મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ Indian Express ને આપેલી એક મુલાકાતમાં દલિત અને આદિવાસી સમાજના મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે, અનુસૂચિત જાતિ (SC) ના લોકોને હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરવો પડે છે. ખડગેએ મોદી સરકાર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના પુરોગામી રામનાથ કોવિંદને ‘અપમાનિત’ કરવાનો આરોપ મૂક્યો છે કારણ કે "તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે". તેમણે કહ્યું કે મુર્મુને અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જ્યારે કોવિંદને નવા સંસદ ભવનનો શિલાન્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી.
ખડગેએ વધુમાં કહ્યું કે, "આજે પણ મારી સમાજના લોકોને બધાં મંદિરોમાં જવાની મંજૂરી નથી. રામ મંદિર છોડો, ગમે ત્યાં જાઓ, મારા સમાજના લોકોના મંદિર પ્રવેશ પર મારામારી થઈ રહી છે. ગામમાં નાના-મોટા મંદિરો છે ત્યાં જવાની પરવાનગી નથી. તમે પીવાનું પાણી નથી આપતા, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ નથી દેતા. એક વરરાજાને પણ સહન નથી કરી શકતા જે ઘોડા પર બેસીને પરણવા જાય છે. લોકો તેને નીચે ઉતારી મૂકે છે અને મારે છે. એવામાં તમે મારી પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકો છો? જો હું રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં જાત તો શું તેઓ સહન કરી શકત?
ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીના એ આરોપને પણ ફગાવી દીધો હતો કે કોંગ્રેસ રાજકીય મજબૂરીઓને કારણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી દૂર રહી હતી. આ મામલે તેમણે કહ્યું હતું કે, હજુ પણ અનુસૂચિત જાતિના લોકોને ઘણાં મંદિરોમાં જવાની મંજૂરી નથી, એવામાં જો હું અયોધ્યા ગયો હોત તો શું તેઓ સહન કરી શક્યા હોત?
આ પણ વાંચો:કે.આર. નારાયણનો જન્મદિવસઃ ભારતના પહેલા દલિત રાષ્ટ્રપતિ બનવા સુધીની સફર આસાન નહોતી
તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ કોંગ્રેસ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વસમાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવા પર ભાજપ પર નિશાન સાધતી રહી છે. ફેબ્રુઆરી 2024માં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દલિતો અને આદિવાસીઓનું અપમાન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન પ્રતાપગઢમાં આ આરોપો લગાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે, અદાણી, અંબાણી અને અભિતાભ બચ્ચનને આ સમારોહમાં આમંત્રણ આપીને મોદીએ સંદેશ આપ્યો કે દેશની 73 ટકા વસ્તીનું કોઈ મહત્વ નથી.
જ્યારે ખડગેને પૂછવામાં આવ્યું કે શું તેમણે પછીથી વિચાર્યું કે તેમણે આ સમારોહમાં ભાગ લેવો જોઈતો હતો? તો તેમણે કહ્યું કે આ વ્યક્તિગત માન્યતાનો વિષય છે. જે ચાહે તે કોઈપણ દિવસે જઈ શકે છે. મોદી પૂજારી નથી. તેમણે રામ મૂર્તિની સ્થાપનાનું નેતૃત્વ કેમ કરવું જોઈએ? મોદીજીએ આ માત્ર રાજકીય હેતુ માટે કર્યું હતું. મંદિરનું ત્રીજા ભાગનું કામ હજુ પૂર્ણ થયું નથી. શું આ રાજકીય કાર્ય છે કે ધાર્મિક કાર્ય? તમે ધર્મને રાજકારણ સાથે કેમ ભેળવી રહ્યા છો? વાતચીતમાં ખડગેએ મોદી સરકારના 400 સીટો પાર કરવાના દાવાને પણ ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે ત્રીજી ટર્મનું તેમનું સપનું પૂરું નહીં થાય. કારણ કે લોકો પરિવર્તન માટે આતુર છે.
આ પણ વાંચો:રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતની ચૂંટણીમાં ‘બાપ’ની એન્ટ્રી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Jayesh mevadaRight ????????
-
Parmar Gulab bhaiYes, ???? right sir, there's lot of untouchability with us, peoples ofuper cast having mind set up till time ,they're not origin Indian but we the both are ( SC/ST are origin as proves in genetic samples
-
Suresh jadavઆઝાદ ભારતમાં આ દેશની પ્રથમ વ્યક્તિ એટલે કે રાષ્ટ્રપતિની પરિસ્થિતિ જો આવી હોયતો ભારતના ગામડાઓના ગરીબ, દલિત અને આદિવાસીઓ ની શું સ્થિતિ હશે???? એ વિચારવું રહ્યું.