દલિત શક્તિ કેન્દ્ર ખાતે 'નીડર દલિત બોન્ડ' જાગૃતિ સંમેલન યોજાયું

બહુજન સમાજ માટે કામ કરતી સામાજિક સંસ્થા નવસર્જન ટ્રસ્ટ દ્વારા દલિત શક્તિ કેન્દ્ર નાની દેવતી ખાતે નીડર દલિત બોન્ડ જાગૃતિ સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો.

દલિત શક્તિ કેન્દ્ર ખાતે 'નીડર દલિત બોન્ડ' જાગૃતિ સંમેલન યોજાયું

દલિત શક્તિ કેન્દ્ર, નાની દેવતી, તાલુકો સાણંદ જી. અમદાવાદ ખાતે નવસર્જન ટ્રસ્ટ આયોજિત 'નીડર દલિત બોન્ડ' ના નેજા હેઠળ સામાજિક જાગૃતિ સંમેલન યોજાઈ ગયું. જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના લોકોએ ભાગ લીધો હતો.

નવસર્જન ટ્રસ્ટ દ્વારા ગુજરાતભરમાં સામાજિક જનજાગૃતિ અને બંધારણીય અધિકાર, માનવ અધિકારો તેમજ દલિતો વિરૂધ્ધ થતા અન્યાય, જ્ઞાતિ આધારિત ભેદભાવ, અત્યાચાર, અસ્પૃશ્યતા, અસામાનતા સામે મજબૂત રીતે કાનૂની લડત લડી સમાજને સામાજિક ન્યાય મળે તે દિશામાં છેલ્લા પાંત્રીસ વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. 

આ કામગીરીનાં ભાગ રૂપે નવસર્જન ટ્રસ્ટ દ્વારા વર્ષ 2016 થી 2024 સુધી ગુજરાતભરમાં દલિત આંદોલનને મજબૂત કરવા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, તે કાર્યક્રમની માહિતી પણ જાહેરમાં રજૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: મયૂર વાઢેરના પુસ્તક 'પૂના કરાર' ની સુધારેલી આવૃત્તિ પ્રગટ થઈ

જેથી સમાજમાં વ્યાપક જાગૃતિ આવે અને બંધારણીય અને માનવ અધિકારોની સુરક્ષાની લડતની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજુ સોલંકી લિખિત ‘માનવ અધિકારના મશાલચી: વીર મેઘમાયા’ પુસ્તકનું વિમોચન થયું

12 મેના રોજ નાની દેવતી ખાતે આવેલા દલિત શક્તિ કેન્દ્ર ખાતે યોજાયેલા 'નીડર દલિત બોન્ડ' કાર્યક્રમમાં ગુજરાત ભરમાંથી 500થી વધુ આગેવાનો, માતાઓ-બહેનો, યુવાનો અને દાતાશ્રીઓ જોડાયા  હતા.

જેમાં અમદાવાદ શહેરમાંથી પણ મોટી સંખ્યામાં દાતાશ્રીઓ અને આગેવાનશ્રીઓ જોડાઈને નવસર્જન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવતા બંધારણીય અને માનવ અધિકાર આંદોલનને મજબૂત કરવા માટે તન મન અને ધનથી મદદરૂપ થવાની બાહેધરી આપી હતી. અત્યાર સુધીમાં આ કાર્યક્રમ હેઠળ રૂ. 52000નું દાન આવ્યું હતું.

નવસર્જન ટ્રસ્ટ પર અનેક પ્રતિબંધો લદાયા છે

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા નવસર્જન ટ્રસ્ટ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બંધ કરાવવાના પ્રયાસના ભાગરૂપે વર્ષ 2016માં વિદેશી ડોનેશનનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું હતું.

પણ સમાજના આર્થિક સહયોગથી નવસર્જન ટ્રસ્ટની સામાજિક ન્યાયની આ લડત ચાલુ રહી છે અને ચાલુ જ રહેશે તેવી વાત આ સંમેલન કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો કાંતિલાલ પરમાર, કિરીટભાઈ સોલંકી, રાઘવભાઈ સોંદરવા, વિજયભાઈ પંડ્યા, રણજીતભાઈ કણબી, પ્રકાશભાઈ પરમાર, પ્રેમજીભાઈ ચામુંડાનગર મલાવ તળાવ, રામજીભાઈ રાઠોડ, સુરેશભાઈ ગુપ્તાનગર, અરવિંદભાઈ સોલંકી રત્નદીપ સોસાયટી, મોહનભાઇ લુહાર, રાકેશભાઈ લુહાર દેવાસ ફ્લેટ, હીરાલાલ પરિવારસહકાર બાગ સોસાયટી, રમેશભાઈ સોલંકી પરિવાર મણિનગર, રાકેશભાઈ, કિશનભાઇ બહેરામપુરા, અમરતભાઈ દુધેશ્વર, વિલાબેન પરેશભાઈ રાયખડ, ગીતાબેન જાદવ બોપલ અમદાવાદ શહેર, રમેશભાઈ મોતીલાલ સોલંકી ઠીકરીયા, ભરૂચથી અને ડુંગરભાઈ સાણંદ વગેરેએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ પણ વાંચો: ગાંધી આશ્રમ સામેની સોસાયટીમાં પુણ્યાનુમોદન, શાંતિ વંદના કાર્યક્રમ યોજાયો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.