મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી

એક મંદિરની દાન પેટી ખૂલી અને તેમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું છે. સળંગ 4 દિવસ સુધી અનેક લોકોને બેસાડ્યા ત્યારે જતી ગણતરી પુરી થઈ.

મંદિરની દાનપેટીમાંથી 18.11 કરોડનું દાન નીકળ્યું, 4 દિવસ ગણતરી ચાલી
image credit - Google images

રાજસ્થાનના એક મંદિરમાં હાલમાં જ દાનપેટી ખૂલી અને તેમાં મળેલી રકમની ગણતરી કરવામાં આવી હતી. અનેક લોકોએ 4 દિવસ સુધી સતત દાનની રકમ ગણી હતી ત્યારે જતો પાર આવ્યો હતો. છેલ્લાં આંકડા મુજબ લોકોએ ભંડારામાં 18.11 કરોડ ઠાલવી દીધાં હતા.

ઘટના રાજસ્થાનના ચિત્તોડગઢના પ્રસિદ્ધ કૃષ્ણ ધામ સાંવલિયા શેઠના ભંડારની છે જ્યાં દાનની ગણતરી કરવામાં આવી હતી. જેમાં 4 વખતમાં 18 કરોડ 11 લાખ 39 હજાર 228 રૂપિયા મળ્યાં હોવાનું સામે આવ્યું હતું.

આ વર્ષે ભક્તોએ દાનપેટીમાં પહેલા કરતા વધુ રૂપિયા ચડાવ્યા હતા. જેમાં અંદાજે 323 કિલોગ્રામ વજનનો ચાંદીના ઝૂલોનો પણ સમાવેશ થાય છે. ગત 3 ઓગસ્ટે રાજભોગ આરતી બાદ સાંવલિયા શેઠની દાનપેટી ખોલવામાં આવી હતી. આ દાનપેટીમાંથી નીકળતી રકમની ગણતરી અત્યાર સુધીમાં 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવી છે. જેમાંથી કુલ 18.11 કરોડનું દાન નીકળ્યું છે.

આ પણ વાંચો: રામ નહીં, ભારતમાં આ દેવની સૌથી વધુ પૂજા થાય છે, સર્વે રિપોર્ટમાં થયો ખુલાસો

ચાર તબક્કામાંથી બીજા તબક્કામાં ભક્તો પાસેથી 4 કરોડ 20 લાખ 45 હજાર રૂપિયા પ્રસાદ તરીકે મળ્યા હતા, ત્રીજા તબક્કામાં 3 કરોડ 7 લાખ રૂપિયા મળ્યા હતા. આ સાથે ચોથા તબક્કામાં દાનપેટીમાં બાકી રહેલી રકમ 64 લાખ 41 હજાર રૂપિયા ગણવામાં આવી હતી. આમ ચાર તબક્કામાં ગણતરી થઈ હતી. જેમાં કુલ 14 કરોડ 2 લાખ 86 હજાર રૂપિયાનો પ્રસાદ મળ્યો હતો. 

જ્યારે મંદિરના દાન ખંડમાંથી 4 કરોડ 8 લાખ 53 હજાર 228 રૂપિયા ઓનલાઈન મળ્યા હતા. દાનપેટીમાંથી સોના-ચાંદીની ગણતરી કરતાં 35 કિલો ચાંદી અને 565 ગ્રામ સોનાનો પ્રસાદ મળી આવ્યો હતો. ઉપરાંત 323 કિલોનો ચાંદીનો ઝૂલો પણ દાનમાં મળ્યો છે. આ સિવાય 22 કિલો સોનું પણ મળી આવ્યું હતું.

પ્રથમ તબક્કાથી જ મંદિરનું તંત્ર દાનની ગણતરીમાં સતત વ્યસ્ત રહ્યું હતું. તેના પહેલા અને બીજા તબક્કામાં રૂ.500 અને રૂ.200 જેવી મોટી નોટોની ગણતરી કરવામાં આવી હતી. ત્યાર બાદ 100, 50, 20 અને 10 રૂપિયાની નાની નોટો ગણાઈ હતી. છેલ્લે, દાન પેટીમાંથી નીકળેલા નાના સિક્કાઓની ગણતરી કરવામાં આવે છે. જે 10 થી 12 લાખ રૂપિયા આસપાસ હોય છે. મંદિરની આ દાનપેટી મહિનામાં એકવાર ખોલવામાં આવે છે.

આ પણ વાંચો: લોકોમાં અસુરક્ષાનો ભાવ જેટલો વધારે, એટલો બાબાઓનો ધંધો ચમકે

તેને ચોથના દિવસે ખોલવામાં આવે છે અને પછી અમાસનો મેળો શરૂ થઈ જાય છે. હોળી પર તે દોઢ મહિને અને દિવાળી પર બે મહિને ખોલવામાં આવે છે. સાંવલિયા શેઠ મંદિરમાં અનેક એનઆરઆઈ ભક્તો આવે છે, જે તેમની આવકનો અમુક હિસ્સો અહીં દાનપેટીમાં નાખે છે. એટલે તેની દાનપેટીમાંથી ડોલર, પાઉન્ડ, દિનાર, રિયોલ વગેરે વિદેશી નાણું પણ નીકળે છે.

આ મંદિરની ખ્યાતિ એટલી છે કે, દેશભરમાંથી લોકો અહીં દાન ચડાવવા આવે છે. કેટલાક લોકો વળી ભગવાનને તેમના ધંધામાં પાર્ટનર બનાવે છે અને ભાગીદાર તરીકે નક્કી કરેલી રકમ અહીંની દાનપેટીમાં નાખે છે. મોટાભાગે ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને મધ્યપ્રદેશના ભક્તો અહીં આવે છે.

આ પણ વાંચો: સોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવાતા સ્થાનિક બ્રાહ્મણો ઉપવાસ પર ઉતર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Navin Bhai karu Bhai Maheshwari
    Navin Bhai karu Bhai Maheshwari
    Mandir me dan our pakhandio ko updan bandh ho
  • Navin Bhai karu Bhai Maheshwari
    Navin Bhai karu Bhai Maheshwari
    Mandir me dan our pakhandio updan bandh ho