ખંભાતમાં પતરાના ડબ્બામાં સૂતળી બોંબ મૂકી ફોડતા બાળકનું મોત
દિવાળીમાં બાળકોને ભયજનક રીતે ફટાકડાં ફોડવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો.
દિવાળીના તહેવાર દરમિયાન બાળકોને ભયજનક રીતે ફટાકડા અને બોમ્બ ફોડવા દેતા વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. ખંભાતના વટાદરા ગામે ગતરોજ સાંજના 6 વાગ્યાના અરસામાં 10 વર્ષીય બાળક સૂતળી બોમ્બ ઉપર મસાલાનો પતરાનો ડબ્બો મૂકી ફોડતો હતો. તે દરમિયાન અચાનક સૂંતળી બોંબ ફૂટતા પતરાનો ડબ્બો ધડાકાભેર ફાટીને બાળકની જાંઘના ભાગે વાગી જતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ પરિસ્થિતિમાં બાળકને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરે તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરતા ઠાકોર પરિવારમાં દિવાળી પહેલા જ માતમ છવાઈ ગયો હતો.
ખંભાતના વટાદરા ગામે સ્વામી નારાયણ મંદિર પાસેના ટેકરી વિસ્તારમાં રહેતા અલ્પેશભાઈ ઠાકોરનો 10 વર્ષીય પુત્ર નિર્મલ પોતાના મિત્ર સાથે નજીક પડતર જમીનમાં ફટાકડા ફોડતા હતા.નજે દરમિયાન નિર્મલે સુતળી બોમ્બ ફોડવા માટે તેને સળગાવી મસાલાનો પતરાનો ડબ્બો ઢાંક્યો હતો.નજેથી તુરંત જ સૂતળી બોમ્બ ધડાકાભેર ફૂટતા 10 વર્ષીય બાળકને જાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ડબ્બાનો પતરૂ જમણી જાંગના ભાગમાં ઘૂસી ગયો હતો.નજેથી તે લોહી લુહાણ થઇ ગયો હતો.
આ પણ વાંચો: મંદિર પાસે રમતા ત્રણ દલિત બાળકોને જાતિવાદીઓએ ઢોર માર માર્યો
આ બાબતે જાણ થતાં પરિવાર સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ તેને ખંભાતની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો.દિવાળી પૂર્વે જ બાળકના મોતને પગલે પરિવાર સહિત ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.
નોંધનીય છે કે, આ ઘટનામાં પરિવારે બાળકના મૃતદેહને પી.એમ ન કરવા અંગે પોલીસ મથકે એફિડેવિટ રજૂ કરી છે તેવી માહિતી મળી છે.સવારે બાળકની અંતિમવિધિ કરી દેવામાં આવી છે.દિવાળી પૂર્વે જ દરજી કામ કરીને ગુજરાન ચલાવતા અલ્પેશભાઈ ઠાકોરના ગરીબ પરિવારે એક પુત્ર નિર્મલ ગુમાવ્યો છે.7 વર્ષીય નાનકડી બહેને પણ પોતાનો નિર્મલ વિરો ગુમાવી દીધો છે.જેથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
આ પણ વાંચો: 10 વર્ષના દલિત બાળકનું બ્રાહ્મણ શખ્સે ગળું કાપી નાખ્યું અને દાટી દીધો