કોંગ્રેસના ધારાસભ્યે દલિત એન્જિનિયરના 22 હાકડાં ભાંગી નાખ્યા
કોંગ્રેસના એક ધારાસભ્યે વીજળી વિભાગના એક દલિત એન્જિનિયરના 22 જેટલા હાકડા ભાંગી નાખ્યા હતા, તે હજુ પથારીવશ છે. હવે સુપ્રીમ કોર્ટે ધારાસભ્યને હાજર થવા આદેશ કર્યો છે.
દલિત એન્જિનિયરની મારપીટના મામલામાં પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગાને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મલિંગાને સરેન્ડર કરવા કહ્યું છે. જસ્ટિસ વી સુબ્રમણ્યમ અને જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે ગિરરાજ મલિંગાની ધરપકડ પર પ્રતિબંધ મૂકતા હાઈકોર્ટના આદેશને રદ કર્યો છે અને તેને આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે મલિંગાને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
ધૌલપુરના બારીના પૂર્વ ધારાસભ્ય ગિરીરાજ મલિંગા અને તેમના કાર્યકરો પર માર્ચ 2022 માં વીજળી વિભાગના દલિત સમાજમાંથી આવતા સહાયક ઇજનેર હર્ષાધિપતિને નિર્દયતાથી માર મારવાનો આરોપ છે. ગિરીરાજ મલિંગાએ દલિત એન્જિનિયરના 22 જેટલા હાડકા ભાંગી નાખ્યા હતા અને તે આજે પણ પથારીવશ છે.
મામલો શું હતો?
ધૌલપુરના એક ગામમાં ગામલોકો ટ્રાન્સફોર્મર બદલવા માટે વિરોધ કરી રહ્યા હતા ત્યારે તત્કાલિન ધારાસભ્ય મલિંગા તેના સમર્થકો સાથે મદદનીશ એન્જિનિયરની ઓફિસમાં ઘૂસી ગયો હતો અને દલિત એન્જિનિયરને નિર્દયતાથી માર માર્યો હતો. આ હુમલામાં દલિત એન્જિનિયરના શરીરના અનેક હાડકા ભાંગી ગયા હતા. આ મામલે કેસ ચાલી રહ્યો છે, જેમાં ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એસપી સહિત ઘણા પોલીસ અને સરકારી અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. એ વખતે મલિંગાને તત્કાલિન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના ઘરે બોલાવ્યા હતા અને સીએમ હાઉસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં મલિંગા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો.
મલિંગા એન્જિનિયરને મારવાના આરોપને નકારી રહ્યો છે અને તેને પોતાની વિરુદ્ધનું ષડયંત્ર ગણાવી રહ્યો છે. ભાજપમાં જોડાયા બાદ મલિંગાએ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમની સામે ખોટો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. સીએમ અશોક ગેહલોતના પ્રેશર પોલિટિક્સના કારણે આવું કરવામાં આવ્યું હતું. મલિંગાએ એન્જિનિયરો પર હુમલાના કેસનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે મેં આ કેસના તપાસ અધિકારીને બદલવાની માંગ કરી ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં મારી વાત સાંભળવામાં આવી ન હતી.
ડાકુ જગનની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો
ધારાસભ્ય ગિરીરાજ મલિંગા 2022ની શરૂઆતમાં ચંબલના કુખ્યાત ડાકુની ધમકીને કારણે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે ડાકુ જગન સિંહ ગુર્જરનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં જગને મલિંગા વિશે વાંધાજનક ટિપ્પણી કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જગનનો વીડિયો સામે આવ્યા બાદ મલિંગાએ પણ જવાબ આપ્યો હતો કે જો જગનની બંદૂકમાંથી ગોળીઓ ચાલે છે તો મારી બંદૂકમાં પણ પાણી નથી ભર્યું.
આ પણ વાંચો: હરિયાણામાં કોંગ્રેસ 10 વર્ષ પછી પણ ભાજપનો કિલ્લો કેમ ન ભેદી શકી?