મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ કરનારા સામે FIR નોંધવા આદેશ
ગુજરાતના એક રમખાણગ્રસ્ત ગામમાં મુસ્લિમોના બહિષ્કારની હાકલ કરનારા અનેક લોકો સામે કોર્ટે પોલીસને એફઆઈઆર નોંધવા આદેશ કર્યો છે.
પાટણની એક કોર્ટે અહીંના એક ગામમાં મુસ્લિમ સમાજનો બહિષ્કાર કરવાની હાકલ કરનાર અનેક લોકો સામે એફઆઈઆર નોંધવા પોલીસને આદેશ આપ્યો છે. ગયા વર્ષે જુલાઈ 2023માં અહીં થયેલા રમખાણો બાદ સોશિયલ મીડિયામાં અહીંના કેટલાક કોમવાદી લોકોએ મુસ્લિમ સમાજનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.
ઘટના પાટણ જિલ્લાના બાલીસણા ગામની છે. જ્યાં કોમવાદી તત્વોની મુસ્લિમોના આર્થિક બહિષ્કારની હાકલ બાદ ઘણાં મુસ્લિમોએ પોતાની આજીવિકા ગુમાવી દીધી છે અને કેટલાક લોકોએ ગામ છોડી દીધું છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ મેજિસ્ટ્રેટ એચ.પી. જોશીએ પોલીસને આ સંદર્ભે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ આ કેસ ગામની એક વ્યક્તિ મકબૂલ હુસૈન શેખના આરોપો પર આધારિત હતો. તેમણે દાવો કર્યો હતો કે પોલીસે મુસ્લિમ સમાજની આર્થિક બહિષ્કારની હાકલ મુદ્દે થયેલી ફરિયાદ પર કોઈ ધ્યાન આપ્યું નથી. આથી મેજિસ્ટ્રેટ જોષીએ પોલીસને નફરત અને સાંપ્રદાયિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ગુનાહિત ષડયંત્ર અને સામાન્ય કાર્યસૂચિને આગળ વધારવા સંબંધિત કલમો હેઠળ આ સંબંધમાં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, બાલીસણા ગામમાં ૧૬ જુલાઈ, ૨૦૨૩ના રોજ થયેલી કોમી હિંસા બાદ મકબૂલ હુસેન શેખે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પાટણ એસપીને તેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે એક વીડિયોમાં પટેલ જાતિના કેટલાક લોકો અન્ય ગ્રામજનોને મુસ્લિમો વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનની દુર્દશા વચ્ચે એક દલિત દીકરીએ ઈતિહાસ રચ્યો
ફરિયાદીના જણાવ્યા મુજબ, પટેલોએ મુસ્લિમોને ગામની બજારમાં ભાડે આપેલી દુકાનોમાંથી બહાર કાઢવા માટે તેમના કોન્ટ્રાક્ટરને ખતમ કરીને તેમનો આર્થિક બહિષ્કાર કરવાની હાકલ કરી હતી.
આ મામલે મકબૂલ હુસેન શેખે વાયરલ વીડિયોના આધારે પોલીસને ફરિયાદ કરી હતી, પણ પોલીસે તેને ધ્યાન પર લીધી નહોતી. એ પછી તેમણે કથિત ઉશ્કેરણીજનક વીડિયોના આધારે દુશ્મનાવટ અને આઇટી એક્ટને લગતી કલમો હેઠળ એફઆઈઆરની માંગણી સાથે પાટણ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
શેખે વાયરલ થયેલા વીડિયોના આધારે કોર્ટમાં કેસ નોંધવાની ભલામણ કરી હતી. જેના પર કોર્ટે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. લોકોના નિવેદનો નોંધ્યા બાદ પોલીસે કોર્ટને કહ્યું કે મુસ્લિમ સમુદાયના લોકોએ શાંતિ ભંગ કરી હોવાથી બહિષ્કાર કર્યો હતો. જો કે, ફરિયાદી મકબુલે કહ્યું કે બહિષ્કાર બાદ ઘણાં મુસ્લિમોએ તેમની આજીવિકા અને દુકાનો ગુમાવી દીધી છે.
આરોપીએ દલીલ કરી હતી કે તેણે ગ્રામજનોને કેટલાક ભાડા કરાર રદ કરવા માટે પણ સૂચન કર્યું હતું, પરંતુ તેણે ક્યારેય કોઈ દુકાન-માલિકને મુસ્લિમ ભાડૂતોને બહાર કાઢવા દબાણ કર્યું નથી.
જો કે, ફરિયાદીના વકીલ યુસુફ શેખે કેટલાક મુસ્લિમોના નિવેદનો રજૂ કર્યા હોવાથી કોર્ટે પોલીસ રિપોર્ટ પર વિશ્વાસ કર્યો ન હતો. કોર્ટે સ્વીકાર્યું કે વીડિયો ક્લિપ જોયા બાદ સ્પષ્ટ છે કે મુસ્લિમોને દુકાનો ખાલી કરાવવા માટે મનાવવામાં આવી રહ્યા છે. આ પછી કોર્ટે બાલીસણાના પોલીસ સબ ઈન્સ્પેક્ટરને FIR નોંધીને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
સાથે જ બાલીસણા પોલીસ સ્ટેશનના મહિલા અધિકારી જે.એસ.ચૌધરીએ જણાવ્યું હતું કે પાટણ સિવિલ કોર્ટે આદેશ આપ્યો છે અને સત્તાવાર આદેશ હજુ આવ્યો નથી. પરંતુ મને માહિતી મળી છે કે એક વર્ષ પહેલા બે સમુદાયો વચ્ચે હિંસા થઈ હતી, કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ સમુદાયના આર્થિક બહિષ્કાર અંગે કેસ નોંધવામાં આવશે. કોર્ટ કોપી મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ધર્મ પરિવર્તન ચાલુ રહ્યું તો બહુમતી લઘુમતી થઈ જશેઃ અલ્હાબાદ હાઈકોર્ટ