બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત

બહુજન સાહિત્યકાર વિશન કાથડ ડૉ. આંબેડકરની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને એક નવું ગીત લઈને આવી રહ્યાં છે. આ ગીતને લઈને હાલ સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આ ગીતમાં શું છે, તેની ખાસિયત શું છે તેની વાત કરીએ.

બહુજન સાહિત્યકાર વિશન કાથડનું આગામી ગીત ‘દાસ્તાન’ ચર્ચાસ્પદ બન્યું, જાણો શું છે તેની ખાસિયત
Image credit: Vishan Kathad

બહુજન સાહિત્ય અને બહુજન મહાપુરૂષોની ગાથાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં જેમનો સિંહફાળો રહેલો છે વિખ્યાત બહુજન સાહિત્યકાર વિશન કાથડ હવે તેમનું સાતમું ગીત લઈને આવી રહ્યાં છે, આ ગીતનું બેનર હાલ સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યું છે, જેણે ભારે ચર્ચા જગાવી છે. અગાઉ તેઓ વર્ષ 2018માં પહેલું ગીત ‘મોભી’ લઈને આવ્યા હતા, જે સફળ રહ્યું હતું. એ પછી તેમણે વિરાસત, જય જય ભીમા, વારસો, સમર્પણ, રાજસત્તા જેવા સફળ બહુજન ગીતો આપ્યા છે, ત્યારે ’દાસ્તાન’ ગીતમાં ક્યા બહુજન મહાપુરૂષોની વાત હશે અને તેમાં બીજી કઈ બાબતોને વણી લેવામાં આવી હશે તેને લઈને હાલ યુવાવર્ગમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચોઃ બહુજન સાહિત્યમાં ભવો-ભવ, આવતા ભવ, ગયા ભવ જેવી વાતો કેમ સ્વીકાર્ય નથી?


ઉલ્લેખનીય છે કે, વિશનભાઈ કાથડ અત્યાર સુધીમાં 1500થી વધુ બહુજન સાહિત્યના લાઈવ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આ સિવાય તેમણે 42 જેટલા ગીતો પણ લખ્યા છે. ડિજિટલ મીડિયાના આગમન પછી તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુજન યુવાવર્ગને સમાજના ખરા યોદ્ધાઓની વાતો સર્ચ કરતો કરી દીધો છે. તેમના કાર્યક્રમોમાં યુવાનોની હાજરી સૌથી વધુ હોય છે.


આ ગીતની ખાસિયત શું છે?
વિશન કાથડનું નવું ગીત ‘દાસ્તાન’ આગામી 17મી માર્ચના રોજ યુટ્યુબ પર રજૂ થશે. આ ગીત નારાઝ છંદમાં અને લખાયેલું છે. બહુજન સાહિત્યમાં આ પ્રકારનો આ પહેલો પ્રયોગ છે. આ ગીત 14મી એપ્રિલને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવી રહ્યું છે. અગાઉ તેમનું ‘રાજસત્તા’ ગીત માન્યવર કાંશીરામ સાહેબને સમર્પિત હતું. તેની પહેલાનું ‘જય જય ભીમા’ ગીત ડો. આંબેડકરને સમર્પિત હતું જે ભારે લોકપ્રિય થયું હતું. એ સ્થિતિમાં નવા ગીતને લઈને યુવાવર્ગમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ 80 વર્ષ અગાઉ ડૉ. આંબેડકરે ભારતીય મીડિયા વિશે શું કહ્યું હતું અને આજે શું હાલત છે?


કોણ છે વિશન કાથડ?
બહુજન સાહિત્યને લોકપ્રિય બનાવવામાં જેમનો સિંહફાળો છે તેવા વિશન કાથડ પોતે સરકારી કર્મચારી છે. જો કે, તેમની અસલી ઓળખ બહુજન સાહિત્યકાર તરીકેની છે. એક સમયે માત્ર શોખ ખાતર સૌરાષ્ટ્રના તેમના વતન માંગરોળ અને જૂનાગઢમાં સ્ટેજ કાર્યક્રમ કરતા વિશનભાઈ ધીરેધીરે બહુજન સાહિત્ય વાંચતા થયા. એ પછી તેમણે બહુજન મહાનુભાવો અને બહુજન સાહિત્યને છેવાડાના બહુજન સુધી પહોંચાડવાનું નક્કી કર્યું અને સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે હવે પછી તેમનું જીવન ફક્ત બહુજન સાહિત્ય અને બહુજન મહાનુભાવોને જનજન સુધી પહોંચાડવાનું રહેશે.

આ પણ વાંચોઃ Exclusive: ઉંમર અને ઊંચાઈને પણ સામાજિક ભેદ નડે છે!

એ પછીથી અત્યાર સુધીમાં તેમણે 1500થી વધુ ભીમ સંધ્યા, ભીમ ભજનો અને બહુજન સાહિત્ય સંધ્યા જેવા નામો હેઠળ અનેક કાર્યક્રમો કર્યા છે. અત્યાર સુધીમાં તેમણે 42 જેટલા ગીતો લખીને બહુજન સમાજ વચ્ચે મૂક્યા છે. કોરોનાકાળ દરમિયાનના લૉકડાઉનમાં તેમણે જ્ઞાનોત્સવ નામે યુટ્યુબ પર લાઈવ કાર્યક્રમો કરીને બહુજન સાહિત્યને લોકો સુધી પહોંચાડ્યું હતું. વર્ષ 2018 થી લઈને 2023 સુધીમાં તેઓ 6 જેટલા વીડિયો ગીત આપી ચૂક્યાં છે. હવે તેમનું સાતમું ગીત 17મી માર્ચના રોજ ‘દાસ્તાન’ ટાઈટલથી રજૂ થવા જઈ રહ્યું છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે...?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.