માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર KRK સામે ફરિયાદ નોંધાઈ
બોલીવૂડના કથિત અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કેઆરકે વિરુદ્ધ બસપા સુપ્રીમો માયાવતી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે.
લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટીનું પ્રદર્શન સારું નથી રહ્યું. પરિણામને લઈને પાર્ટી અત્યંત ગંભીરતાથી વિચારવિમર્શ કરી રહી છે ત્યારે બોલીવૂડમાંથી ફેંકાઈ ગયેલા અને ટ્વિટર પર સલમાન ખાનથી લઈને અન્ય બોલીવૂડ અભિનેતાઓ પર મનફાવે તેમ બકવાસ કરતા કથિત અભિનેતા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેને બીએસપી સુપ્રીમો માયાવતી પર અભદ્ર ટ્વિટ કરવી મોંઘી પડી રહી છે. આ મામલે હવે તેની સામે દેવબંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હાલમાં જ બસપા સુપ્રીમો માયાવતીએ સહારનપુર લોકસભા સીટ પરથી બસપાના સિમ્બોલ પર ચૂંટણી લડેલા માજિદ અલીને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. માજિદ અલી કેઆરકેના ભાઈ છે, જેના કારણે કેઆરકેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માયાવતી પર પ્રહારો કર્યા હતા. માજિદ અલીએ સહારનપુર લોકસભા સીટથી બસપાના સિમ્બોલ પર ચૂંટણી લડી હતી પણ તેઓ હારી ગયા હતા. ચૂંટણી પરિણામો આવ્યાના બીજા જ દિવસે બસપા સુપ્રીમોએ માજિદ અલીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. જે બાદ KRKએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટનો જવાબ આપતા બહેનજી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો: દલિત રાજનીતિઃ અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ...
માયાવતી પર ટિપ્પણી કરતા કેઆરકેએ એક પોસ્ટના જવાબમાં બહેનજીને ટોઈલેટ સાફ કરવાની સલાહ આપી હતી. આ અંગે બસપા નેતા સુશીલ કુમારે દેવબંધ પોલીસ સ્ટેશનમાં કેઆરકે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સુશીલકુમારે જણાવ્યું છે કે, "બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, જેમને સમગ્ર બહુજન સમાજ ખૂબ જ આદર અને સન્માન આપે છે. તેમના વિરુદ્ધ કમાલ રાશિદ ખાને ટ્વિટર પર અભદ્ર ટિપ્પણી કરી છે, જે વાંચીને સૌ કોઈ અપમાન થયાનું અનુભવી રહ્યાં છે."
સુશીલ કુમારની ફરિયાદ પર દેવબંદ પોલીસે KRK પર આઈપીસીની કલમ 500, 509 અને એસસી એસટી એક્ટની કલમ 3 (1) હેઠળ કેસ નોંધ્યો છે. હાલ જે રીતે સમગ્ર બીએસપી આક્રમક મૂડમાં દેખાઈ રહી છે તે જોતા કેઆરકેની મુશ્કેલી વધી શકે છે.
આ પણ વાંચો: ચુંટણીમાં BSP ની હાર થતાં માયાવતી નિરાશ, મુસ્લિમોને લઈને જાહેરાત કરી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
pramod solankiWe must have to fight against such bad elements