રાજરત્ન ફાઉન્ડેશનના 50 જેટલા યુવાનોએ એકસાથે મતદાન કર્યું

અમરેલીના ચિત્તલ ગામમાં અનુસૂચિત જાતિ સમાજના 50થી વધુ યુવાનોના રાજરત્ન ફાઉન્ડેશને એકસાથે મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.

રાજરત્ન ફાઉન્ડેશનના 50 જેટલા યુવાનોએ એકસાથે મતદાન કર્યું

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો સહિત 11 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ 93 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લાના ચિત્તલના રાજરત્ન ફાઉન્ડેશનના 50થી વધુ યુવાનોએ એકસાથે એકઠાં થઈને મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. અનુસૂચિત જાતિ સમાજના આ યુવાનોની અનોખી પહેલે ચોતરફ ચર્ચા જગાવી હતી અને બીજા પણ અનેક લોકો તેમની આ મુહિમમાં જોડાયા હતા.

આ પણ વાંચો: સત્તાપક્ષ કે વિપક્ષ, સૌ કોઈની નજર 131 SC-ST અનામત બેઠકો પર

રાજરત્ન ફાઉન્ડેશનના પ્રમુખ નરેશભાઈ વાળા કહે છે, ગુજરાત સહિત દેશભરમાં હાલ લોકશાહી ખતરામાં છે. બંધારણમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમાજના હકો પર તરાપ પડી રહી છે. યેનકેન પ્રકારે લોકશાહીનું ગળું દબાવી દેવામાં આવી રહ્યું છે ત્યારે તેમાંથી બચવા માટે મતદાન કરવું જરૂરી છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અમે સૌ સાથે મળીને રાજરત્ન ફાઉન્ડેશનના 50થી વધુ યુવાનોએ સાથે મળીને મતદાન કર્યું હતું.

આ પણ વાંચો: કલ્પના સોરેનઃ રાજકીય મેદાનમાં આદિવાસી મહિલાઓનો મજબૂત અવાજ

મતદાર ધારે તો લોકશાહીને બચાવી શકે છે. અમે ઈચ્છતા હતા કે લોકો આ બાબતને સમજે તેથી વહેલી સવારથી જ અમે સૌ સભ્યોએ સાથે મળીને મતદાન મથકે જઈને મતદાન કર્યું હતું. અમારો મત કોઈ બે બદામના નેતાઓ 500 ગ્રામ ગાંઠીયા કે ચવાણું આપીને ખરીદી શકે તેમ નથી.

આ પણ વાંચો: 2024ની ચૂંટણીમાં આંબેડકરવાદની કસોટી થશે

અમે લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરીએ છીએ. જેથી આગામી સમયમાં પણ ચૂંટણીઓ થતી રહે અને બંધારણની જોગવાઈઓનો અમલ થતો રહે.

આ પણ વાંચો: શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.