ઈવીએમ સાથે ચેડાં થાય તો જ ભાજપ ૩૦૦થી વધુ બેઠકો જીતેઃ દિગ્વિજયસિંહ

એકબાજુ આજે લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ઈવીએમ સાથે ચેડાં થાય તો જ ભાજપ ૩૦૦થી વધુ બેઠકો જીતેઃ દિગ્વિજયસિંહ
image credit - Google images

લોકસભાની ચૂંટણીના સાત તબક્કાના મતદાન પૂર્ણ થયા પછી વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ જાહેર કર્યા હતા. આ પોલમાં ભાજપ માટે બમ્પર જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે કોંગ્રેસે આ પોલને ખોટા ગણાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા સામે છે. તેમણે કહ્યું કે, 'ભાજપને બહુમત મળવાનો નથી. કોઈ ભલે ગમે તે કહે પરંતુ આંકડા આવા નહીં હોય કારણ કે લોકોએ કોંગ્રેસને મત આપ્યા છે. ઈવીએમ અંગે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ જણાવ્યું કે, 'જો ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવે તો જ ભાજપ લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો મેળવી શકે છે. ભાજપ બહુમતથી દૂર રહેશે અને કોંગ્રેસ ૨૯૫ લોકસભા બેઠક જીતી રહી છે.'

આ પણ વાંચોઃ મશીન આપણાં બાપનું જ છે કહી ભાજપ નેતાના પુત્રે ઈવીએમ કેપ્ચર કર્યું

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાના મતદાન વચ્ચે દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની મોટી બેઠક યોજાઈ હતી. 

બીજી જૂને ઈન્ડિયાના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે 'લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ઈન્ડિયા ગઠબંધન ૨૯૫થી વધુ બેઠક જીતશે. આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં કુલ ૨૮ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુજરાતના સુરતની બેઠક બિનહરિફ જાહેર થતાં અહીં ભાજપ જીતી ગયો હતો. એટલે કે હવે ૫૪૨ બેઠકો પર એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોટા ભાગના પોલમાં એનડીએ ૩૫૦થી વધુ અને ઈન્ડિયાને ૧૨૫થી વધુ બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આજે પરિણામોના આંકડાઓ આવવા શરૂ થઈ ગયા છે ત્યારે જોવાનું એ રહેશે કે પલ્લું કોની તરફ નમે છે.

આ પણ વાંચોઃ 'અબ કી બાર ચારસો પાર'નો નારો અને ડૉ. આંબેડકરની ચેતવણી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.