ઈતિહાસના પાનામાં શોધી બતાવો આઝાદીમાં RSS ભાજપનું શું યોગદાન છે?

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડો.આંબેડકરના અપમાનથી લઈને આઝાદીની ચળવળમાં સંઘ-ભાજપના યોગદાનને લઈને આકરા પ્રહારો કર્યા છે.

ઈતિહાસના પાનામાં શોધી બતાવો આઝાદીમાં RSS ભાજપનું શું યોગદાન છે?
image credit - Google images

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ ભાગ લીધો નહોતો. ખડગેએ તેમને પડકાર ફેંક્યો કે ઈતિહાસમાં શોધી બતાવો કે આઝાદીના આંદોલનમાં સંઘ અને ભાજપની ભાગીદારી કેટલી શું હતી.

ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કોંગ્રેસે ડો.આંબેડકરનું અપમાન કર્યું હોવાના ભાજપના આક્ષેપોના જવાબમાં કહ્યું, “કોંગ્રેસે ડૉ. આંબેડકરના સન્માન માટે જે કર્યું તે કદાચ બીજું કોઈ કરી શક્યું ન હોત. તેમને મુંબઈથી બંધારણ સભામાં લાવવા માટે કોંગ્રેસે તેના સભ્ય એમ.આર. જયકર પાસેથી રાજીનામું માંગી લીધું હતું. બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષપદ માટે બાબાસાહેબ ડૉ. આંબેડકરનું નામ કોંગ્રેસે સૂચવ્યું હતું અને ભારત સરકારમાં દેશના પ્રથમ કાયદા પ્રધાન બનાવવામાં પણ પોતાનો ટેકો આપ્યો હતો.

ખડગેએ વધુમાં કહ્યું, 'બાબાસાહેબ બોમ્બેથી બે વાર રાજ્યસભામાં ચૂંટાયા હતા. પહેલીવાર ૩ એપ્રિલ ૧૯૫૨ થી ૨ એપ્રિલ ૧૯૫૬ની વચ્ચે. બીજીવાર ૩ એપ્રિલ ૧૯૫૬ના રોજ તેઓ ફરીથી રાજ્યસભાના સભ્ય બન્યાં પરંતુ ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ તેમનું અવસાન થયું. કોંગ્રેસ ઇચ્છતી હતી કે બાબાસાહેબ સન્માન સાથે રાજ્યસભામાં પહોંચે, તેથી જ તેઓ બે વાર રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ જીત્યા હતા. ભાજપના લોકો એવું જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરે છે કે કોંગ્રેસે ડો.આંબેડકરની કોઈ પ્રતિમા સ્થાપિત કરી નથી. ૨ એપ્રિલ ૧૯૬૭ના રોજ કોંગ્રેસ સરકારે બાબાસાહેબના માનમાં સંસદ ભવનમાં તેમની સૌથી મોટી પ્રતિમા સ્થાપિત કરી હતી. તે સમયે ડૉ. એસ.રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા અને સરદાર હુકુમ સિંહજી, જે લોકસભાના અધ્યક્ષ હતા, તેમણે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

ખડગેએ કહ્યું, 'ભાજપ આરએસએસ અને તેમના પૂર્વજોએ ભારતીય રાષ્ટ્રધ્વ, આપણા બંધારણ, અશોક ચક્ર, બાબાસાહેબ આંબેડકર અને આપણા સ્વતંત્રતા સંગ્રામનો વિરોધ કર્યો હતો. RSS એ 52 વર્ષ સુધી નાગપુર સ્થિત તેના મુખ્યાલય પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નહોતો અને કોર્ટના આદેશને પગલે તેને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ફરજ પડી હતી. રામલીલા મેદાનમાં ભાજપ, આરએસએસ અને તેમના પૂર્વજોએ ગાંધીજી, નેહરુ અને ડૉ.આંબેડકરના પુતળા સાથે ભારતના બંધારણની નકલોનું દહન કર્યું હતું. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ ઇતિહાસ વાંચે અને રાષ્ટ્રીય ચળવળમાં તેમની ભૂમિકા શું હતી તે જણાવે.

આ પણ વાંચો: મારા સમાજને મંદિરોમાં જવા નથી દેતા, મને કેવી રીતે સહન કરે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.