હિંદી યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થીઓ VC વિરુદ્ધ અવાજ ઉઠાવતા સસ્પેન્ડ
મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી આંતરરાષ્ટ્રીય Hindi University માં દલિત વિદ્યાર્થીઓએ કુલપતિના કાળા કામોને ઉઘાડા પાડતા તેમનું PhD અટકાવી સસ્પેન્ડ કરી દીધાં છે. જાણો શું છે ષડયંત્ર.
મહારાષ્ટ્રના વર્ધામાં આવેલી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી(International Hindi University)માં વાઇસ ચાન્સેલર(Vice Chancellor) અને યુનિવર્સિટી વહીવટીતંત્રની તાનાશાહીના કારણે દલિત-બહુજન સમાજના વિદ્યાર્થીઓ(Exploitation of Dalit Bahujan student)નું ભાવિ ધૂંધળું બની ગયું છે. તંત્ર દ્વારા યુનિવર્સિટી વિરોધી કૃત્યો કરવા અને સોશિયલ મીડિયા પર બદનક્ષીભરી સામગ્રી ફેલાવવાનો આરોપ લગાવતા ત્રણ દલિત વિદ્યાર્થીઓને સસ્પેન્ડ- હકાલપટ્ટી(suspend, Expulsion) કર્યા છે. આઠ મહિનાથી આ વિદ્યાર્થીઓ ન્યાયની આશામાં ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી.
સસ્પેન્ડ કરાયેલા રિસર્ચ સ્ટુડન્ટ રાજેશ કુમાર કહે છે કે “હિન્દી યુનિવર્સિટી તંત્ર દ્વારા દલિત-બહુજન રિસર્ચ સ્કોલરોનું શોષણ કરવામાં આવે છે, તેમને કાયદા વિરૂદ્ધ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”
આ પણ વાંચોઃ એક થીસિસ ચોરના નામે શિક્ષક દિવસ કેવી રીતે મનાવી શકાય?
રાજેશનું કહે છે, "છેલ્લા 08 મહિનામાં અમારો પક્ષ સાંભળ્યા વિના યુનિવર્સિટી એક્ટની વિરુદ્ધ જઈને અમારી પીએચડી(Ph.D) રદ કરવામાં આવી છે. અમે તેને પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છીએ અને ઉચ્ચ શિક્ષણ સાથે સંબંધિત તમામ સંસ્થાઓમાં ફરિયાદો નોંધાવી છે, પરંતુ સંબંધિત સંસ્થાઓએ હજુ સુધી અમારી હકાલપટ્ટી/સસ્પેન્શન અંગે કોઈ પગલાં લીધા નથી."
રાજેશ કુમાર કહે છે, "અમે લાંબા સમયથી યુનિવર્સિટીમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે કાયદાકીય રીતે વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધને કારણે પૂર્વ વાઇસ ચાન્સેલર રજનીશ શુક્લાએ તેમનો કાર્યકાળ પૂરો કર્યા વિના રાજીનામું આપવું પડ્યું હતું. તેના પર 50 થી વધુ શિક્ષકોની નિમણૂકોમાં ગોલમાલ કરવાનો અને એક શિક્ષિકાનું જાતીય શોષણ કરી તેના સ્ક્રીનશોટ્સ વાયરલ કરવાનો આરોપ હતો. શુક્લાના રાજીનામા પછી યુનિવર્સિટી એક્ટની વિરુદ્ધ જઈને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે IIM નાગપુરના ડિરેક્ટર ભીમરાવ મૈત્રીને વધારાનો હવાલો સોંપ્યો હતો."
ભીમરાવ મૈત્રીએ એક સસ્પેન્ડ કરાયેલા શિક્ષક ધર્વેશ કઠેરિયાને કોઈ જ તપાસ અને નિર્ણય વિના રજિસ્ટ્રાર પદે નિયુક્ત કરી દઈ યુનિવર્સિટીનો સંપૂર્ણ હવાલો તેને સોંપી દીધો હતો. કઠેરિયા પર તેના હોદ્દાનો દુરુપયોગ કરીને નાણાકીય ગેરરીતિઓ અને નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કાર્યવાહી કરી હોવાના આરોપ લાગ્યા હતા, જેના કારણે વાઇસ ચાન્સેલરે તેને રજિસ્ટ્રારના પદ પરથી હટાવી દીધો હતો.
આ પણ વાંચોઃ 2024 ની લોકસભા ચૂંટણીમાં પછડાટ ખાધા બાદ આરએસએસની રણનીતિ શું છે?
આ આરોપોની તપાસ માટે ન તો હજુ સુધી કોઈ કમિટી બનાવવામાં આવી છે, ન દોષિત અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. કેન્દ્ર દ્વારા વાઈસ ચાન્સેલર ભીમરાવ મૈત્રીની નિમણૂક સામે વરિષ્ઠ પ્રોફેસર લેલા કરુણ્યકારાએ નાગપુર હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુનાવણી બાદ કોર્ટે વાઈસ ચાન્સેલરની નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી.
પરંતુ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ તે ગમ્યું નહોતું કે યુનિવર્સિટી એક્ટ અંતર્ગત એક દલિત શિક્ષક, જે કુલપતિ પદનો દાવેદાર પણ હતો, તે ગેરકાયદે નિમણૂક સામે હાઈકોર્ટમાં પહોંચી ગયો. આથી તેને એક ષડયંત્ર હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને અન્ય વરિષ્ઠ પ્રોફેસર કેકે સિંહને કાર્યકારી વાઇસ ચાન્સેલરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ 11 વર્ષની ઉંમરે લકવો થઈ ગયો હતો, એ દલિત દીકરીએ દેશનું નામ રોશન કર્યું
વર્તમાન વાઇસ ચાન્સેલર કે.કે.સિંઘ અને રજિસ્ટ્રાર આનંદ પાટીલ દ્વારા 5 વિદ્યાર્થીઓનું સસ્પેન્શન અને હકાલપટ્ટી પાછી ખેંચવામાં આવી નથી. બે આર્થિક રીતે સક્ષમ વિદ્યાર્થીઓ નિરંજન કુમાર અને વિવેક મિશ્રા પોતાને હાંકી કાઢવાના અને સસ્પેન્શનના આદેશ પર સ્ટે લઈ આવ્યા હતા. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ હજુ પણ આ મામલે ન્યાયની રાહ જોઈ રહ્યાં છે. આ કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશે દલિત વિદ્યાર્થીઓના સસ્પેન્શન અને હકાલપટ્ટીને કુદરતી ન્યાયની વિરુદ્ધ માની છે.
તેમ છતાં વર્તમાન કુલપતિ કે.કે.સિંઘ અને રજીસ્ટ્રાર આનંદ પાટીલે છેલ્લા 8 મહિનામાં સત્તાવાર ઈમેલ, ફોન અને અંગત વ્હોટ્સએપ દ્વારા અનેક વખત જાણ કરવા છતાં કોઈ પગલાં લીધાં નથી. જે દલિત-બહુજન સમાજના વિદ્યાર્થીઓ વિરુદ્ધ એક સંગઠિત કાવતરું હોવાનું દર્શાવે છે.
આ પણ વાંચોઃ દલિતો અને ગણેશોત્સવઃ અહીંથી હું ભવ તરી શકું, અહીંથી ડૂબી શકું...