નડિયાદમાં ડૉ.આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાની માંગે જોર પકડ્યું

સંતરામ રોડ પર આવેલી ડો.આંબેડકરની અર્ધકાર પ્રતિમાને બદલીને પૂર્ણ કદની પ્રતિમા મૂકવા કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઈ.

નડિયાદમાં ડૉ.આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા મૂકવાની માંગે જોર પકડ્યું

નડિયાદ શહેરમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા સ્થાપવા માટે સ્થાનિક બહુજન કાર્યકરો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. એડવોકેટ દિનેશ રાઠોડ દ્વારા નડિયાદના સંતરામ રોડ પર હાલમાં સ્થાપિત અર્ધકદની પ્રતિમાને બદલવાની માંગ સાથે મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, નડિયાદમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓની પૂર્ણ કદની પ્રતિમાઓ છે, પરંતુ ભારતરત્ન ડૉ.આંબેડકરની માત્ર અર્ધકદની પ્રતિમા છે. હાલનું વર્ષ 'બંધારણ વર્ષ' તરીકે ઉજવાઈ રહ્યું છે ત્યારે બંધારણના ઘડવૈયા અને વિશ્વવિભૂતિ એવા બાબાસાહેબની પૂર્ણ કદની પ્રતિમા હોવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે.

ખેડા જિલ્લાના વડા મથક અને હવે મહાનગરપાલિકા બનેલા નડિયાદમાં આ પરિવર્તન શહેરનું ગૌરવ વધારશે. ડૉ. આંબેડકર માત્ર દેશના જ નહીં પરંતુ વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને તેમની પ્રતિમા અન્ય મહાન નેતાઓની જેમ પૂર્ણ કદની હોવી જોઈએ તેવી લાગણી દિનેશભાઈ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકર ન હોત તો ફૂલે દંપતિનો સંઘર્ષ પણ ઈતિહાસમાં દટાઈ ગયો હોત


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.