે.