ગીર સોમનાથના DDO બોગસ વિકલાંગતા પ્રમાણપત્ર પર IAS બન્યાં?
બોગસ વિકલાંગતા સર્ટિફિકેટના આધારે આઈએએસ બની જવાની ઘટનાઓ મુદ્દે સરકારે તપાસ શરૂ કરી છે ત્યારે ગીર સોમનાથના ડીડીઓ તરફ આંગળીઓ ચિંધાઈ છે.
મહારાષ્ટ્રના વિવાદિત તાલીમી સનદી મહિલા અધિકારી પૂજા ખેડકરના બોગસ દિવ્યાંગતાના પ્રમાણપત્ર (સર્ટિફિકેટ)ને લઈને સમગ્ર દેશમાં હલચલ મચી ગઈ છે. ત્યારે ગુજરાતમાં પણ આવા સાત સનદી અધિકારીઓના પ્રમાણપત્રને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ કરાયા છે. ત્યારે સૌથી ગુજરાતનાં સાત પૈકીનાં એક મહિલા સનદી અધિકારી અને ગીર સોમનાથના જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) કુમારી સ્નેહલ ભાપકરના દિવ્યાંગતાના પ્રમાણપત્ર સામે સવાલો ઉઠ્યા છે. કારણ કે, સરળતાથી બોલતા-સાંભળતા સનદી અધિકારી કુમારી સ્નેહલ ભાપકર શારીરિક વિકલાંગતા (ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી-PH Category)માં બહેરા(ડેફ-Deaf) - મૂંગા (મ્યુટ- Mute) તરીકેની અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હતા.
મહારાષ્ટ્રના તાલીમી સનદી અધિકારી પૂજા ખેડકરના બોગસ દિવ્યાંગતાના સર્ટિફિકેટનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ તાલીમી સનદી અધિકારી (આઇએએસ) પૂજા ખેડકરની જેમ બોગસ કે નકલી પ્રમાણપત્ર લઈને અથવા તો અનામત કેટેગરીનો લાભ મેળવીને ગુજરાતમાં પણ કેટલાક સનદી અધિકારી બની ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. જે અંગે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજયના સાત સનદી અધિકારીઓના દિવ્યાંગતાના પ્રમાણપત્રોની તપાસ સોંપવામાં આવી છે. આ સાત પૈકીનાં ગુજરાત કેડરના એક મહિલા સનદી અધિકારીની ચોંકાવનારી વાત સામે આવી છે. વર્ષ 2017ની બેચના ગુજરાત કેડરના મહિલા આઇએએસ કુમારી સ્નેહલ પુરષોત્તમ ભાપકરને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)માં તે વખતે પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981મો ક્રમ (રેન્ક) મળ્યો હતો. કુલ ઉમેદવારોમાં સાવ છેલ્લેથી કે નીચેથી નવમાં નંબરનો ક્રમ (રેન્ક) હોવા છતાં મૂળ મહારાષ્ટ્રના નાસિકના વતની સ્નેહલને આઇએએસ કેડર મળી હતી.
આ પણ વાંચો: ભાજપ-RSS શિક્ષણ માફિયાઓને પ્રોત્સાહન આપે છે: ખડગે
સરળતાથી બોલી અને સાંભળી શકતા આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર શારીરિક વિકલાંગ શ્રેણી (ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી-PH Category)માં બહેરા(ડેફ-Deaf) - મૂંગા (મ્યુટ- Mute) તરીકે અનામત કેટેગરીમાં પસંદગી પામ્યા હોવાને કારણે આઇએએસ કેડરમાં સ્થાન મળ્યું હતું. આઇએએસ કુમારી સ્નેહલ ભાપકરના પિતા ડૉ. પુરષોત્તમ ભાપકર પણ મહારાષ્ટ્રમાં પ્રમોટી આઇએએસ રહી ચૂક્યા છે. આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર હાલમાં ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી (ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર-ડીડીઓ) તરીકે ફરજ બજાવી રહ્યા છે.
વર્ષ 2017માં 990માંથી 93ને આઇએએસ કેડર મળી હતી
વર્ષ 2017ની UPSCની સિવિલ સર્વિસીસની પરીક્ષામાં પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી પ્રથમ 93ને આઇએએસ કેડર મળી હતી તેમ કહી શકાય. જેમાં અનામત કેટેગરીના ઉમેદવાર પણ આવી જાય છે.
.
કુમારી સ્નેહલ ભાપકર જનરલ કેટેગરીમાં આવે છે અને તેમનો રોલ નંબર 0600875 હતો. પરંતુ માત્ર ને માત્ર શારીરિક વિકલાંગતા (પીએચ)કેટેગરીમાં હોવાને કારણે તેમને આઇએએસ કેડર મળી હતી. યુપીએસસીની સત્તાવાર યાદી મુજબ આ પરીક્ષામાં લગભગ 10 લાખ લોકોએ પરીક્ષા આપી હતી.
સ્નેહલ ભાપકર પૂજા ખેડકરને ટક્કર મારે તેવી લાઈફસ્ટાઈલ ધરાવે છે
ગુજરાત કેડરના મહિલા સનદી અધિકારી (આઇએએસ) કુમારી સ્નેહલ પુરષોત્તમ ભાપકરની લાઈફ સ્ટાઇલ પણ તાલીમી સનદી અધિકારી (ટ્રેઈની આઇએએસ) પૂજા ખેડકર જેવી જ છે. ફરક માત્ર એટલો છે કે, પૂજા ઓડી કારમાં લાલ લાઈટ લગાવીને ફરતા હતા જયારે આઇએએસ કુમારી સ્નેહલ ભાપકર પ્લેનમાં ફરે છે. ગાંધીનગરમાં જયારે પણ રાજ્યમાંથી તમામ ડીડીઓને મિટિંગમાં બોલવામાં આવે ત્યારે તેઓ વેરાવળથી દીવ જાય છે. દીવથી પ્લેનમાં અમદાવાદ આવે છે. અમદાવાદ એરપોર્ટ ઉપર ગીર સોમનાથ જિલ્લાના હેડક્વાર્ટર વેરાવળથી આવેલી કારમાં બેસીને તેઓ ગાંધીનગર મિટિંગ અટેન્ડ કરવા માટે જાય છે. પરત ફરતી વખતે પણ બાય પ્લેન જ વેરાવળ પાછા જાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે, તેમની આ સરકારી મિટિંગના રુટમાં રાજકોટ આવતું જ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવો કાંડ? 4 વિકલાંગ IASની તપાસ શરૂ