બોરસદમાં 118 જેટલા સામાજિક આગેવાનોએ મળી બંધારણ દિવસ ઉજવ્યો

વંચિત વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આણંદ અને ખેડા જિલ્લાના તમામ તાલુકાના વિવિધ ગામોમાંથી 118થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદમાં 118 જેટલા સામાજિક આગેવાનોએ મળી બંધારણ દિવસ ઉજવ્યો
image credit - khabarantar.com

૨૬ નવેમ્બરના રોજ વંચિત વિકાસ સંગઠન બોરસદ દ્વારા બોરસદ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ખાસિયત એ હતી કે, તેમાં આણંદ તથા ખેડા જિલ્લાના બોરસદ, પેટલાદ, ખંભાત, તારાપુર, આંકલાવ, ઠાસરા અને ગળતેશ્વર સહિતના તમામ તાલુકાઓના જુદાજુદા ગામોમાંથી ૧૧૮થી વધુ સામાજિક આગેવાન ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.


ઉજવણીની શરૂઆત સવારે ૧૦:૦૦ વાગે મૌન રેલી સ્વરૂપે બોરસદ સારથીનગર ખાતેથી નીકળી હતી. રેલીમાં નાના બાળકો ડૉ.બાબા સાહેબ, સાવિત્રીબાઈ ફૂલે, ફાતિમા શેખ અને પંડિત જવાહરલાલ નહેરૂના પહેરવેશ સાથે જોડાયા હતા જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સારથીનગરથી અંદાજિત એક કી.મી. પગપાળા ચાલીને રેલી સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબની પ્રતિમાએ પહોંચી હતી જ્યાં વંચિત વિકાસ સંગઠન બોરસદના કન્વીનર ડૉ.રમણ માધવ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર ચઢાવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે સામૂહિક રીતે બંધારણના આમુખનું પઠન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલી પરત સારથીનગર આવી હતી જ્યાં બંધારણ દિનને ધ્યાનમાં રાખીને હિર શ્રીમાળી, યાસ્મીન સૈયદ, ડૉ.રમણ માધવ ફાધર જોન કેનેડી, નગીનભાઇ મકવાણા દ્વારા પ્રવચનો કરવામાં આવ્યા હતાં. બંધારણ પ્રતિ લોકજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ક્વિઝ કોમ્પીટીશન પણ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: બંધારણના આમુખમાં 'સમાજવાદી' અને 'સેક્યુલર' શબ્દ નહીં હટે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.