અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો

30મી ડિસેમ્બરે અમદાવાદ ખાતે નવા 6000 વકીલોનો શપથ ગ્રહણ સમારોહ યોજાવાનો છે, જેમાં અમિત શાહ મુખ્ય મહેમાન હોવાથી વકીલોમાં કાર્યક્રમનો વિરોધના સૂર ઉઠ્યાં છે.

અમિત શાહ સામે હવે ગુજરાત બાર કાઉન્સિલના વકીલે મોરચો માંડ્યો
image credit - Google images

A lawyer from Gujarat has filed a protest against Amit Shah : ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનની અસર તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં ગુજરાત બાર કાઉન્સિલ (BCG) દ્વારા 30 ડિસેમ્બરે આયોજિત જાહેર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની ચિમકીઓ ઉચ્ચારાઈ રહી છે. કેમ કે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અમિત શાહને આમંત્રણ આપવામાં આવ્યું છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એક વકીલ સભ્ય પરેશ વાઘેલાએ અમિત શાહનો વિરોધ કરીને સમગ્ર કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે. વાઘેલાએ કહ્યું કે જો અમિત શાહ તેમના ડૉ.આંબેડકર અંગેના કથિત અપમાનજનક નિવેદનને લઈને માફી નહીં માંગે તો તેઓ આ કાર્યક્રમનો ભાગ નહીં બને. તેમણે કહ્યું, "તમે તે વ્યક્તિનું અપમાન કર્યું છે જેના નેતૃત્વમાં બંધારણ ઘડવામાં આવ્યું હતું. તમારે ત્રણ દિવસ સુધીમાં માફી માંગવી પડશે. જો તમે આમ નહીં કરો, તો તમે જે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છો, ત્યાં હું શું કામ હાજર રહું?"

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકરનું બંધારણ ન હોત તો અમિત શાહ ભંગાર વેચતા હોત : સિદ્ધારમૈયા

ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા 30મી ડિસેમ્બરે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી અમદાવાદ ખાતે નવા વકીલોના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6,000 નવા વકીલો શપથ લેશે.

વાઘેલાએ કહ્યું કે, "મેં એક દલિત અને આંબેડકરવાદી તરીકે આ નિર્ણય લીધો છે. તેને કોંગ્રેસ સાથે કોઈ લેવાદેવા નથી. મારી લાગણીઓને ઠેસ પહોંચી છે, તેથી મેં આ નિર્ણય લીધો છે."
દરમિયાન BCG પ્રમુખ જેજે પટેલે વાઘેલા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, "વાઘેલા કોંગ્રેસના સમર્થક છે. તેઓ કોંગ્રેસના લીગલ સેલના પદાધિકારી છે. જો તેઓ રાજકીય રીતે વિરોધ કરવા માંગતા હોય તો તે તેમનો અધિકાર છે, પરંતુ તે BCGના મંચ પરથી ન થવો જોઈએ. "

પટેલે એમ પણ કહ્યું હતું કે BCGની તમામ બોર્ડ મીટિંગમાં વાઘેલા હાજર રહ્યા હતા, જ્યાં એવો નિર્ણય લેવાયો હતો કે આ કાર્યક્રમ અમિત શાહના નેતૃત્વમાં યોજાશે અને ત્યારબાદ વાઘેલાએ સંમતિ આપી દીધી હતી.

પટેલે જણાવ્યું હતું કે BCG આ કાર્યક્રમનું સંપૂર્ણ તાકાત સાથે આયોજન કરશે અને ગુજરાતમાંથી રેકોર્ડ સંખ્યામાં વકીલો તેમાં ભાગ લેશે.

આ પણ વાંચોઃ અમિત શાહે ડૉ.આંબેડકર સામે કરેલા નિવેદનનો હવે વિદેશોમાં પણ વિરોધ

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના વિધાનસભા મંત્રી રૂષિકેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન મનન કુમાર મિશ્રા, ભારત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ગુજરાતના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના બંધારણના 75 વર્ષ પુરા થવા પર મંગળવારે રાજ્યસભામાં ચર્ચા દરમિયાન અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈને દેશભરમાં ડો.આંબેડકરના ચાહકોમાં રોષ ફાટી નીકળ્યો છે. એટલું જ નહીં, વિદેશમાં પણ અમિત શાહનો વિરોધ થઈ રહ્યો છે. વિપક્ષોએ શાહના નિવેદનનો વિરોધ કર્યો અને તેને આંબેડકરનું અપમાન ગણાવ્યું છે. એ પછી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર તેમના વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હજુ સુધી તેમણે આ મામલે કોઈ પસ્તાવો નથી કર્યો કે માફી નથી માંગી. જેના કારણે આંબેડકરવાદીઓમાં ભારે રોષ છે.

આ પણ વાંચોઃ સાવરકરના ઘોર વિરોધી ડો.આંબેડકર અમિત શાહને ક્યાંથી ગમે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Ahir Harishbhai. A.
    Ahir Harishbhai. A.
    Tadipar. Mate. Hu. Amit shah no Virogh. Karu. Su. Jay. Bhim
    4 months ago
  • Ahir Harishbhai. A.
    Ahir Harishbhai. A.
    Tadipar. Mate. Hu. Amit shah no Virogh. Karu. Su. Jay. Bhim
    4 months ago