મજૂરગામમાં બાબાસાહેબની સિંહાસન પર બિરાજતી પ્રતિમાનું અનાવરણ
14મી એપ્રિલના રોજ અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં રૂ. 12 લાખના ખર્ચે બાબાસાહેબની સિંહાસન પર બિરાજતી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે.
14મી એપ્રિલના રોજ અમદાવાદના મજૂરગામ વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની રૂ. 12 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ શહેરમાં સિંહાસન પર બિરાજતી હોય તેવી બાબાસાહેબની આ એકમાત્ર પ્રતિમા બની ગઈ છે. જોતા જ મનમાં ગર્વની લાગણી પેદા કરતી આ પ્રતિમાને તૈયાર કરવા માટે સ્થાનિક કોર્પોરેટરો રમીલાબેન પરમાર, શહેજાદખાન પઠાણ અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારની ભલામણથી અમદાવાદ મ્યુનિસિલપ કોર્પોરેશને કોર્પોરેટરને મળવાપાત્ર ગ્રાન્ટ અન્વયે આ રકમ ફાળવી હતી. એએમસીના અધિકારીઓએ ગ્રાન્ટને મંજૂર કરીને પ્રતિમા રામોલની એક કંપનીને તૈયાર કરવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો હતો. એક વર્ષમાં પ્રતિમા તૈયાર કરીને મજૂરગામ ચાર રસ્તા પર સ્થાપિત કરી હતી અને 14મી એપ્રિલના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહુજન સમાજ ઉમટી પડ્યો હતો.
આ પણ વાંચોઃ મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
સિંહાસન પર બિરાજતી એકમાત્ર પ્રતિમા
અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આવેલા મજૂરગામ ચાર રસ્તા પાસે સ્થાપિત કરવામાં આવેલી ડો. આંબેડકરની આ પ્રતિમા સોનેરી રંગના ગોળ ઘુમ્મટ આકારમાં સ્થાપિત કરવામાં આવી છે. તેની ચોતરફ સ્ટીલનું મજબૂત રેલિંગ અને અંદર સુંદર મજાનું લાઈટિંગ કરવામાં આવ્યું છે. રાત્રે આ પ્રતિમા રોશની ઝળહળી ઉઠતા એક રોંમાંચક નજારો જોવા મળે છેખાસ કરીને અહીંથી પસાર થતી કોઈપણ વ્યક્તિ સદીના મહાનાયક ડો. આંબેડકરની આ પ્રતિમા અને ભવ્ય નજારો જોઈને પ્રભાવિત થયા વિના રહી શકતી નથી. અહીં એ ખાસ નોંધવું રહ્યું કે, અમદાવાદ શહેર કે તેની આસપાસના વિસ્તારમાં બાબાસાહેની સિંહાસન પર બિરાજતી હોય તેવી એક પણ પ્રતિમા નથી. આ પહેલી એવી પ્રતિમા છે, જેમાં બંધારણના ઘડવૈયા સિંહાસન પર બિરાજે છે.
આ પણ વાંચોઃ તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...
પ્રતિમાએ યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું
બાબાસાહેબની સિંહાસન પર બિરાજતી આ પ્રતિમાએ મજૂરગામ અને તેની આસપાસના વિસ્તારમાં આબાલવૃદ્ધ સૌનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને યુવાવર્ગમાં તેનું વિશેષ આકર્ષણ પેદા થયું છે. યુવાનો-યુવતીઓમાં આ પ્રતિમા સાથે સેલ્ફી લેવા રીતસરનો ધસારો જોવા મળ્યો છે. 14મી એપ્રિલના આખા દિવસે અને રાત્રે પણ મોડે સુધી મજૂરગામ અને તેની આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં યુવાનો-યુવતીઓએ બાબાસાહેબની આ સિંહાસન પર બિરાજમાન પ્રતિમા સાથે સેલ્ફી ખેંચવા માટે રીતસરની પડાપડી કરી હતી આખો દિવસ પ્રતિમા સાથે સેલ્ફી ખેંચાવવા માટે લોકો લાઈનોમાં ઉભા રહેતા જોવા મળ્યા હતા. અનેક યુવાનોએ બાબાસાહેબની આ પ્રતિમાના ફોટાં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યા હતા. સેંકડો લોકોએ પ્રતિમાની રિલ બનાવીને ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી. આ ટ્રેન્ડ પ્રતિમાના અનાવરણ બાદ હજુ પણ ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ દેશના અંતિમ જન સુધી બંધારણીય જોગવાઈઓ અને તેનો અમલ પહોંચે તે જ સાચું પ્રજાસત્તાક
રાત્રિના સમયે ભવ્ય નજારો સર્જાય છે
રૂ. 12 લાખના ખર્ચે તૈયાર થયેલી બાબાસાહેબની આ પ્રતિમા દિવસે જેટલી ભવ્ય દેખાય છે તેના કરતા અનેકગણો ભવ્ય નજારો રાત્રે જોવા મળે છે. સોનેરી રંગમાં રંગાયેલા ઘુમ્મટમાં બંધારણના ઘડવૈયા ખરા અર્થમાં મહાનાયક જેવા ભાસે છે. દૂરથી ચાલી આવતી કોઈપણ વ્યક્તિ બાબાસાહેબને ઓળખી શકે તે રીતે તેને ડિઝાઈન કરાઈ છે. પ્રતિમાની અંદર અને બહાર કરવામાં આવેલું લાઈટિંગ ચાલું થતા જ સમગ્ર તેની રોનક બદલાઈ જાય છે. અને દૂરથી પણ કોઈ વ્યક્તિ તેને ઓળખી શકે તેવું તેનું ડિઝાઈનિંગ છે.
આ પણ વાંચોઃ મનુ પ્રતિમા - ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
મજૂરગામમાં આ પ્રતિમાની પાસેની જ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ સોલંકીએ આ પ્રતિમાના નિર્માણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, “સ્થાનિક કોર્પોરેટરો રમીલાબેન પરમાર, શહેજાદખાન પઠાણ તથા દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમારને મળવાપાત્ર ગ્રાન્ટમાંથી એએમસીએ આ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું છે. પહેલા પ્રતિમાનું માત્ર નવીનીકરણ થાય તે માટે ગ્રાન્ટ માંગી હતી. પણ તેમાંથી ફક્ત પ્રતિમા જ બની શકી હતી. એ પછી બાકીનું કામ પૂર્ણ કરવા માટે વધુ ગ્રાન્ટ માંગી હતી. તેથી આ કોર્પોરેટરોએ વધુ ગ્રાન્ટ ફાળવી હતી. અમદાવાદના રામોલમાં આવેલી ગ્રીન ફાઈબર નામની કંપનીને કોર્પોરેશન તરફથી આ પ્રતિમા તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો હતો. તેના માલિક નકુલભાઈ સોનવણેએ અંગત રસ દાખવીને આ પ્રતિમા તૈયાર કરી છે. તેમણે અલગ અલગ ઘણી ડિઝાઈનો બતાવી હતી, જેમાંથી સિંહાસન પર બિરાજતી આ ડિઝાઈન પર લોકોનો અભિપ્રાય વધુ સારો હોવાથી તે પસંદ કરાઈ હતી.
પ્રતિમા તૈયાર કરતી વખતે તેમણે અનેકવાર અમારા સલાહસૂચન લીધા હતા. અમે ઈચ્છતા હતા કે બંધારણના ઘડવૈયાની આ પ્રતિમા એવી હોય છે સમગ્ર અમદાવાદમાં અનોખી હોય. એટલે જ તેને સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. સામાન્ય રીતે આપણે બાબાસાહેબની પ્રતિમાને મોટાભાગે હાથમાં બંધારણ સાથે આપણને દિશાનિર્દેશ આપતા હોય તેમ આંગળી ચીંધતી મુદ્રામાં જોઈ છે. પણ આ પહેલી અને એકમાત્ર એવી પ્રતિમા છે, જેમાં તેઓ સિંહાસન પર બિરાજમાન છે અને હાથમાં ભારતનું બંધારણ છે.પ્રતિમાને સ્થાપિત કરવા માટે જરૂરી મંજૂરી મેળવવા માટે આઠેક મહિનાનો સમય લાગ્યો હતો. એ પછી બાકીનું કામ પૂર્ણ કરવામાં વધુ બે મહિના ગયા. આમ આખરે 14મી એપ્રિલના રોજ આ ભવ્ય પ્રતિમાનું અનાવરણ થઈ શક્યું છે.”
આ પણ વાંચો:શું બહુમતીના જોરે ભારતના બંધારણને બદલી શકાય ખરું?
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
અમિત કુમાર પુંજાભાઈ પરમારMahisagar
-
અમિત કુમાર પુંજાભાઈ પરમાર સરકાર આઝાદ સંતSantrampur
-
જગદીશ ભાઈ રામા ભાઈ મકવાણાબાબા સાહેબની વિચારધારા અને આદર્શોને કારણેજ આપણે પ્રગતિ કરી શકીશું
-
જગદીશભાઈ રામા ભાઈ મકવાણા9714071338