અયોધ્યામાં રામમંદિરની સુરક્ષામાં રહેલા 'શત્રુઘ્ન'નું ગોળી વાગવાથી મોત
અયોધ્યાના સુપ્રસિદ્ધ રામમંદિરની સુરક્ષામાં રહેલા એસએસએફના જવાન શત્રુઘ્નનું ગોળી વાગવાથી મોત થઈ જતા ખળભળાટ મચી ગયો છે.

અયોધ્યાના પ્રસિદ્ધ રામમંદિરની સુરક્ષામાં રહેલા એક સ્પેશ્યિલ સિક્યોરિટી ફોર્સના જવાનનું શંકાસ્પદ પરિસ્થિતિમાં ગોળી વાગવાથી મોત થઈ ગયું છે. અયોધ્યા રામ મંદિર ખાતે ગોળીબારમાં જવાનનું મોત જવાનને આ ગોળી કેવી રીતે વાગી તે હજું સ્પષ્ટ નથી થયું. સૂચના મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મળતી માહિતી પ્રમાણે જવાન આંબેડકર નગરનો રહેવાસી હતો. ગઈકાલે બુધવારે વહેલી સવારે અચાનક જ ગોળીબારના અવાજથી રામ જન્મભૂમિ પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. જવાનના મોતના સમાચાર મળતા જ તેમના ઘરમાં અફરાતફરી મચી ગઈ હતી.
મૃતક પોલીસ જવાનનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતું અને તેમની ઉંમર લગભગ ૨૫ વર્ષ હોવાની માહિતી મળી રહી છે. ગોળીનો અવાજ સાંભળીને સ્થળ પર પહોંચેલા સાથી સુરક્ષાકર્મીઓએ તેને ત્યાં લોહીથી લથપથ હાલતમાં જોયો અને તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંથી ઘાયલ જવાનને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.
જવાનના મોતના સમાચારથી રામ મંદિર પરિસરમાં ખળભળાટ મચી ગયો છે. અયોધ્યાના આઈજી અને એસએસપી સહિત તમામ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ફોરેન્સિક ટીમને પણ ત્યાં બોલાવી લીધી હતી. ફોરેન્સિક ટીમે ઘટના સ્થળે તપાસ કરી હતી. આ મામલે જવાનના કેટલાક સાથીઓનું કહેવું છે કે, શત્રુઘ્ન વિશ્વકર્મા છેલ્લાં કેટલાક દિવસોથી પરેશાન હતો. ઘટના પહેલા તે મોબાઈલ જોઈ રહ્યો હતો. પોલીસે શત્રુઘ્નનો મોબાઈલ પણ તપાસ માટે મોકલી આપ્યો છે.
આ પણ વાંચો: બુલડોઝરઃ અયોધ્યામાં ભાજપની હારનું એક મોટું ફેક્ટર
મીડિયો રિપોર્ટ પ્રમાણે શત્રુઘ્ન ઘણાં સમયથી ડિપ્રેશનમાં હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી હોઈ શકે છે. જો કે હજુ સુધી કશું નક્કી નથી થઈ શક્યું. અધિકારીઓ પરિસરના સીસીટીવી ફૂટેજ અને નજીકમાં તહેનાત સૈનિકોની પણ પૂછપરછ કરી રહ્યા છે. આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું.
શત્રુઘ્ન વિશ્વકર્માને સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સ (SSF)માં ૨૦૧૯માં જ નોકરી મળી હતી. આંબેડકર નગરના સમ્મનપુર પોલીસ સ્ટેશનના કઝપુરા ગામનો રહેવાસી શત્રુઘ્ન રામમંદિર પરિસરમાં તૈનાત હતો. એસએસએફની રચના ૪ વર્ષ પહેલા યોગી આદિત્યનાથ સરકારે મંદિરોની સુરક્ષા માટે કરી હતી. શત્રુઘ્નના મોતના સમાચાર સાંભળ્યા બાદ આંબેડકરનગરમાં તેના પરિવારજની હાલત રોઈ રોઈને ખરાબ થઈ ગઈ છે. તેમને હજુ વિશ્વાસ નથી આવી રહ્યો કે શત્રુઘ્ન હવે આ દુનિયામાં નથી.
ઉલ્લેખનીય છે કે, ત્રણ મહિના પહેલા રામમંદિરની સુરક્ષામાં રહેલા અન્ય એક જવાનને પણ ગોળી વાગી હતી. જવાન તેની બંદૂકની સફાઈ કરી રહ્યો હતો ત્યારે અચાનક ટ્રિગર દબાઈ જતા તેને ગોળી વાગતા મોત થઈ ગયું હતું.
આ પણ વાંચો: પતિ હનીમૂન પર ગોવાને બદલે અયોધ્યા-કાશી લઈ ગયો, નારાજ થયેલી પત્નીએ કરી છુટાછેડાની અરજી