લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં
ગુજરાતમાં વધુ એક વખત શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.

chhota udepur માં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં પોલીસે આરોપી શિક્ષક સંજય પારેખને ઝડપી પાડ્યો છે. શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે અડપલા કર્યાનો શિક્ષક પર આરોપ છે. અડપલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી શિક્ષકને આણંદ જિલ્લાના ખોળલગામમાંથી ઝડપી પાડ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો છોટાઉદેપુરની એક શાળામાં અંગ્રેજીનું શિક્ષણ આપતા નરાધમ શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી સગીર વયની વિદ્યાર્થિની પર નજર બગાડી હતી.
ધોરણ ૯માં અભ્યાસ કરતી ૧૩ વર્ષની સગીરા પર ૫૧ વર્ષીય વર્ગ શિક્ષકે વારંવાર શારીરિક અડપલાં કરતો હતો. એટલું જ નહીં કોઈ પણ વ્યક્તિને આ અંગે જાણ કરી તો હોસ્ટેલમાં ફોટા વાયરલ કરવાની સગીરાને ધમકી આપતો હતો. આખરે કંટાળીને સગીરાએ તેના માતા-પિતાને જાણ કરી અને વાલીઓએ પણ હિંમત દાખવી લંપટ શિક્ષક સંજય પારેખ સામે ફરિયાદ નોંધાવી હતી.
આદિવાસી સમાજની બાળકી સાથે આ પ્રકારનું દુષ્કૃત્ય થતા સમગ્ર આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા સુખરામ રાઠવાએ આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
આ સાથે જ સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયાસ ન કરવાની પણ તંત્ર સામે અપીલ કરી છે. તો પોલીસે પણ ફરિયાદ દાખલ કરીને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: મોટાવડા હાઈસ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યામાં 3 શિક્ષકોની પૂછપરછ શરૂ