હવે અમેરિકામાં અમિત શાહ વિરુદ્ધ આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા

ભારતના બાદ હવે અમેરિકામાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડો.આંબેડકર વિરુદ્ધ કરેલા નિવેદનના વિરોધમાં આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા અને માફીની માગણી કરી.

હવે અમેરિકામાં અમિત શાહ વિરુદ્ધ આંબેડકરવાદીઓ રસ્તા પર ઉતર્યા
image credit - Google images

ભારત પછી હવે અમેરિકામાં પણ આંબેડકરવાદીઓમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. ન્યૂયોર્કમાં આંબેડકરવાદીઓ દ્વારા તાજેતરમાં કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ હવે 4 જાન્યુઆરીએ અમેરિકાના ટેક્સાસના ડલ્લાસમાં આંબેડકરવાદીઓએ અમિત શાહની વિરુદ્ધમાં મોટો વિરોધ નોંધાવ્યો હતો. અહીંના સિટી હોલમાં 150થી વધુ આંબેડકરવાદીઓ ભેગા થયા હતા અને અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

સંસદમાં બંધારણ પર ચર્ચા દરમિયાન અમિત શાહે જે રીતે બાબાસાહેબ પર ટિપ્પણી કરી, તેનાથી માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેતા આંબેડકરવાદીઓએ તેમની વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે તે સ્પષ્ટ છે. અને તેઓ કોઈ પણ સંજોગોમાં અમિત શાહને માફ કરવાના મૂડમાં નથી.

ખાસ વાત એ હતી કે આ વિરોધ પ્રદર્શનમાં દલિત સમુદાય ઉપરાંત લઘુમતી સમુદાયના લોકોએ પણ ભાગ લીધો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે બાબાસાહેબ આંબેડકર વિના ભારતની કલ્પના પણ કરી શકાતી નથી. આ દરમિયાન આંબેડકરવાદીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી અમિત શાહ માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધ બંધ થવાનો નથી.

ઉલ્લેખનીય છે કે, સંસદમાં અમિત શાહે કહ્યું હતું કે, "આજકાલ એક ફેશન થઈ ગઈ છે, આંબેડકર,આંબેડકર,આંબેડકર..આટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જન્મો સુધી સ્વર્ગ મળી જાત." તેમના આ નિવેદન બાદ દેશભરમાં આંબેડકરવાદીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. અનેક શહેરોમાં અને ગામડાઓમાં પણ અમિત શાહ વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને દેખાવો કરી તેમની માફીની માગણી કરી હતી. જો કે, હજુ સુધી અમિત શાહે આ મામલે માફી નથી. એ સ્થિતિમાં ફરી આ મુદ્દે ચગે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો: અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Jeshingbhai
    Jeshingbhai
    That's Ambedkarism. Salute
    6 months ago
  • Vaghela Amarsinh
    Vaghela Amarsinh
    Vah Amit Shah tame to videsh ma pan femous thava lagya... Ek gunda raj ma politician ne ana thi vadhare shu joiye... Virodh karvo saro... પણ એનાથી સામે વડા ને ફાયદો થશે કે નુકશાન એ વિચારવું જરૂરી.... Politician Che ya koi sajjan ae jani ne aene lagto vagto virodh pradarshan karvo jaruri... Ghani var apno virodh same vada mate faydamand pan sabit thayi shake... Jay Bheem ????????☝️????????
    6 months ago