બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર

ગુજરાતમાં હવે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી વિના કોઈપણ વ્યક્તિ બૌદ્ધ ધર્મ અપનાવી નહીં શકે. આ મામલે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં બૌદ્ધ ધર્મને હિંદુ ધર્મથી અલગ માનવામાં આવ્યો છે.

બૌદ્ધ એ હિંદુ ધર્મથી અલગ છે, અપનાવવા માટે પરવાનગી લેવી પડશેઃ સરકાર
image credit - Google images

રાજ્યના ગૃહ વિભાગે હિન્દુમાંથી શીખ, જૈન કે બૌદ્ધ ધર્મ અંગીકાર પૂર્વે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવાની રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવાની ઘટના વધી છે ત્યારે રાજ્ય સરકારે બૌદ્ધ ધર્મને અલગ ગણીને ધર્મ પરિવર્તન કરાવનારી વ્યક્તિએ જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી અને ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિએ સરકારને જાણ કરવાની રહેશે તેમ જણાવ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓને પણ ધર્મ સ્વાતંત્રતાને લગતા અધિનિયમ ધ્યાને રાખી આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા તાકીદ કરી છે. 

ખાસ કરીને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન કરવા માટે મંજૂરીની અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરાતી નહીં હોવાનું ગૃહ વિભાગના ધ્યાને આવ્યું છે. કેટલાક કિસ્સામાં અરજદારો અને સ્વાયત સંસ્થાઓ દ્વારા પણ હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પૂર્વમંજૂરીની જરૂર નથી તેવી રજૂઆતો કરાતી હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ દ્વારા મનઘડંત અર્થઘટન કરાતું હોય છે. જે કેસમાં અરજદાર દ્વારા મંજૂરી મેળવવા માટે દરખાસ્ત કરાય છે, તેમાં જે તે કચેરી દ્વારા બંધારણના આર્ટિકલ અંતર્ગત હિન્દુ ધર્મમાં શીખ, જૈન અને બોદ્ધ ધર્મનો સમાવેશ થતો હોઇ અરજદારને ધર્મ પરિવર્તન કરવા માટે મંજૂરીની જરૂરિયાત રહેતી ન હોઇ આવી અરજી દફતરે કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું છે. તેના કારણે ધર્મ પરિવર્તન જેવા સંવેદનશીલ મુદ્દા અરજદારોને પાઠવાતા જવાબ ન્યાયિક લિટિગેશનમાં પરિણમે તેવી સંભાવના છે.

ગૃહ વિભાગ દ્વારા હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન, બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મુદ્દે પુનઃ સૂચના જારી કરી તે કાર્ય પદ્ધતિ તાત્કાલિક અમલમાં મૂકવા જણાવ્યું છે. ધર્મ સ્વાતંત્રતાના અધિનિયમ મુજબ બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ ગણવાનો રહેશે અને હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન કે બૌદ્ધ ધર્મ પરિવર્તન કરાવનારે જિલ્લા મેજિસ્ટ્રેટની નિયમ મુજબ પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે. તેવી જ રીતે ધર્મ પરિવર્તન કરનારી વ્યક્તિએ પણ યોગ્ય રીતે જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે.

આ પણ વાંચોઃ પરિવર્તનની શરૂઆતઃ મૂળીના શેખપર ગામે પહેલીવાર બૌદ્ધવિધિથી મૃતકની પુણ્યતિથિ ઉજવાઈ

ગુજરાત સરકારે એક સરક્યુલર જાહેર કરીને કહ્યું છે કે બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ માનવો જોઈએ. જો કોઈ વ્યક્તિ હિંદુમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકારવા માંગે છે તો તેના માટે તેણે પહેલા પરમિશન લેવી પડશે. ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિ કે સંસ્થાએ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ 2003ની જોગવાઈઓ અંતર્ગત સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી લેવી પડશે. ગૃહ વિભાગે આ સરક્યુલર 8 એપ્રિલના રોજ જારી કર્યો હતો. ત્યારે સરકારના ધ્યાને આવ્યું કે બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટેની અરજીઓનો નિયમાનુસાર નિકાલ કરવામાં આવતો નથી. પરિપત્ર પર નાયબ સચિવ(ગૃહ) વિજય બધેકાએ સહી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દર વર્ષે દશેરા અને અન્ય તહેવારો દરમિયાન આયોજિત કાર્યક્રમોમાં મોટાભાગના દલિતો બૌદ્ધ ધર્મ અપનાવતા જોવા મળી રહ્યાં છે. પરિપત્રમાં જણાવાયું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીઓ મનસ્વી રીતે ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા કાયદાનું અર્થઘટન કરી રહી છે. એવું જોવામાં આવ્યું છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની પરવાનગી માંગતી અરજીઓમાં નિયમો મુજબની પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું નથી. કેટલીકવાર અરજદારો અને સ્વાયત્ત સંસ્થાઓ તરફથી અરજીઓ પ્રાપ્ત થાય છે કે હિંદુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન માટે પૂર્વ પરવાનગીની જરૂર નથી.


પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, જે કિસ્સામાં પૂર્વ પરવાનગી માટેની અરજીઓ કરવામાં આવે છે, સંબંધિત કચેરીઓ એવી અરજીઓનો નિકાલ કરે છે કે બંધારણની કલમ 25(2) હેઠળ શીખ ધર્મ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો સમાવેશ હિંદુ ધર્મમાં કરવામાં આવ્યો છે અને તેથી અરજદારે આવા રૂપાંતરણ માટે પરવાનગી લેવા જરૂરી નથી. શક્ય છે કે કાયદાકીય જોગવાઈઓનો પુરતો અભ્યાસ કર્યા વિના, ધાર્મિક પરિવર્તન જેવા સંવેદનશીલ વિષય પર અરજદારોને આપવામાં આવેલા જવાબો અંગે ન્યાયિક કેસ થઈ શકે. પરિપત્રમાં જણાવાયું છે કે, ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા કાયદાના સંદર્ભમાં બૌદ્ધ ધર્મને અલગ ગણવામાં આવશે.

આગળ વાંચોઃ બોટાદ જિલ્લામાં સરકારી ચોપડે જાતિ ગણના માં બૌદ્ધ ધર્મ નું ખાતું ખુલ્યું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Parmar Anilkumar
    Parmar Anilkumar
    ગારમેન્ટ અમે હિન્દુ છીએ તે પુરવાર કરશે. સમાનતા કરાવી શકશે, એક ગામ ભેદભાવ વવિનાનું બનાવી બતાવે, દરેક શુદ્ર ના લગ્ન ઉચ્ચ વર્ગ કરતી બાંહેધરી આપશે. અમારી ચૂંટેલી સરકારે અમારા અભિપ્રાય માગ્યા.
    3 months ago
  • Solanki smit
    Solanki smit
    Tame bum pdai didhi che. Ak alag j vstu laine aavya cho. Samaj upr Aanathi bau bhaynkr(+ve)prabhav pdyo che. Ghre ghre vanchta thai gya che loko. Keep it up bro. We are with you. Majbut jay bhim.
    3 months ago