અજમેર શરીફ દરગાહ મોદીના જન્મદિવસે 4000 કિલોનું લંગર તૈયાર કરશે
17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ છે ત્યારે અજમેર શરીફ દરગાહે મોટું આયોજન કરીને સૌને ચોંકાવી દીધા છે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) ૧૭ સપ્ટેમ્બરે(17th September) તેમનો ૭૪મો જન્મદિવસ(Birthday) ઉજવશે. અજમેર શરીફ દરગાહે(Ajmer Sharif Dargah) આ પ્રસંગે એક મોટી જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ ૧૭ સપ્ટેમ્બરે અજમેર શરીફ દરગાહમાં 4000 કિલો શાકાહારી ભોજન(Vegetarian food)નું લંગર તૈયાર કરીને તેનું વિતરણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને સેવા પખવાડિયાની સાથે અજમેર શરીફ દરગાહ ખાતે ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ મોટી શાહી દેગનો ઉપયોગ કરવામાં આવશે અને 4000 કિલો શાકાહારી લંગર(4000 kg of prasad) તૈયાર કરવામાં આવશે. દરગાહના અધિકારીઓએ જણાવ્યું છે કે દરગાહની આ પરંપરા 550 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવે છે.
શુદ્ધ ઘી, સૂકામેવાથી પ્રસાદ તૈયાર થશે
અજમેર શરીફના સૈયદ અફશાન ચિશ્તી(Syed Afshan Chishti)એ જણાવ્યું હતું કે આ દિવસે લોકોને શાકાહારી ભોજનનું વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદીના જન્મદિવસ પર દેશના ધાર્મિક સ્થળો પર સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અમે 4000 કિલો શાકાહારી ભોજન તૈયાર કરીશું, જેમાં શુદ્ધ ચોખાની સાથે ઘી, સૂકોમેવાનો ઉપયોગ કરવામાં આવશે. લંગરનો પ્રસાદ શિક્ષકો અને ગરીબોમાં વહેંચવામાં આવશે.
આ પણ વાંચો: આઝાદી પછી પહેલીવાર, મુસ્લિમ મંત્રી વિનાની ભારત સરકાર
સૈયદ અફશાન ચિશ્તીએ કહ્યું કે અમે પીએમ મોદીના જન્મદિવસ પર તેમના લાંબા આયુષ્ય માટે પણ પ્રાર્થના કરીશું. સમગ્ર લંગરનું આયોજન Indian Minorities Foundation અને અજમેર શરીફના Chishti Foundation દ્વારા કરવામાં આવી રહ્યું છે.
રાત્રે 10.30 કલાકે ભોજન વિતરણ શરૂ થશે
દરગાહના અધિકારીઓએ કહ્યું છે કે દેગ ચડાવવાથી લઈને ભોજન વિતરણ સુધીની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ શ્રદ્ધા અને કાળજી સાથે પૂર્ણ કરવામાં આવે છે. તેના દ્વારા હજારો ભક્તો અને સાધકોને સેવા પૂરી પાડવામાં આવે છે. આ સમારોહ રાત્રે ૧0:૩૦ વાગ્યે હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી(Hazrat Khwaja Moinuddin Chishti)ની દરગાહની અંદર મોટી શાહી દેગના પ્રકાશ સાથે શરૂ થશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાંતિ, એકતા, સમૃદ્ધિ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.
સવાર સુધી ભોજન વિતરણ ચાલુ રહેશે
દરગાહના અધિકારીઓએ માહિતી આપી છે કે ભોજનનું વિતરણ સવાર સુધી ચાલુ રહેશે. જેથી તમામ ઉપસ્થિત લોકો અને આસપાસનો સમાજ પ્રસાદમાં ભાગ લઈ શકે. સ્વયંસેવકો વ્યવસ્થિત રીતે તેનું વિતરણ કરવામાં મદદ કરશે.
અધિકારીઓએ જણાવ્યું કે કાર્યક્રમ રાષ્ટ્ર અને સમગ્ર માનવતાના કલ્યાણ માટે કૃતજ્ઞતા અને એકતાની પ્રાર્થના સાથે સમાપ્ત થશે. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીનું પ્રતીક નથી પરંતુ સેવા અને સમુદાય કલ્યાણની ભાવનાને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો: મુસ્લિમ યુવકે ધસમસતા પૂર વચ્ચે જીવ જોખમમાં મુકી પૂજારીનો જીવ બચાવ્યો