સ્વયં સૈનિક દળ દ્વારા ગુજરાતમાં 14મી એપ્રિલ ની તૈયારી કેવી છે?
ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતના સૌથી મોટા બહુજન સંગઠન SSD દ્વારા થઈ રહેલી તૈયારીઓની વાત કરીએ.
ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ગુજરાત સહિત દેશભરમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાતમાં સૌથી મોટો કાર્યક્રમ સ્વયં સૈનિક દળ(SSD) દ્વારા ગાંધીનગરમાં યોજાવાનો છે. જ્યાં સમગ્ર ઉત્તર ગુજરાતના SSD યોદ્ધાઓ ઉમટી પડવાના છે. આ સિવાય આ સંગઠન દ્વારા ગુજરાતના દરેક જિલ્લામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમો પણ યોજાવા જઈ રહ્યાં છે. જ્યારે રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ રાજધાની દિલ્હીમાં યોજાવાનો છે. જેમાં ભાગ લેવા માટે અનેક કાર્યકરો અને ભીમયોદ્ધાઓ અઠવાડિયા અગાઉ જ ત્યાં પહોંચી ગયા છે અને કામગીરી શરુ કરી દીધી છે.
સ્વયં સૈનિક દળને ગુજરાતનું બહુજન સમાજનું સૌથી મોટું સંગઠન માનવામાં આવે છે. તેના સેંકડો કાર્યકરો જેમાં મહિલાઓ, યુવાનો, વડીલો અને બાળકો પણ સામેલ છે તેમના દ્વારા 14મી એપ્રિલની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ કરી દેવામાં આવે છે. અહીં આ સંગઠનના કાર્યકરો કેવી મહેનત કરી રહ્યાં છે, ગામે ગામ જઈને પોસ્ટરો લગાવી રહ્યાં છે, બહુજન મહોલ્લાઓમાં જઈને સમાજને જાગૃત કરી રહ્યાં છે તેની તસવીરી ઝલક રજૂ કરીએ છીએ. આશા છે બહુજન સમાજના છેવાડાના માણસને આ તસવીરોમાંથી કંઈક પ્રેરણા મળશે. આ તસવીરો મોટાભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં કામ કરતા એસએસડીના સ્વયંસેવકોની છે. તેમની મહેનતને સલામ. દરેક સ્થળ કે ગામનું નામ યાદ રાખી શકાયું નથી તેના માટે દિલગીર છીએ.
આ પણ વાંચોઃ અમદાવાદના નિકોલમાં બેઘર થયેલા સેંકડો ઓબીસી પરિવારોની હૃદયદ્રાવક તસવીરો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Shankar Dungariyaભારતીય સંવિધાન સંસારનું સર્વોતમ સંવિધાન છે. સંવિધાન નો એના હાર્દ સમો ન્યાયિક અમલ થાય તો આ સંવિધાન ની સાથે ભારત સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમનું "વિકસિત રાષ્ટ્ર" બની શકે છે.
-
CHIRAGBHAI KISHOR BHAI SHINGRAKHIAજય ભીમ નમો બુદ્ધાય
-
Parmar Raghubhai revabhaiJay bhim
-
Parmar Raghubhai revabhaiJay bhim
-
Mr rathodJay bhim????????✍️✍️