બસપાએ ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી

બહુજન સમાજ પાર્ટીએ કુલ 8 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

બસપાએ ઉત્તરપ્રદેશ પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી
image credit - Google images

બસપાએ આજે ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને  તમામ પક્ષોએ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. બસપાએ ૮ વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગાઝિયાબાદ વિધાનસભાથી પરમન્નાદ ગર્ગને ટિકિટ આપવામાં આવી છે. બસપાએ હજુ સુધી ખેર વિધાનસભા બેઠક માટે પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.

જણાવી દઈએ કે કાનપુરની સિસીમાઉ, પ્રયાગરાજની ફુલપુર, મૈનપુરીની કરહાલ, મિર્ઝાપુરની મઝવાન, અયોધ્યાની મિલ્કીપુર, આંબેડકર નગરની કટેહારી, ગાઝિયાબાદ સદર, અલીગઢની ખેર, મુરાદાબાદની કુંડાર્કી અને મીરાપુર સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે.

બસપાએ આંબેડકરનગર જિલ્લાની કટેહારી વિધાનસભાથી અમિત વર્માને ટિકિટ આપી છે. જિતેન્દ્ર કુમાર સિંહને પ્રયાગરાજ જિલ્લાની ફૂલપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે, શાહનઝરને મુઝફ્ફરનગરની મીરાપુર સીટથી ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય કાનપુર નગરની સિસમાઉ સીટ પરથી વીરેન્દ્ર કુમાર શુક્લા, મૈનપુરીની કરહાલ સીટથી અવનીશ કુમાર શાક્ય, મુરાદાબાદની કુંડારકી સીટથી રફતુલ્લા ઉર્ફે નેતા છિદ્દાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પરમાનંદ ગર્ગને ગાઝિયાબાદ સીટથી અને દીપક તિવારીને મિર્ઝાપુર જિલ્લાની મઝવાન સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ પહેલા ભાજપે યુપી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ માત્ર ૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ પેટાચૂંટણીમાં ફુલપુરથી દીપક પટેલ, ગાઝિયાબાદથી સંજીવ શર્મા, કુંડાર્કીથી રામવીર સિંહ ઠાકુર, ખેરથી સુરેન્દ્ર દિલેર, કરહાલથી અનુજેશ યાદવ, કટેહરીથી ધરમરાજ નિષાદ અને મઝવાનથી સુચિસ્મિતા મૌર્યને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો: SC-ST અનામતમાં પેટા વર્ગીકરણ મુદ્દે માયાવતીએ શું કહ્યું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.