પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?

પીએમ બેરોજગારી ભથ્થું યોજના હેઠળ તમને દર મહિને 3500 રૂપિયા મળશે, જો તમને આ મેસેજ મળ્યો છે તો સાવધાન થઈ જાવ.

પીએમ બેરોજગારી ભથ્થાં હેઠળ મહિને રૂ. 3500 મળશે, તમને મેસેજ આવ્યો?
image credit - Google images

એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે બેરોજગારો માટે એક સ્કીમ શરૂ કરી છે. PIB ની પોસ્ટ અનુસાર, વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, "પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના. સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે."
જો તમને પણ આ મેસેજ મળ્યો છે, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. સોશિયલ મીડિયા પર આવી લિંક પર ક્લિક કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. છેતરપિંડી કરનારાઓ નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે હવે વિવિધ ચાલાકીઓ અપનાવી રહ્યા છે. તેનું તાજેતરનું ઉદાહરણ આ વાયરલ મેસેજ છે, જેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર દર મહિને બેરોજગારોને ભથ્થું આપવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માટે એક યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે. પણ હકીકતે આ સમાચાર ફેક છે.

મામલો શું છે?
સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે બેરોજગારો માટે એક સ્કીમ શરૂ કરી છે. PIBની પોસ્ટ અનુસાર, વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના. સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપશે. આ વાયરલ પોસ્ટની સાથે એક લિંક પણ શેર કરવામાં આવી છે અને લોકોને રજીસ્ટ્રેશન કરવા માટે કહેવામાં આવ્યું છે.

મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું યોજના 2022 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. આ યોજના હેઠળ બેરોજગાર યુવાનોને દર મહિને 3500 રૂપિયા આપવામાં આવશે. તમારા મોબાઇલ પરથી આ લિંક પર ક્લિક કરીને હમણાં જ નોંધણી કરો. 

PIBએ આ દાવાને ખોટો ગણાવ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીઆઈબીએ કહ્યું કે, 'ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.

ફ્રી મોબાઈલની નકલી પોસ્ટ વાયરલ થઈ
અગાઉ આવી જ બીજી એક વાયરલ પોસ્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર ફ્રી મોબાઈલ ફોન આપી રહી છે. PIBએ માહિતી આપી હતી કે, 'GavDehatvlogs ચેનલના વિડિયો થંબનેલ અનુસાર, કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ફ્રી મોબાઈલ સ્કીમ હેઠળ તમામ લોકોને મફત મોબાઈલ ફોન આપશે.' પીઆઈબીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. તેમજ આવા સમાચાર શેર ન કરવાની સલાહ આપી છે.

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયાના આજના જમાનામાં સાયબર ફ્રોડનો ગ્રાફ સતત વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને વોટ્સએપ પર આ પ્રકારના સરકારી યોજનાઓના મેસેજ ફરતા કરીને લોકોની વિગતો મેળવીને તેમની સાથે છેતરપિંડી થાય છે. ભારત દેશમાં જ્યાં અરજી કરવા છતાં લોકોને સરકારી યોજનાનો લાભ નથી મળતો, ત્યાં આ રીતે કોઈ મફતમાં એક ક્લિક પર તમને કોઈ યોજનાનો લાભ કેવી રીતે આપે, બસ આટલો જ વિચાર કરજો, જેથી ઓનલાઈન ફ્રોડથી બચી જશો.

આ પણ વાંચોઃ Online Shopping માં ઓપન બોક્સ ડિલિવરી તમને ફ્રોડથી બચાવશે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.