ભાજપ-કૉંગ્રેસ દલિત સમાજના સૌથી મોટા દુશ્મન છેઃ આકાશ આનંદ

બહુજન સમાજ પાર્ટી(BSP)ના પૂર્વ રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદ ભાજપ અને કોંગ્રેસ પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. જાણો યુવા નેતાએ શું શું કહ્યું.

ભાજપ-કૉંગ્રેસ દલિત સમાજના સૌથી મોટા દુશ્મન છેઃ આકાશ આનંદ
image credit - Google images

બીએસપી(BSP) સુપ્રીમો માયાવતીના ભત્રીજા અને પક્ષના પૂર્વ રાષ્ટ્રીય કોર્ડિનેટર આકાશ આનંદે ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે બંને પક્ષોને દલિતો વિરોધી ગણાવ્યા હતા.

આકાશ આનંદે કહ્યું કે, "ભાજપ અને કોંગ્રેસ બંને એક જ સિક્કાની બે બાજુ છે. બસપાના વડા માયાવતીજી હંમેશા કહે છે કે આ બંને પક્ષો દલિત સમુદાયના સૌથી મોટા દુશ્મન છે."

આકાશ આનંદનું આ નિવેદન રાજકીય વાતાવરણમાં ચર્ચાનો વિષય બની ગયું છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશના રાજકારણમાં, જ્યાં બસપા દલિત રાજકારણનો સૌથી પ્રમુખ ચહેરો છે.

આકાશ આનંદે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે "ભાજપ અને કોંગ્રેસ પહેલા એસસી-એસટી, ઓબીસીના અધિકારો પર તરાપ મારે છે અને પછી સંસદમાં બંધારણ બચાવવાનું નાટક કરે છે. આ લોકો સામાજિક ન્યાયના મુદ્દાઓ પર માત્ર દેખાડા પુરતું રાજકારણ કરે છે પરંતુ હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમાજના વાસ્તવિક હિતોનું રક્ષણ કરતા નથી."

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ચુકાદો BSP માટે 'ટર્નિંગ પોઈન્ટ' સાબિત થવા જઈ રહ્યો છે

આકાશ આનંદે ટ્વિટર પર એક પોસ્ટમાં અખબારના કેટલાક નમૂના શેર કર્યા અને લખ્યું, "આ સમાચારપત્રની એક એક લાઇન વાંચો અને સમજો કે કેવી રીતે SC/ST OBC સાથે કાવતરું રચવામાં આવી રહ્યું છે." ખેડૂતોના હિતની વાત કરતાં તેમણે કહ્યું કે કૃષિ સંસ્થાઓમાં આ સમુદાયોના અધિકારોનું હનન થઈ રહ્યું છે.

તેમણે એ મુદ્દો પણ ઉઠાવ્યો કે 2007 થી ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) માં ઉચ્ચ હોદ્દા પર નિમણૂકોમાં અનામતના નિયમોની અવગણના કરવામાં આવી રહી છે અને તમામ જગ્યાઓ લેટરલ એન્ટ્રી દ્વારા ભરવામાં આવી હતી. આ પ્રક્રિયા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે કારણ કે તેમાં અનામત પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું.

આકાશ આનંદે પોતાના નિવેદનમાં ભાજપ અને કોંગ્રેસ જેવા રાજકીય પક્ષો પર જોરદાર પ્રહારો કર્યા, જેઓ દલિત, ઓબીસી અને એસસી-એસટી સમાજ સાથે માત્ર મત મેળવવા માટે જોડાય છે, પરંતુ તેમના અધિકારોનું રક્ષણ કરતા નથી. 

તેમણે કહ્યું, “આ અજબ ગજબ લોકો છે. તેમને ફક્ત આપણા મતોથી મતલબ છે.  આ લોકો આપણા હકો પર તરાપ મારશે તેઓ બંધારણના શપથ લેશે અને પછી અનામતનો અંત લાવશે.

આ પણ વાંચો: ‘ભાજપવાળા આવે તો જૂતા-ચપ્પલથી ફટકારો’- આકાશ આનંદ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.