અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા

અમદાવાદ શહેર રાજ્યના માર્ગ અકસ્માતોમાં 11 ટકા હિસ્સો ધરાવે છે. ગત વર્ષે અહીં 870 લોકોના મોત થયા છે. વાંચો આ રિપોર્ટ.

અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા
image credit - Google images

અમદાવાદ શહેરમાં અનેક લોકો દરરોજ કોઈને કોઈ અકસ્માતમાં મોતને ભેટે છે. એ રીતે અહીંના રસ્તાઓ જીવલેણ છે એવું કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. આંકડાઓ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે, છેલ્લા એક વર્ષમાં એટલે કે ૨૦૨૩માં અમદાવાદમાં માર્ગ અકસ્માતમાં 870ના મોત થયા છે. એ રીતે અમદાવાદ રાજ્યમાં થતાં કુલ માર્ગ અકસ્માતોમાં ૧૧ ટકા હિસ્સો ધરાવે છે.

અમદાવાદ શહેરમાં થયેલા માર્ગ અકસ્માતોમાં કુલ 535ના મોત થયા છે, તો અમદાવાદ જિલ્લાના અન્ય ભાગોમાં થયેલા અકસ્માતોમાં કુલ 335ના મોત થયા છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી (જીઆરએસએ)ના તાજેતરના આંકડા ઘણા ચિંતાજનક છે. તેમાં મોરબી જિલ્લામાં દર લાખની વ્યક્તિએ 21.43 લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તેના પછી ગાંધીનગરમાં દર લાખની વસ્તીએ 19.40 લોકોના મોત થયા છે. તાપીમા 19.21, ભરૂચમાં 18.83, વલસાડમાં 18.35 ના મોત થયા છે. ૨૦૨૩માં રાજ્યમાં અકસ્માતથી થતાં મોતનો દર પ્રતિ લાખે સરેરાશ 13નો હતો.

GRSAના આંકડાઓ મુજબ ૩,૨૬૮ અકસ્માતોમાં ટુ-વ્હીલર હતા. આમાના ૨૪ ટકા કાર અને ૨૨ ટકા ટ્રક અકસ્માત સાથે સંલગ્ન હતા. રાજ્યમાં કુલ માર્ગ અકસ્માતોમાં થતાં ૪૬ ટકા મોત તો દ્વિચક્રી વાહનચાલકોના થયા હતા.

આ પણ વાંચો: દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ

રિપોર્ટ કહે છે કે, રસ્તા પર ચાલનારા પણ સલામત નથી. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં થયેલા કુલ ૭,૮૩૪ મોતમાં ૧,૭૫૭ મોત એટલે કે ૨૨ ટકા મોત રસ્તે ચાલતા જનારાઓના હતાય મોતને ભેટેલાઓમાં ૨૮ ટકાને કારે અને ૧૮ ટકાને ટ્રકે ટક્કર મારી હતી.

જો કે ૨૦૨૪માં રાહતની વાત એ છે કે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ આ વર્ષે પ્રથમ છ મહિનામાં માર્ગ અકસ્માતોથી થતાં મોતમાં ઘટાડો થયો હોવાનું જીઆરએસએના આંકડા જણાવે છે. તેનું કારણ નિયમોનો કડક અમલ અને રોડ એન્જિનિયરિંગમાં સુધારો હોવાનું કહેવાય છે. ૨૦૨૩ના પ્રથમ છ મહિનામાં રાજ્યમાં કુલ ૪,૨૩૫ના મોત થયા હતા તો ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં ૩,૮૯૯ના મોત થયા છે. અમદાવાદ સિવાય સુરત રૂરલમાં ૪૯૪, સુરત શહેરમાં ૩૦૯, બનાસકાંઠામાં ૩૨૭, વડોદરા ગ્રામ્યમાં ૩૧૫, વલસાડમાં ૩૧૩, ભરૂચમાં ૨૯૨, દાહોદમાં ૨૭૪, ગાંધીનગરમાં ૨૭૦ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.