આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...

માતૃભાષા બચાવોના હાકલા પડકારા વચ્ચે દરેક મોરચે દલિત યુવાનો કેમ પાછાં પડે છે તેની વાત એક્ટિવિસ્ટ રાજુ સોલંકી અહીં તેમના આગવા અંદાજમાં સમજાવે છે.

આ ચૌદમી એપ્રિલે 26મી પ્રતિજ્ઞા એવી લેજો...
image credit - khabarantar.com

ભારતની સુપ્રિમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા આલા દરજ્જાના, ખ્યાતનામ ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલ કોઈપણ અસીલનો કેસ લડવા દિલ્હી બહાર પગ મૂકે  તો એમની ફી માત્ર રૂ. દોઢ કરોડ છે. સિબ્બલ સાહેબની ફીનું રેટકાર્ડ જુઓ. સુપ્રિમ કોર્ટમાં મીસેલેનીયસ મેટરમાં એક સુનાવણીમાં ઉપસ્થિત થવાના રૂ. પંદર લાખ પચાસ હજાર અને નોન-મીસેલેનીયસ મેટરમાં કે પછી ફાઈનલ હીયરિંગમાં ઉપસ્થિત થવાના રૂ. વીસ લાખ. રેગ્યુલર મેટરમાં એક સુનાવણીમાં ઉપસ્થિત થવાના રુ. 25 લાખ. દિલ્હી હાઇકોર્ટ કેદિલ્હીમાં જ કોઈ કાનૂની સત્તામંડળમાં કે પછી વર્ચ્યુઅલ હીયરિંગના કોન્ફરન્સ દીઠ મીસેલેનીયસ મેટરમાં રૂ. પચીસ લાખથી રૂ. પાંત્રીસ લાખ અને નોન-મીસેલેનીયસ મેટરમાં રૂ. 35 લાખ. અન્ય રાજ્યોની હાઇકોર્ટોમાં વર્ચ્યુઅલ હીયરિંગના રૂ. પાંત્રીસ લાખ. આર્બિટ્રેશનનો ચાર્જ રૂ. 15 લાખ. કોઈપણ મેટરમાં માત્ર મૌખિક અભિપ્રાય આપવાના રૂ. 11 લાખ. કોઈપણ મેટરમાં લેખિત અભિપ્રાય આપવાના રૂ. 15 લાખ. આંખો ફાટી ગઈ તમારી? સિબ્બલ સાહેબને ભાંડશો નહીં. અરૂણ જેટલી પણ આટલો જ ચાર્જ લેતા હતા. 

મુદ્દાની વાત એટલી જ છે કે સિબ્બલ સફળતાના જે શિખરો ચડ્યા છે તેની પાછળ તેમનું લીગલ નોલેજ માત્ર જ જવાબદાર નથી, પરંતુ તેમનું ધુંઆધાર, અસ્ખલિત અંગ્રેજી પણ એટલું જ મહત્વનું છે. 

આ રેટકાર્ડ વાંચ્યા પછી તમને ગુજરાત શિક્ષણ પરિષદની પેલી મુહિમનો અર્થ સમજાઈ જવો જોઇએ, જેમાં તેઓ કહે છે કે, "ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહી અંગ્રેજીમાં કરો અથવા તો અમને અંગ્રેજીમાં ભણાવો." 

આ પણ વાંચો:ખાવાના વાસણ ન હોય તો રોટલી હાથમાં રાખીને ખાવ પણ તમારા બાળકોને ભણાવો

2015માં રાજુ સોલંકી નામનો એક માણસ ગુજરાત હાઇકોર્ટમાં રાઇટ ટુ એજ્યુકેશનના અમલ માટે જાહેર હિતની અરજી કરે છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં પ્રથમવાર સાડી છસો નોન-ગ્રાન્ટેડ, પ્રાઇવેટ સ્કૂલોને નોટિસો ફટકારવામાં આવે છે. પરિણામે જેની ફી સીત્તેર-એંસી હજાર છે તેવી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં દલિત બાળકો ભણતા થાય છે. સવા લાખ બાળકો પ્રવેશ મેળવે છે. આ કોઈ નાની સૂની ઘટના નહોતી. જ્યાં વિચારધારાની પત્તર ખંડાય છે તેવા ઉત્તરપ્રદેશમાં પણ 2015માં માત્ર સાત હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હતો.

સુપ્રિમ કોર્ટમાં એડવોકેટ ઓન રેકોર્ડ (એઓઆર)ની સંખ્યા માંડ 2 હજાર છે અને એમાં પણ ગુજરાતના મુઠ્ઠીભર વકીલો છે. ગુજરાત હાઇકોર્ટમાં પણ આંગળીના વેઢે ગણાય એટલા દલિત વકીલો છે. આપણા સમાજે અંગ્રેજી માધ્યમનું મહત્વ સમજવાનું છે. ‘માતલુ ભાષા માતલુ ભાષા’નું રટણ છોડો. 

14મી એપ્રિલ આવી રહી છે. દલિતો ડાયરાઓ, રેલીઓ, સભાઓ પાછળ ધૂમ પૈસા ખર્ચશે. ‘જય ભીમ જય ભીમ’ના ગગનભેદી નારા લગાવશે. મોટાભાગના સમારંભોમાં ભાજપના પદાધિકારીઓને હારતોરા થશે. 

યાદ રાખજો, રૂપાલાને અંગ્રેજી નહીં આવડે તો પણ એ મિનિસ્ટર થવાના જ છે. ક્ષત્રિયો એમના પ્રતાપી પૂર્વજોની ગૌરવગાથા પર જન્મારો કાઢી નાંખશે. ફલાણી મહિલા આપણા સમાજ માટે ગમે તેમ બોલી ગઈ અને લોંકડી બાઈએ એની ચેનલમાં એનો વીડિયો મૂક્યો. આ બધી જ ફાલતુ વાતો છે. તમે ફેસબૂક પર એમને વખાણતી કે વખોડતી પોસ્ટ કર્યા કરશો તો તમારી ભવની ભાવઠ ભાંગવાની નથી. 

ડૉ. બાબાસાહેબ આંબેડકરને માનતા હો તો એમના જીવનમાંથી 0.000001 ટકા જેટલી પણ પ્રેરણા લેજો. આ ચૌદમી એપ્રિલે બાબાસાહેબની પ્રતિમાએ બાબાસાહેબે આપેલી પચીસ પ્રતિજ્ઞાઓ લીધા પછી છવીસમી પ્રતિજ્ઞા એવી પણ લેજો કે હું મારા બાળકને અંગ્રેજી ભણાવીશ, એવું અંગ્રેજી ભણાવીશ કે એમના અસ્ખલિત વાણી પ્રવાહમાં આ દેશની સદીઓ જૂની વર્ણવ્યવસ્થા અને ઉજળિયાતોનો અહમ તણાઈને કાયમ માટે દફન થઈ જાય. જય ભીમ. 

- રાજુ સોલંકી (લેખક ગુજરાત શિક્ષણ પરિષદના પ્રમુખ અને આંબેડકરી વિચારધારાના પક્ષધર છે)

આ પણ વાંચો:ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનામત ખતમ કરવાનું ષડયંત્ર નિષ્ફળ, હોબાળા બાદ UGC-શિક્ષણ મંત્રાલયે સ્પષ્ટતા કરવી પડી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


  • Solanki Girish
    Solanki Girish
    Raju dada a gujrat na bahujan samaj nu अमूल्य ઘરેણું છે raju दादा ne so so Salam. Ane hajar var દંડવત प्रणाम. Jo raju dada a je te पिटीशन દાખલ na કરાવી હોત to maru બાળક આજે અંગ્રેજી માધ્યમ na bhantu hot. Love you raju dada..
    2 months ago
  • Arvindbhai  Aghera
    Arvindbhai Aghera
    जय भीम,,????
    3 months ago
  • Nagin Dodiya
    Nagin Dodiya
    Absolutely right,Rajubhai .
    3 months ago