ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા

ગુજરાત યુનિવર્સિટીમાં ગત રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ પર કેટલાક અસામાજિક તત્વોએ હોસ્ટેલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. હુમલાખોરોએ જયશ્રી રામના નારા લગાવ્યા.

ગુજરાત યુનિ.માં નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, હુમલાખોરોએ લગાવ્યા ‘જયશ્રી રામ’ના નારા
image credit - Google images

અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીમાં ગત રાત્રે પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું જાણવા મળે છે. મળતી વિગતો પ્રમાણે આ વિદ્યાર્થીઓ હોસ્ટેલ પરિસરમાં નમાઝ પઢી રહ્યા હતા, જેની સામે કેટલાક વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો, એ પછી મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો.

વિદેશી વિદ્યાર્થીઓનો દાવો છે કે, બહારથી આવેલા કેટલાક લોકો અચાનક તેમની હોસ્ટેલમાં ઘુસી આવ્યા હતા અને ‘જયશ્રી રામ’ના નારાઓ લગાવવા માંડ્યા હતા. આ લોકોએ વિદેશી

આ પણ વાંચોઃ દલિત મુસલમાનની અજાણી વ્યથા અને ઉકેલની દિશા

વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં નમાઝ પઢવાની પરમીશન ન હોવાનું કહીને તકરાર કરી હતી. ત્યારબાદ બંને જૂથ વચ્ચે વિવાદ થઈ ગયો અને પછી મારામારી થઈ ગઈ હતી.

હોસ્ટેલ પરિસરમાં 10-15 લોકો ઘુસી આવ્યા

ઘટના ગઈકાલ રાતના 11 વાગ્યા આસપાસ બની હોવાનું કહેવાય છે. અફઘાનિસ્તાનના એક વિદ્યાર્થીએ દાવો કર્યો કે, “અંદાજે 10-15 લોકો બહારથી અમારી હૉસ્ટેલમાં આવ્યા હતા. જ્યારે અમે નમાઝ પઢી રહ્યાં હતાં ત્યારે તેમાંથી ત્રણ અમારી હૉસ્ટેલ બિલ્ડીંગમાં દાખલ થયાં. તેમણે કહ્યું કે, અમે અહીં નમાઢ પઢી શકીએ નહીં. એ પછી તેઓ ‘જયશ્રી રામ’ના નારાઓ લગાવવા લાગ્યા. ત્યારબાદ તેમણે હાજર સિક્યોરિટી ગાર્ડને ધક્કો મારી દીધો અને નમાઝ પઢી રહેલા વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો.” આ વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે તેમના રૂમમાં તોડફોડ કરવામાં આવી અને લૅપટોપ, મોબાઈલ ફોન અને કાચ પણ તોડી નાખવામાં આવ્યા.

5 ગાડીઓને પણ નુકસાન થયું

વિદેશી વિદ્યાર્થીએ દાવો કર્યો કે જ્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ત્યાં સુધીમાં હુમલાખોરો ભાગી ગયા હતા. આ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો મુજબ ઓછામાં ઓછી 5 ગાડીઓને નુકસાન થયું છે. 

https://twitter.com/zoo_bear/status/1769124999653400982

આ મામલે એક હિન્દી એક ન્યૂઝ પોર્ટલના પત્રકાર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાના નંબર પર ફોન કરવામાં આવ્યો હતો, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. આર. બાવાએ કહ્યું હતું કે, તેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે. પાંચ ઘાયલ વિદ્યાર્થીઓને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો : મૂકનાયક ગ્રુપ અમદાવાદ દ્વારા કાંશીરામ જન્મજયંતિ પર વિશેષ કાર્યક્રમ સાથે રેલી યોજાઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.