ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠાના માલગઢ ગામે વાલ્મિકી સમાજના યુગલોનો પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 16 જેટલા યુગલોમાં પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

ડીસાના માલગઢમાં વાલ્મિકી સમાજનો પ્રથમ સમૂહલગ્ન કાર્યક્રમ યોજાયો

લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે આજે વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહલગ્ન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી સંસારની શરૂઆત કરી હતી.

ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરીયા ઢાંણીમાં આવેલા ભૈરવ દાદાના મંદિરે રવિવારે ડીસા તાલુકો વાલ્મિકી સમાજ સમૂહલગ્ન ચેરીટેબલ ટ્રસ્ટ, માલગઢ ગામના વાલ્મિકી સમાજના ભાઈઓના સહકારથી પ્રથમ સમૂહ લગ્ન મહેત્સવનું આયોજન કરાયું હતું. જેમાં 16 નવદંપતિઓએ સંસારની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં માળી સમાજના દાતાઓએ દાનની સરવાણી વહેવડાવી હતી. ભોજનના મુખ્ય યજમાન તરીકે સ્વ. કસ્તુરજી વેનાજી સુંદેશા પરિવારે લ્હાવો લીધો હતો.

આ પ્રસંગે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, વાલ્મિકી સમાજના સમૂહ લગ્નના પ્રમુખ રમેશચંદ્ર મેજીયાતર, ઉપપ્રમુખ અમરતભાઈ મકવાણા, મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, મહામંત્રી જયંતિભાઈ મકવાણા, ખજાનચી ચંદુભાઈ ડાલવણીયા, કન્વીનર જગદીશભાઈ પરમાર, માલગઢના સરપંચ ગટુબેન સુંદેશા, ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળી સાથે ગ્રામજનો, કૈલાશધામ ચેરિટેબલ ટ્રસ્ટ સહિત સમસ્ત વાલ્મિકી સમાજ અને માલગઢના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો:કોસંબાના વસાવા પરિવારે બહુજન મહાનાયકોની થીમ પર લગ્નમંડપ સજાવ્યો

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.