ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલશે. પરીક્ષા દર વર્ષ કરતાં 12થી 15 દિવસ વહેલી શરૂ થશે અને 13 દિવસ વહેલી પૂરી થશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષ કરતા આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા વહેલી લેવાની તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ તેની વેબસાઇટ ઉપર જાહેર કર્યું છે. આ ટાઈમ ટેબલ મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા વહેલી લેવા જણાવાયું છે. આ ટાઈમટેબલ મુજબ આ વર્ષે માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં પરીક્ષા શરૂ થઈ જશે. એટલે કે તા. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા લેવામાં આવશે. જ્યારે ધોરણ 12ના ત્રણેય પ્રવાહની પરીક્ષા પણ 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ જશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પરિક્ષાને લઈને જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ આગામી બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીથી માર્ચમાં લેવાનો નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા 12થી 15 દિવસ વહેલી 27 ફેબ્રુઆરીથી જ શરૂ થઈ જશે અને 13 દિવસ વહેલી 13મી માર્ચે જ પરીક્ષા પૂરી થશે.
આ પણ વાંચો: કેવી રીતે ભણશે ગુજરાત? મહેસાણા જિલ્લામાં 10 શિક્ષકો સતત ગેરહાજર
આ વર્ષે લેવાનારી ધોરણ 10 ની પરીક્ષા તા. 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 માર્ચના રોજ પૂર્ણ થશે. ધોરણ 10ની 27 માર્ચથી શરુ થનારી પરીક્ષાનું પહેલું પેપર ફર્સ્ટ લેન્ગવેજનું રહેશે. વિદ્યાર્થીઓ માટે રાહતની વાત એ છે કે મોટાભાગના પેપર વચ્ચે વિદ્યાર્થીઓને અંતિમ તૈયારી માટે એક દિવસની રજા મળે છે. એક માર્ચે ગણિત, 3 માર્ચે સામાજિક વિજ્ઞાન, 5 માર્ચે સેકન્ડ લેન્ગવેજ અંગ્રેજી, 6 માર્ચે સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી અને 8 માર્ચે વિજ્ઞાનનું પેપર રહેશે. અંગ્રેજી અને ગુજરાતી સિવાયના અન્ય સેકન્ડ લેંગ્વેજની પરીક્ષા 10 માર્ચે લેવામાં આવશે.
જ્યારે ધોરણ 12 ના ત્રણેય પ્રવાહની પરીક્ષા તા. 27 ફેબ્રુઆરી થી શરુ થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી લેવાશે. જેમાં પહેલું પેપર ભૌતિક વિજ્ઞાનનું લેવામાં આવશે. ધોરણ 12 ની પરીક્ષાનો સમય બપોરે 3 વાગેથી 6:30 સુધીનો રહેશે. આ સાથે સામાન્ય પ્રવાહની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરુ થશે, જે 13 માર્ચના રોજ પૂર્ણ થશે.
આ પણ વાંચો: આગામી શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 1 થી 12 ના પુસ્તકો બદલાશે