અંબાજીના દર્શન કરીને આવતી બસનો અકસ્માત, 4નાં મોત, 25 ઘાયલ

નવરાત્રિમાં અંબાજી નજીક ત્રિશુળિયા ઘાટ પાસે લક્ઝરી બસનો અકસ્માત થયો છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને બે ડઝનથી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

અંબાજીના દર્શન કરીને આવતી બસનો અકસ્માત, 4નાં મોત, 25 ઘાયલ
image credit - Google images

Ambaji Accident : નવરાત્રિ ચાલી રહી છે ત્યારે જ વિખ્યાત યાત્રાધામ અંબાજીએ દર્શન કરીને આવતા શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો છે. અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસ અંબાજીથી દર્શન કરી પરત ફરતાં ત્રિશુળિયા ઘાટ પર પલટી ખાઇ ગઇ હતી. જેમાં બસમાં સવાર 4થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય 25થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

મળતી જાણકારી પ્રમાણે, અંબાજી દાંતા વચ્ચે ત્રિશુળિયા ઘાટ પાસે આવેલા હનુમાન મંદિર પાસે અંબાજી દર્શન કરી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓ ભરેલી લક્સરી બસનો અકસ્માત સર્જાતા 25થી વધુ મુસાફરો ઘાયલ થયા છે, જ્યારે 4થી વધુ શ્રદ્ધાળુઓના મોત અરેરાટીભર્યા મોત નિપજ્યા છે. 

તાજેતરમાં મળતી માહિતી અનુસાર 7 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું મુસાફરોએ જણાવ્યું હતું. ડ્રાઇવરે પૂરપાટ ઝડપે વળાંક પર ટર્ન મારતો હતો. એ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડની સાઇડમાં બનાવેલી પ્રોટેક્શન વોલ સાથે બસ ટકરાઇ હતી. સદનસીબે બસ ખીણમાં ખાબકતાં બચી ગઇ હતી. જો બસ ખીણમાં ખાબકી હોત તો આ મૃત્યુઆંક વધી પહોંચ્યો હતો. 

બસ ડ્રાઇવરે નશો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. લક્ઝરી બસ રેલિંગ સાથે ટકરાતા રેલિંગ તૂટી ગઇ હતી. હાલમાં 108 એમ્બુલન્સ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને બચાવ કાર્ય શરૂ કરી મુસાફરો બસની બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીને લઈને હજારો લોકો અંબાજી ખાતે દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે ત્રિશૂળિયા ઘાટ પર અનેક અકસ્માતો સર્જાય છે. ખાસ કરીને બસો સહિતના મોટા વાહનો બેફામ રીતે ચલાવતા હોવાથી આ વિસ્તાર અકસ્માત ઝોન બની ગયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદના જીવલેણ રસ્તાઃ વર્ષ 2023માં 870 લોકોના મોત થયા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.