NOTA ને ઈન્દોરમાં બે લાખથી વધુ મત મળ્યાં
ભાજપે છેલ્લી ઘડીએ ઈન્દોરમાં પણ સુરત જેવો કાંડ કરીને ઈન્દોરની પ્રજાનો મત આપવાનો હક છીનવવા પ્રયાસ કર્યો હતો. જેનો આક્રોશ અહીં નોટા સ્વરૂપે દેખાયો છે.
નોટાએ ઈન્દોરમાં લોકસભા ચૂંટણીની મતગણતરીના દિવસે રેકોર્ડ બનાવ્યો છે અને તેની સાથે જ ઈન્દોર લોકસભા સીટ પર દેશમાં સૌથી મોટા માર્જિનથી જીતનો રેકોર્ડ પણ બન્યો છે. નોટા માટે ઈન્દોરમાં સૌથી મોટી જીત હાંસલ કરવાનો અને દેશમાં સૌથી વધુ મત મેળવવાનો નવો રેકોર્ડ સર્જાયો છે.
ચૂંટણી પંચના ડેટા અનુસાર લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે મતોની ગણતરી ચાલી રહી છે. તેમજ મતદારો પાસે તમામ ઉમેદવારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરવાનો વિકલ્પ નોટા એટલે None of the above ને ઈન્દોરમાં ૨ લાખથી વધુ મત મળ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે નોટાને લગભગ ૧.૬૨ ટકા વોટ મળ્યા છે. તે જ સમયે, ભાજપને લગભગ ૬૦ ટકા વોટ મળ્યા હતા. તમને જણાવી દઈએ કે નોટાનો આ પહેલો નોંધપાત્ર મામલો નથી. ૨૦૧૯માં, ઈન્દોરમાં ૬૯.૩૧ ટકા મતદાન થયું હતું. જેમાં ૫,૦૪૫ મતદારોએ નોટાને પસંદ કર્યું હતું. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે થયું? નોટાને આટલી મોટી સંખ્યામાં વોટ કેવી રીતે મળ્યા?
કોંગ્રેસે અભિયાન છેડ્યું, લોકોએ અપનાવી લીધું
હકીકતમાં, એક અભૂતપૂર્વ પગલું લેતા કોંગ્રેસે મતદારોને નોટાનો વિકલ્પ પસંદ કરવાનો આગ્રહ કરતા એક અભિયાન શરૂ કર્યુ હતું. કારણકે તેના ઉમેદવાર અક્ષય કાંતિ બામે ૨૯ એપ્રિલે અંતિમ સમયે લોકસભા ચૂંટણીથી પોતાનું નામાંકન પાછુ લઈ લીધું હતું. જેનાથી પાર્ટી પાસે વૈકલ્પિક ઉમેદવાર ઉભો કરવાનો સમય બચ્યો નહતો.
હાલના નિયમો અનુસાર, જો નોટાને કોઈ મતવિસ્તારમાં સૌથી વધુ મત મળે છે, તો બીજા નંબરના સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો નોટા ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર શંકર લાલવાણીથી આગળ થઈ જાય, તો પણ લાલવાણી લોકસભાના સાંસદ બનશે. કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર, તે આ લડાઈમાં પ્રતીકાત્મક જીત માટે ઉતરી છે અને લડાઈ વિના હાર સ્વીકારવા તૈયાર નથી. ભાજપના લાલવાણી ઈન્દોરના વર્તમાન સાંસદ છે. જેમણે ૨૦૧૯માં આ બેઠક ૫.૪ લાખ મતોના માર્જિનથી જીત મેળવી હતી.
આ પણ વાંચો: ભારતની ચૂંટણી પર વિદેશી મીડિયા શું કહે છે?