જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?

જલિયાવાલા બાગ હત્યાકાંડ પર નાનકસિંહ નામના બહુજન કવિએ લખેલી ખૂની બૈસાખી કવિતા પર અંગ્રેજોએ પ્રતિબંધ મૂક્યો હતો. જે હવે 100 વર્ષ પછી પ્રકાશિત થઈ છે.

જલિયાવાલા બાગ હત્યાકાંડ સાથે જોડાયેલી ‘ખૂની બૈસાખી’ની કવિતા શું છે?
image credit - Google images

જલિયાવાલા બાગના હત્યાકાંડને આજે 105 વર્ષ પુરા થઈ રહ્યાં છે. એ વખતે નાનકસિંહ નામના એક બહુજન પણ ત્યાં મોજૂદ હતા. તેમણે એ દર્દનાક અનુભવો પર ખૂની બૈસાખી નામથી એક લાંબી કવિતા લખી હતી, જેના પર અંગ્રેજોએ પ્રતિબંધ લાદ્યો હતો. હવે 100 વર્ષ બાદ આ કવિતા ફરી પ્રકાશિત થઈ છે. તેના પર જતા પહેલા સમગ્ર હત્યાકાંડ શું હતો તે જાણવું જરૂરી બની જાય છે.

૧૦૫ વર્ષ પહેલાં ૯ એપ્રિલ ૧૯૧૯ની રામ નવમીની માટે હિંદુ-મુસ્લિમ-શીખ બધાં ભેગાં મળી અગાઉથી તૈયારી કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ. જાહેર સ્થળોએ અલગ અલગ પાણી-શરબત પીવાની વ્યવસ્થાને તોડી તમામ માટે એક જ જગ્યાએ, એક જ ઘડા-વાસણથી પાણી-શરબત પીધું હતું. જેમાં ડો. સૈફુદ્દીન કિચલૂ અને ડો. સત્યપાલની ભૂમિકા મહત્વની રહી હતી. રામનવમી દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ અને ભાઈચારો જોઈ અંગ્રેજી હુકુમત હચમચી ગઈ હતી. ૭-૮ એપ્રિલ ૧૯૧૯ના રોજ, સમગ્ર શહેરના લોકોએ ઉત્સાહપૂર્વક રામ નવમીની ઉજવણી માટે વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું. પંજાબના લેફ્ટનન્ટ-ગવર્નર સર માઈકલ ઓ'ડ્વાયર અમૃતસર અને પંજાબના અન્ય શહેરોમાં પ્રેમ અને મહોબ્બતની ભાવના જોઈને હેરાન થઈ ગયા હતા. તેમની સરકારે સ્થાનિક અખબારો પર પ્રતિબંધ મૂકવાના આદેશો જારી કર્યા અને અમૃતસરમાં ડૉ. સત્યપાલ સહિતના મુખ્ય નેતાઓને જાહેરમાં બોલવા પર પ્રતિબંધ મૂક્યો. આ શોભાયાત્રા દરમિયાન સામાન્ય નારાઓ સાથે 'હિંદુ-મુસલમાન કી જય'ના નારા લગાવવામાં આવ્યા હતા. આ તહેવાર હિન્દુ-મુસ્લિમ એકતાને આગળ વધારવા માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયો હતો. વિવિધ સંપ્રદાયના લોકો એક જ ગ્લાસ-કપ-ઘડામાંથી જાહેરમાં અને પ્રદર્શનના માર્ગે પાણી-શરબત પીતા હતા. આ સંયુક્ત સંસ્કૃતિની ભાવના હતી જે અમૃતસરમાં રામ નવમીની ઉજવણીમાં પ્રગટ થઈ હતી.

આ પણ વાંચો:બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત

બ્રિટિશ પ્રશાસકોની અસુરક્ષાને કારણે ડૉ. કિચલૂ અને ડૉ. સત્યપાલ સામે દેશનિકાલનો આદેશ અને અમૃતસર જઈ રહેલા ગાંધીજીના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. બ્રિટિશ સંસ્થાનવાદી સામ્રાજ્યવાદનો સામનો કરવા હિંદુઓ, શીખો અને મુસ્લિમો એકઠા થયા હતા. આપણે પણ રાષ્ટ્રવાદની મૂળ ભાવનાને યાદ કરીએ જેમણે માતૃભૂમિ માટે લડવા માટે એકબીજાના તહેવારો થકી વિવિધ સંપ્રદાયોના લોકોને એકસાથે એક મંચ પર લાવ્યા.વસાહતી સત્તા સામેના સંઘર્ષમાં દરેકને - તમામ જાતિ, સંપ્રદાય અને ધર્મના સ્ત્રી-પુરુષોને સામેલ કરવાનો પ્રયાસ કર્યો. એ પછી સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢાવનાર (ઈમામ) ગુલામ જિલાની હોય કે રામભાજ દત્ત, ગોકળચંદ, ધારા દાસ સૂરી, દુની ચંદ અને અન્યોએ  સરકાર વિરુદ્ધ હિંદુઓ અને મુસ્લિમોના ભાઈચારાને પ્રોત્સાહન આપ્યું હતું અને રામનવમી તહેવારના આયોજન બદલ અંગ્રેજોનો ત્રાસ સહન કરવો પડ્યો હતો. 
સમગ્ર પંજાબમાં શોભાયાત્રાઓમાં હિંદુઓ, મુસ્લિમો અને શીખોએ સાથે મળીને બ્રિટિશ સરકારના પાયાને હલાવી દીધા હતા. તે ત્રણ દિવસ પછી  'બૈસાખી' નો તહેવાર આવતો હોઈ રામ નવમીની જેમ જ કોમી એકતા, ભાઈચારા અને પ્રેમના વાતાવરણનું જોખમ લઈ શકે એમ ન હોતા, તેથી માર્શલ લૉ જાહેર કરવામાં આવ્યો અને જલિયાંવાલા બાગમાં સેંકડો નિઃશસ્ત્ર હિંદુઓ, મુસ્લિમો અને શીખોને ઠંડા કલેજે ઠાર કરવામાં આવ્યા.

સ્વાતંત્ર્ય ચળવળના ઈતિહાસમાં,૧૩ એપ્રિલ, ૧૯૧૯ નો દિવસ આંસુઓથી તરબોળ છે, જ્યારે અંગ્રેજોએ અમૃતસરના જલિયાંવાલા બાગ ખાતે નિઃશસ્ત્ર ભારતીયોની સભા પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને સેંકડો નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મૃત્યુ પામેલાઓમાં માતાની છાતીમાં ચોંટેલા દૂધપીતા બાળકો, જીવનની સંધ્યાએ દેશની આઝાદીના સપના જોતા વૃદ્ધો અને દેશ માટે બધું ખર્ચવા તૈયાર યુવાનો હતા. આ ઘટનાએ ઉધમસિંહને હચમચાવી નાખ્યાં અને તેમણે અંગ્રેજો સામે બદલો લેવાનું નક્કી કર્યું. હિંદુ, મુસ્લિમ અને શીખ એકતાનો પાયો નાખનાર ઉધમ સિંહ ઉર્ફે રામ મુહમ્મદ આઝાદ સિંહે આ ઘટના માટે જનરલ માઈકલ ઓ'ડાયરને જવાબદાર માન્ય, જે તે સમયે પંજાબ પ્રાંતનો ગવર્નર હતો. ગવર્નરના આદેશ પર બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયરે 90 સૈનિકો સાથે જલિયાવાલા બાગને ઘેરી લીધું અને બંદૂકોથી ગોળીબાર કરાવ્યો.
અમર શહીદ ઉધમ સિંહે પંજાબના ભયાનક જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે જવાબદાર માઈકલ ઓ'ડાયરને લંડનમાં જઈ ગોળી મારીને હત્યા કરી નિર્દોષ ભારતીય લોકોના મૃત્યુનો બદલો લીધો હતો.
મે, ૧૯૧૯ માં ભારત તરફથી પહેલું પ્રતિનિધિ મંડળ જ્યારે લેનિનને મળ્યું હતું, જેમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, મૌલવી અબ્દુલ રબ, પ્રતિવાદી ભયંકર આચાર્ય, દિલીપસિંહ ગિલ અને ઇબ્રાહીમ સામેલ હતા. એ વખતે તરત જ ‘અમૃત બજાર પત્રિકા’ને પત્ર લખીને જલિયાંવાલા બાગ હત્યાકાંડ પર સોલિડારીટી દર્શાવી હતી.
૧૯૧૯ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી સાંપ્રદાયિક દંગાઓનો બ્રિટિશ સરકારે ખૂબ પ્રચાર પ્રસાર શરૂ કર્યો. તેની અસર હેઠળ ૧૯૨૪માં કોહાટમાં ખૂબ જ અમાનવીય ઢંગથી હિન્દુ-મુસ્લિમ દંગા થયા. તે પછી રાષ્ટ્રીય રાજનીતિક ચેતનામાં સાંપ્રદાયિક દંગા પર લાંબી ચર્ચાઓ ચાલી. તેને સમાપ્ત કરવાની જરૂર તો સૌએ મહેસૂસ કરી, કોંગ્રેસી નેતાઓએ તો હિન્દુ-મુસ્લિમ નેતાઓમાં સમાધાન પત્રો લખાવીને દંગાઓ રોકવા માટે પ્રયત્નો પણ કર્યા. 

આ પણ વાંચો:રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?

આવા અવસર પર ભગતસિંહે પોતાના વિચારો મૂક્યા – “ભારતવર્ષની દશા આ વખતે ખૂબ જ દયનીય છે. એક ધર્મનો અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના જાની દુશ્મન છે. હવે તો એક ધર્મનું હોવું જ બીજા ધર્મનું કટ્ટર દુશ્મન હોવું છે. જો આ વાત નો હાલ ભરોસો ન હોય તો, લાહોરના તાજા દંગા જ જોઈ લો. કેવી રીતે મુસલમાનોએ નિર્દોષ શીખો-હિન્દુઓને માર્યા છે અને કેવા પ્રકારે શીખો-હિંદુઓએ પણ કોઈ કસર છોડી નથી. આ માર-કાટ એ માટે નથી કરવામાં આવી કે ફલાણો આદમી દોષી છે,પરંતુ એ માટે કે ફલાણો આદમી હિન્દુ છે યા શીખ યા મુસલમાન છે. બસ, કોઈ પણ વ્યક્તિનું શીખ યા હિન્દુ હોવું મુસલમાનો દ્વારા મારવા માટે કાફી હતું અને એ જ રીતે કોઈ વ્યક્તિનું મુસલમાન હોવું જ શીખ-હિન્દુ માટે જાન લેવા માટે પર્યાપ્ત તર્ક હતું. આવી સ્થિતિમાં હિન્દુસ્તાનનું ભવિષ્ય ખૂબ જ અંધકારમય નજર આવે છે. આ 'ધર્મો' એ હિન્દુસ્તાનનો બેડો ગર્ક કરી દીધો છે. અને હજી ખબર નથી કે આ ધાર્મિક દંગાઓ ભારતવર્ષનો પીછો ક્યારે છોડશે? આ દંગાઓએ સંસારની નજરોમાં ભારતને બદનામ કરી દીધું છે અને આપણે જોયું છે કે આ અંધવિશ્વાસના વહેણમાં બધા જ વહી જાય છે. કોઈ બિરલા જે હિંદુ, મુસલમાન યા શીખ હોય છે, જે પોતાનું દિમાગ ઠંડું રાખે છે, બાકી ડંડા - લાકડીઓ, તલવાર-છુરા હાથમાં પકડી લે છે અને અંદરો-અંદર માથા કાપી-કાપીને મરી જાય છે. બાકી બચેલા થોડા તો ફાંસી પર ચડી જાય છે અને થોડાક જેલોમાં ફેંકી દેવામાં આવે છે. આટલું રક્તપાત થવા પર 'ધર્મજનો' પર અંગ્રેજી સરકાર દ્વારા ડંડાઓ વરસે છે અને પછી તેમના દિમાગનો કીડો ઠેકાણે આવી જાય છે.”

ભગતસિંહ આગળ લખે છે, “જ્યાં સુધી જોવામાં આવ્યું છે, આ દંગાઓ પાછળ સાંપ્રદાયિક નેતાઓ અને અખબારોનો હાથ છે. આ સમયે હિન્દુસ્તાનના સાંપ્રદાયિક નેતાઓએ એવું નેતૃત્વ કર્યું છે કે ચુપકીદી ભલી. એ જ નેતાઓ જેમણે ભારતને સ્વતંત્ર કરાવવાનો બીડું પોતાના માથા પર ઉપાડેલ હતું અને જે 'સ્વરાજ-સ્વરાજ' ની બડાઈ મારતા થાકતા ન હતા, તે જ પોતાના માથા યા તો સંતાડેલા ચૂપચાપ બેઠા છે અથવા આ જ ધર્માંધતાના વહેણમાં વહી જઈ રહ્યા છે. માથા સંતાડીને બેસનારાઓની સંખ્યા પણ શું ઓછી છે? પરંતુ આવા નેતાઓ જે સાંપ્રદાયિક આંદોલનમાં જઈને ભળી ચૂક્યા છે, આમ તો જમીન ખોદવાથી સેંકડો મળી આવે છે. જે નેતાઓ હૃદયથી સૌનું ભલું ઈચ્છે છે, એવા ખૂબ જ ઓછા છે અને સાંપ્રદાયિકતાની એવો પ્રબળ પૂર આવેલો છે કે તેઓ પણ તેને રોકી શકતા નથી.એવું લાગે છે કે ભારતમાં નેતૃત્વનું દેવાળું ફુંકાઈ ગયું છે. બીજા સજ્જન જે સાંપ્રદાયિક દંગાને ભડકાવવામાં વિશેષ ભાગ લેતા રહે છે તે અખબારવાળાઓ છે. પત્રકારિતાનો વ્યવસાય જે એક વખતે ખૂબ જ ઊંચો સમજવામાં આવતો હતો, આજે ખૂબ જ ગંદુ થઈ ગયું છે. આ લોકો એક-બીજાની વિરુદ્ધ મોટા-મોટા શીર્ષકો આપી લોકોની ભાવનાઓ ભડકાવે છે અને પરસ્પર ભોડા-ભીટકાવે છે. એક-બે જગ્યાએ જ નહીં, કેટલીયે જગ્યાઓ પર એટલે જ દંગાઓ થાય છે કે સ્થાનિક અખબારોએ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ લેખો લખ્યા છે. એવા લેખક, જેમનું દિલોદિમાગ આવા દિવસોમાં પણ શાંત રહ્યું હોય, ખૂબ જ ઓછા છે. અખબારોનું કર્તવ્ય શિક્ષણ આપવું,લોકોમાંથી સંકીર્ણતા નીકાળવી,સાંપ્રદાયિક ભાવનાઓ દૂર કરવી, પરસ્પર મેળ-મિલાપ વધારવું અને ભારતની સામાન્ય રાષ્ટ્રીયતા બનાવવી હતી,પરંતુ એમણે તેમનું મુખ્ય કર્તવ્ય અજ્ઞાનતા ફેલાવવી, સંકીર્ણતાનો પ્રચાર કરવો,સાંપ્રદાયિક બનાવવું, લડાઈ-ઝઘડા કરાવવા અને ભારતની રાષ્ટ્રીયતાને નષ્ટ કરવા બનાવી લીધું છે.આ જ કારણ છે કે ભારતવર્ષની વર્તમાન દશા પર વિચાર કરી આંખોથી લોહીના આંસુ વહેવા લાગે છે, અને દિલમાં સવાલ ઉઠે છે કે 'ભારતનું શું થશે?”

"આ ખુશીના સમાચાર અમારા કાને પડ્યા છે કે ભારતના નવયુવકો હવે એવા ધર્મોથી, જે પરસ્પર લડાવવા તેમજ ધૃણા કરવાનું શીખવે છે તેનાથી તંગ આવીને હાથ ધોઈ રહ્યા છે અને એમનામાં એટલું ખુલ્લાપણું આવી ગયું છે કે તે ભારતના લોકોને ધર્મના નજરથી હિન્દુ-મુસલમાન યા શીખના સ્વરૂપે નહીં, પરંતુ બધાને પહેલા માણસ સમજે છે પછી ભારતવાસી. ભારતના યુવકોમાં આ વિચારોના પેદા થવાથી માલુમ થાય છે કે ભારતનું ભવિષ્ય સોનેરી છે અને ભારતવાસીઓને આ દંગા વગેરેને જોઈને ગભરાવવું જોઈએ નહીં, બલ્કે તૈયાર થઈને પ્રયત્ન કરવો જોઈએ કે આવું વાતાવરણ બને, જેથી દંગાઓ જ ન થાય. 

આ પણ વાંચો:એમણે કહ્યું કે ગામ જમે છે તો તમે પણ ‘કાયમ આવો છો એ રીતે’ જમવા આવજો. હવે કાયમની જેમ એટલે?

સુભદ્રા કુમારી ચૌહાણે વસંતને આહ્વાન કરતાં કહ્યું કે જો વસંત જલિયાંવાલા બાગ આવે તો કેવી રીતે આવે? કારણ કે જલિયાંવાલા બાગ શોકનું પ્રતીક છે અને વસંત (નવો ઉત્સાહ અને ઉમંગ) ખુશીઓનું. કવયિત્રી જલિયાંવાલા બાગમાં વસંતનું આગમન ગમતું નથી, પરંતુ વસંતને આવતાં કોઈ રોકી શકતું નથી, તેથી વસંતને સંબોધતી વખતે કવિયત્રી પ્રાર્થના કરે છે કે હે વસંત! જ્યારે પણ તું જલિયાંવાલા બાગ આવે, ખૂબ શાંતિથી આવજે,  કારણ કે અહીં એવું ઘણું બન્યું છે  જેનાથી જૂનમાં નાના પુરુષો,  સ્ત્રીઓ, બાળકો મૃત્યુના ખોળામાં સૂઈ ગયા હતા. આ બગીચામાં તમારું સ્વાગત છે, પરંતુ જ્યારે પણ તમે આ બગીચામાં આવો ત્યારે એ વાતનું ધ્યાનમાં રાખજો કે આ જગ્યાએ શું થયું હતું.

जलियाँवाला बाग में बसंत 
 
यहाँ कोकिला नहीं, काग हैं, शोर मचाते,
काले काले कीट, भ्रमर का भ्रम उपजाते।

कलियाँ भी अधखिली, मिली हैं कंटक-कुल से,
वे पौधे, व पुष्प शुष्क हैं अथवा झुलसे।

परिमल-हीन पराग दाग़ सा बना पड़ा है,
हा! यह प्यारा बाग़ ख़ून से सना पड़ा है।

ओ, प्रिय ऋतुराज! किन्तु धीरे से आना,
यह है शोक-स्थान यहाँ मत शोर मचाना।

वायु चले, पर मंद चाल से उसे चलाना,
दुःख की आहें संग उड़ा कर मत ले जाना।

कोकिल गावें, किन्तु राग रोने का गावें,
भ्रमर करें गुंजार कष्ट की कथा सुनावें।

लाना संग में पुष्प, न हों वे अधिक सजीले,
तो सुगंध भी मंद, ओस से कुछ कुछ गीले।

किन्तु न तुम उपहार भाव आ कर दिखलाना,
स्मृति में पूजा हेतु यहाँ थोड़े बिखराना।

कोमल बालक मरे यहाँ गोली खा कर,
कलियाँ उनके लिये गिराना थोड़ी ला कर।

आशाओं से भरे हृदय भी छिन्न हुए हैं,
अपने प्रिय परिवार देश से भिन्न हुए हैं।

कुछ कलियाँ अधखिली यहाँ इसलिए चढ़ाना,
कर के उनकी याद अश्रु के ओस बहाना।

तड़प तड़प कर वृद्ध मरे हैं गोली खा कर,
शुष्क पुष्प कुछ वहाँ गिरा देना तुम जा कर।

यह सब करना, किन्तु यहाँ मत शोर मचाना,
यह है शोक-स्थान बहुत धीरे से आना।

પંજાબની ધરતી પ્રાચીન સમયથી સમૃદ્ધ છે. પંજાબના ખેડૂતો અને લહેરાતા ખેતરોની વાત હોય કે પછી દેશ માટે બલિદાન આપનાર બહાદુર સપૂતોની વાત હોય કે પછી જનચેતનામાં ક્રાંતિની જ્યોત પ્રજ્વલિત કરનાર સાહિત્યની વાત હોય, પંજાબ રાજ્ય શરૂઆતથી જ સમૃદ્ધ રહ્યું છે. સમાજ અને દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. પંજાબના સાહિત્યકારોએ તેમની મહત્વની કૃતિઓથી પંજાબી-હિન્દી સાહિત્યને માત્ર સમૃદ્ધ જ બનાવ્યું નહીં, પરંતુ તેમણે બ્રિટિશ શાસનનો વિરોધ કરવા માટે તેમની કલમનો પણ ઉપયોગ કર્યો.

અંગ્રેજો નાનક સિંહની કવિતા "ખૂની બૈસાખી" થી ડરી ગયા હતા - અંગ્રેજોએ જલિયાવાલા બાગમાં જે નરસંહાર કર્યો હતો તે ક્યારેય ભૂલી શકાય નહીં. જનરલ ડાયરની આ ક્રૂરતાને નજીકથી જોનારા અને અનુભવનારા બે લોકો હતા જે લાશોના ઢગલામાં બચી ગયા હતા. તેમાંથી એક ઉધમ સિંહ અને બીજા નાનક સિંહ હતા. કહેવાય છે કે ૧૩ એપ્રિલ ૧૯૧ના રોજ બૈસાખીના દિવસે જલિયાંવાલા બાગમાં ભારતીય આગેવાનો રોલેટ એક્ટ વિરુદ્ધ ભાષણ આપી રહ્યા હતા, તે સમયે ૨૨ વર્ષના નાનક સિંહ પણ ત્યાં જ હાજર હતા. ગોળીબારમાં નાનક સિંહ બેહોશ થઈ ગયા હતા. પરંતુ તેમણે આ ક્રૂરતા નજીકથી જોઈ અને અનુભવી હતી.

નાનક સિંહે જલિયાંવાલા હત્યાકાંડના લગભગ એક વર્ષ પછી ૧૯૨૦માં 'ખૂની બૈસાખી' નામની લાંબી કવિતા લખી. તેમણે આ કવિતા પંજાબીમાં લખી. નાનક સિંહની આ કવિતા અંગ્રેજો સામેની ચળવળમાં ક્રાંતિકારીઓને પ્રોત્સાહિત કરનારી હતી. કવિતાના પ્રકાશનના થોડા સમય પછી અંગ્રેજોએ "ખૂની બૈસાખી" કવિતાને બ્રિટિશ સરકાર વિરુદ્ધ હોવાનું માની તેના પર પ્રતિબંધ મૂક્યો અને તેની મૂળ નકલ જપ્ત કરી લીધી હતી. એમાંની પાંચ હિંદી અનુવાદિત કવિતાઓ.. 

जुबां को ताड़ना
******

ऐ जुबां खामोश वरना काट डाली जाएगी।
खंजर-ए-डायर से बोटी छांट डाली जाएगी।

चापलूसी छोड़कर गर कुछ कहेगी, साफ तू,
इस खता में मुल्क से फौरन निकाली जाएगी।

देख गर चाहेगी अपने हमनशीनों का भला,
बागियों की पार्टी में तू भी डाली जाएगी।

गर इरादा भी किया आजाद होने के लिए,
मिसले अमृतसर मशीन-ए-गन मंगा ली जाएगी।

गर जरा सी की खिलाफत तू ने रौलट बिल की,
मार्शल लॉ की दफा तुम पर लगा दी जाएगी।

मानना अपने ना हरगिज़ लीडरों की बात तू
वरना सीने पे तेरे मारी दुनाली जाएगी।

खादिमाने मुल्क की मजलस में गर शिरकत हुई,
दी सजा जलियां वाले बाग वाली जाएगी।

हिन्दीओं को इनाम
******

नहीं कोई दुनिया में सानी तुम्हारी।
चलो देख ली हुक्मरानी तुम्हारी।

नफा कुछ न कानून रौलट से पाया,
बढ़ा दी मगर बदगुमानी तुम्हारी।

हवाई जहाजों से गोले गिराना,
न भूलेंगे हम मेहरबानी तुम्हारी।

सिले में फतेह की दिया मार्शल लाअ,
मिली है फक्त ये निशानी तुम्हारी।

असर आह का जब कि होगा हमारी,
बहाएगी आंख खुद पानी तुम्हारी।

ये खून बेकसों का बावक्ते जरूरत,
सुनाएगा किस्सा जबानी तुम्हारी।

अदालत के द्वार में जब अदल होगा,
न काम आएगी खून फिशानी तुम्हारी।

धार खंजर की
*****

सुना है तेज़ करते हैं दोबारा धार खंजर की।
करेंगे आजमाइश क्या मुकर्रर वो मेरे सिर की।

सबब पूछा तो यों बोले नहीं जाहिर खता कोई,
मगर कुछ दीख पड़ती है शरारत दिल के अंदर की।

उजाड़े घोंसले कितने चमन बर्बाद कर डाले,
शरारत उसकी नस-नस में भरी है खूब बंदर की।

चलेंगी कब तलक देखें ये बन्दर घुरकियां उन की,
नचाएगी उन्हें भी एक दिन लकड़ी कलंदर की।

मेरे दर्द-ए-जिगर में, आह में, नाले में, शीवन में,
नजर आती है हर जा सूरते जालिम सितमगर की।

खामीदा करके गर्दन को कहां तंग आजमाई हो,
रहेगी कब्जा-ए-कातिल में खाली मूठ खंजर की।

भारत माता का विलाप
********

गैर सूरत है मेरी देखने आए कोई।
कौन है किस्सा-ए-गम जिस को सुनाए कोई।

कहती है रो-रो के हर इक पे ये भारत माता,
मुझे कमजोर समझ कर न सताए कोई।

दूध बचपन में सपूतों को पिलाया मैंने,
अब बुढ़ापे में दवा मुझ को पिलाए कोई।

खौफ ऐसा है कि चलने से गिरी जाती हूँ,
दोनों हाथों से मुझे आ के उठाए कोई।

मैंने बिगड़ी हुई तकदीर बनाई सब की,
मेरी बिगड़ी हुई तकदीर बनाए कोई।

मैंने बचपन में बहुत नाज उठाए सब के,
अब बुढ़ापे में मेरा नाज उठाए कोई।

ख्वाबे गफलत में पड़े सोते हैं अहले वतन,
होश मे लाए कोई, इन को जगाए कोई।

प्यारा वतन होगा
******

जब अपना बागबां होगा चमन अपना चमन होगा।
तो फिर फसले बहार आएगी पहला सा चमन होगा।

मनाही फिर न होगी बुलबुलों को चहचहाने की,
जुबां अपनी जुबां होगी दहन अपना दहन होगा।

गुलामी की कटेंगी बेड़ियां सारी मगर उस दिन,
निछावर जब वतन पे अपना तन-मन और धन होगा।

निकल जाएगा जिस दिन खौफ दिल से जान जाने का,
शहादत को झुकी गर्दन बंधा सिर पर कफन होगा।

अगर हम हुक्म गांधी पर रहे आए कमर बस्ता,
रिहा सय्याद के पंजे से फिर प्यारा वतन होगा।

હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)

આ પણ વાંચો:અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.