ખબરઅંતર.કોમનો આજે સ્થાપના દિવસ...

એક વર્ષ પહેલા અમદાવાદમાં બહુજનોની વસ્તીમાં, બહુજન સમાજ વચ્ચે, બહુજન સમાજના ધુરંધરોએ એકમંચ પર આવીને ખબરઅંતર.કોમને ખૂલ્લું મૂક્યું હતું. કેવી રહી આ સફર તેની વાત કરીએ.

ખબરઅંતર.કોમનો આજે સ્થાપના દિવસ...
image credit - khabarantar.com

આજે 15મી ઓક્ટોબર 2024. આજથી બરાબર એક વર્ષ પહેલા અમદાવાદના એક દલિત મહોલ્લામાં બહુજન સમાજના ધુરંધરોએ મળીને ખબરઅંતર.કોમનો પાયો નાખેલો. એ ઘડીને આજના દિવસ વચ્ચે ક્યારે એક વર્ષ વીતી ગયું તેની ખબર જ ન પડી. વિશાળ કોર્પોરેટ મીડિયા, ગોદી મીડિયાની ફૌજ અને લેભાગુ પત્રકારોની એક આખી જમાત વચ્ચે બહુજન સમાજના પ્રશ્નોને વાચા આપતું પ્લેટફોર્મ શરૂ કરવું અનેક રીતે પડકારજનક પગલું હતું અને છે. પણ અમે જે થશે તે જોયું જશે, એમ વિચારીને કૂદી પડ્યા હતા. આજે પાછાં વળીને જોઈએ છીએ ત્યારે સમજાય છે કે, એ 'કૂદી પડ્યાં' તેના કારણે જ આજે આ પ્લેટફોર્મ તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.
ખબરઅંતર.કોમે અત્યાર સુધીમાં શું મેળવ્યું તેની વાત કરીએ તો, ગુજરાતના લાખો બહુજનોને પ્રેમ પહેલા જ દિવસથી તેને મળતો થયો હતો, અને તે દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશ-દુનિયાના વિવિધ વિસ્તારોમાં રહેતા હજારો બહુજનો સવારથી લઈ મોડી રાત સુધી પોતાની અનુકૂળતા મુજબ ખબરઅંતર.કોમની મુલાકાત લેતા રહે છે. 


જો કે ગામડાઓમાં વસતા બહુજનો સુધી પહોંચવા માટે આપણે હજુ ઘણી વધારે મહેનત કરવાની જરૂર છે. તેના માટે જરૂરી છે કે આપ સૌ વાચકો ખબરઅંતર.કોમની સ્ટોરી વાંચ્યા બાદ અન્ય મિત્રોમાં શેર કરો.
બહુજનોની સમસ્યા અન્ય સમાજ કરતા અનેક રીતે જુદા પ્રકારની હોવાથી તેને વાચા આપવા માટે માત્ર સારા પત્રકાર હોવું પુરતું નથી, તેની સાથે બહુજન સમાજનો ભાગ હોવું જરૂરી લાગે છે. એટલે જ અહીં જે પણ લેખો, અહેવાલો રજૂ થાય છે તેના લેખકો સો ટકા બહુજન સમાજના હોય તેવો અમારો આગ્રહ અત્યાર સુધી જાળવી શકાયો છે. ખબરઅંતર.કોમ બહુજન સમાજની પીડામાંથી જન્મેલું પ્લેટફોર્મ છે અને એટલે જ તેને જાતિવાદ, અસ્પૃશ્યતાની પીડા કેવી હોય તે સમજાવવાની જરૂર નથી પડતી અને એ જ તેની ખાસિયત છે.

કોઈપણ પ્લેટફોર્મ માટે પહેલી વર્ષગાંઠ અનેક રીતે મહત્વની હોય છે. આ એ સમયગાળો હોય છે, જેમાં તેણે સૌથી વધુ પડકારોનો સામનો કર્યો હોય છે. ખબરઅંતર.કોમ પણ તેમાંથી બાકાત નથી. હજુ પણ ટેકનિકલ, આર્થિક, સામાજિક મોરચે તે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. બહુજન સમાજ આર્થિક મદદ કરવામાં અન્ય સમાજના લોકોની તુલનાએ ઉણો ઉતરે છે તેવી વાતો અનુભવીઓ પાસેથી સાંભળી હતી અને હવે તેનો જાતઅનુભવ પણ કરી રહ્યાં છીએ. આશા છે, સમાજ તેને સમજશે.
આ બધાં પડકારો વચ્ચે બહુજન સમાજના વાચકોનો અવિરત મળતો રહેતો પ્રેમ અમને ટકાવી રાખે છે અને સતત સારું કામ કરતા રહેવાની પ્રેરણા આપતો રહે છે. વાચકોનો પ્રેમ જ એકમાત્ર એવી બાબત છે, જે અમને પ્રતિકૂળ પરિસ્થિતિ અને પડકારો સામે ઝીંક ઝીલવાની હિંમત પુરી પાડે છે. ખબરઅંતર.કોમના વાચકો જ તેની સૌથી મોટી તાકાત છે. જ્યાં સુધી તેમનો પ્રેમ મળતો રહેશે ત્યાં સુધી આ પ્લેટફોર્મને ચાલતું રહેશે. 


આ બધાં વચ્ચે આગામી સમયમાં જે કેટલાક મહત્વના કામો કરવા ધારીએ છીએ તે આ મુજબ છે.
(1) ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકામાં ખબરઅંતર.કોમ પોતાના પ્રતિનિધિની નિમણૂંક કરવા જઈ રહ્યું છે. જો તમે પણ પત્રકારત્વના ક્ષેત્રમાં આગળ વધવા ઈચ્છતા હો તો તૈયાર રહેજો.
(2) બહુજન સમાજના નાનામોટા ધંધા-રોજગાર કરતા લોકોને તેમની પ્રોડક્ટ યોગ્ય ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદ કરવી.
(3) બહુજન સમાજ અને તેના પ્રશ્નોને મજબૂતીથી વાચા આપી શકે તેવા પ્રતિબદ્ધ બહુજન પત્રકારો તૈયાર કરવા. તેના માટે તાલીમ વર્ગો યોજવા.
(4) બહુજન લેખક, કવિઓ અને સાહિત્યકારોને પ્લેટફોર્મ પુરું પાડવું, જેથી તેમના સર્જન અને પ્રતિભાનો લાભ સમાજને મળે.
હાલ આટલા સંકલ્પો સાથે સફરના આગળની સફર તરફ આગળ વધીએ છીએ. પડકારજનક આ સમયમાં આપે જે અવિરત પ્રેમ આપ્યો છે તે આગળ પણ વરસાવતા રહેશો તેવી અપેક્ષા સાથે. જય ભીમ, જય સંવિધાન, નમોઃ બુદ્ધાય.

આ પણ વાંચોઃ બહુજન ન્યૂઝ પોર્ટલનો શુભારંભઃ નિતાંત આવશ્યક છે આપણા પોતાના અવાજનું હોવું


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Devendra Engineer
    Devendra Engineer
    Congratulations ????????. Keep it up.
    1 month ago
  • Vinod Parmar
    Vinod Parmar
    Nice initiative. I am reading your stories. I am heartilly thanking you to entire team for your noble mission dedicated to our sociery.
    1 month ago
  • VANKAR DILIP KUMAR
    VANKAR DILIP KUMAR
    Jay Bhim Namobuddhay Khabarantar.com Apno Khub Khub Abhar Jay Bhim ????????
    1 month ago
  • Jeshingbhai
    Jeshingbhai
    ખબરઅંતર.કોમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન. કારણ કે ખબરઅંતર.કોમએ અત્યાર સુધીમાં જે સમાચારો આપ્યા છે તે સમાચારો અધિકતર કોઈ પણ સાર્વજનિક સમાચાર પત્રોમાં જોવા મળ્યાં નથી. . ખબરઅંતર. કોમ પોતાના નિશ્ચિત નિયમોનુસાર જે રીતે દલિતો સાથે થઈ રહેલ અમાનવીય કૃત્યોને ઉજાગર કરી રહ્યું છે તે સરાહનીય અને સાહસી તેમજ નિષ્ઠાવાન છે. હું તેનો નિયમિત રીડર અને પ્રચારક અને પ્રસારક છું. મને આ ઇ-મેગેઝિન વાચવું ગમે છે, કારણ કે તેના દ્વારા સમાજનો સાચો ચિતાર મળે છે કે હકીકતમાં ભારતીય સમાજમાં શું થતું હતું, થઇ રહ્યું છે અને ભવિષ્યમાં શું થઈ શકે છે? હું આ ઇ-મેગેઝીનને સપોર્ટ કરતો રહીશ. ફરીથી એકવાર સમગ્ર ટીમને અભિનંદન.
    1 month ago