જગન્નાથજીની રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે?
દેશભરમાં આજે જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. રથયાત્રાનો કોન્સેપ્ટ બૌદ્ધ ધર્મમાંથી ઉઠાંતરી કરેલો હોવાનું વર્ષોથી ચર્ચાય છે, ત્યારે અહીં કેટલાક તથ્યો રજૂ કર્યા છે.
ગુજરાત સહિત દેશભરમાં આજે હિંદુ ધર્મના ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે. જો કે, તેમાં જે પ્રતિકોનો ઉપયોગ કરવામાં આવે છે તે તેના હિંદુ ધર્મ સાથેના જોડાણ બાબતે શંકા પેદા કરે તેવા છે. એક પુસ્તક છે 'बौद्धो के जगन्नाथ पुरी पर ब्राह्मणों का कब्जा क्यो?'
આ પુસ્તકની પ્રસ્તાવના બામસેફના માનનીય વામન મેશ્રામે લખી છે અને બુદ્ધિષ્ટ ઈન્ટરનેશનલ નેટવર્કના રાષ્ટ્રીય પ્રભારી ડૉ. વિલાસ ખરાત તેના લેખક અને સંપાદક છે. આ પુસ્તકના પ્રકરણો જુઓ,
(1) ઓરિસ્સાના પુરી જિલ્લાનું બૌદ્ધ પુરાતત્વ
(2) રથયાત્રા બૌદ્ધ ધર્મની ત્રિરત્ન યાત્રા છે
(3) જગન્નાથપુરી પર બ્રાહ્મણોનો કબ્જો બ્રાહ્મણી આતંકવાદનો પુરાવો છે
(4) રામ, કૃષ્ણ અને શિવના માધ્યમથી પ્રતિક્રાંતિ
(5) સંત ભીમા ભોઈના આંદોલનથી એ સાબિત થયું કે આદિવાસીઓ પર પહેલા બૌદ્ધ હતા
આ પુસ્તક વિશે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જોવા મળે છે, "બ્રાહ્મણો લાખ ષડયંત્ર કરે પણ એકને એક દિવસ ચોક્કસ સત્ય સામે આવી જ જાય છે. બુદ્ધગયા મુક્તિ આંદોલન, સાકેત મુક્તિ આંદોલનની સાથે સાથે હવે જગન્નાથ પુરી મુક્તિ આંદોલન પણ બુદ્ધિષ્ટ ઈન્ટરનેશનલ નેટવર્કના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં જોડાઈ ગયું છે. આ આંદોલનકારીઓનું કહેવું છે કે, ભારતમાં વિદેશી મૂળ ધરાવતા બ્રાહ્મણોનું કશું જ નથી."
આ પણ વાંચોઃ થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
વાસ્તવિક ભારતની શોધ કરનાર સર એલેકઝાંડર કનિંગહામે પુરાતત્વીય પુરાવાઓના આધારે એ સિદ્ધ કરી દીધું હતું કે "પુરીનું જગન્નાથ મંદિર સમ્રાટ અશોક દ્વારા તથાગત બુદ્ધના દાંત પર બનાવવામાં આવેલા પવિત્ર સ્તૂપની જગ્યા છે. એટલે તેનું નામ ઉદંતપુરી એવું પડ્યું હતું." અહીંયા 5 પવિત્ર બુદ્ધ સ્તૂપ આવેલા છે. લોર્ડ કનિંઘમ શું લખે છે તે પણ જોઈ લો,
"પ્રાંતનો પરિઘ 7000 લિ અથવા 1167 માઈલ હતો અને તે દક્ષિણ-પૂર્વમાં સમુદ્રથી ઘેરાયેલો હતો. જ્યાં કી-લી-થી-કો-ચિગ અથવા ચરિતાપુર નામનું પ્રખ્યાત બંદર હતું. આ સંભવતઃ પુરીનું વર્તમાન નગર હતું જેની નજીક જગન્નાથનું પ્રસિદ્ધ મંદિર બનેલું છે. નગરની બહાર એકબીજાની નજીક જ 5 સ્તૂપ હતા જેના બુર્ઝ ઘણાં ઊંચા હતા. મારું અનુમાન છે કે, આમાંના એકને જગન્નાથને સમર્પિત કરવામાં આવ્યો છે. આ દેવતા, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની ત્રણ આકાર રહિત મૂર્તિઓ બૌદ્ધ ધર્મની બુદ્ધ, ધર્મ અને સંઘની લાક્ષણિક મૂર્તિની એક નબળી નકલ છે, જેમાં બીજી મૂર્તિને કાયમ સ્ત્રીરૂપના પ્રતિનિધિ તરીકે સ્વીકારવામાં આવી છે. મથુરા અને બનારસના વાર્ષિક પંચાગમાં તેને બુદ્ધના બ્રાહ્મણ અવતાર તરીકે સ્વીકારવામાં આવે છે, જેનાથી એ તથ્યની પુષ્ટિ થાય છે કે, જગન્નાથની મૂર્તિઓ બૌદ્ધ મૂર્તિઓ પર આધારિત છે."
જગન્નાથની બૌદ્ધ ઉત્પત્તિની સાબિત સૌ પ્રથમ સર એલેકઝાંડર કનિંગહામે આપી હતી, એ પછી બીજા અનેક વિદ્રાનો તેમને અનુસર્યા. જેમ કે, ડબલ્યૂ. ડબલ્યૂ. હંટર, ડબલ્યૂ જે. વિલ્કિંસ, આર.એલ. મિત્રા, એચ.કે. મહાતાબ, એમ. માનસિંહ, એન.કે. સાહૂ વગેરે.
આ વિદ્રાનોએ સાહિત્યિક અને પુરાતાત્વિક સ્ત્રોતોના આધારે જગન્નાથ પંથની બૌદ્ધ ધર્મ સાથે રહેલી સમાનતા દેખાડવા પ્રયાસ કર્યો છે. તેમણે જગન્નાથની ઉત્પત્તિ બૌદ્ધ ધર્મમાંથી થઈ હોવાની તરફેણમાં કેટલાક તર્ક રજૂ કર્યા છે તે સમજીએ.
આ પણ વાંચોઃ બુદ્ધ પૂર્ણિમાએ ભારતીય બૌદ્ધોનું 2300 વર્ષ જૂનું સપનું સાકાર થયું
(1) બૌદ્ધ સાહિત્યમાં ભગવાન બુદ્ધને નાથ, જગન્નાથ, લોકનાથ, જીના, ભુવનેશ્વર વગેરે નામોથી બોલાવવામાં આવે છે અને આ નામો તિબેટિન સ્ત્રોતોમાંથી પ્રાપ્ત થયા છે. એટલે 'જગન્નાથ' નામ બૌદ્ધ ધર્મમાંથી લેવામાં આવ્યું છે.
(2) બૌદ્ધ ધર્મ અને જગન્નાથ પંથમાં પણ આવી જ પરંપરાઓ છે. બૌદ્ધ ધર્મે સૌથી પહેલા જાતિભેદને ખતમ કર્યો. એ જ રીતે જગન્નાથ મંદિરમાં મહાપ્રસાદ લેતી વખતે જાતિભેદ નથી હોતો. આ બૌદ્ધ પરંપરામાંથી આવ્યું છે. એટલે જ બલરામ દાસે પોતાના ગ્રંથ 'ભાભા સમુદ્ર'માં લખ્યું છે કે, नाथ तो क्षेत्रे सन्न बदन नहिं, ब्राह्मण चंदा सारी तु, हे प्रभु, आपके धाम में ब्राह्मण और चांडाल में कोई भेद नहीं है।.
(3) બૌદ્ધ વિદ્રાનોનો દાવો છે કે, જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની ત્રયીનો વિકાસ બૌદ્ધ દર્શનના 'ત્રય' અથવા 'ત્રિ-રત્ન' સિદ્ધાંતમાંથી લેવામાં આવ્યો છે. બુદ્ધ, ધ(ર્મ) અને સંઘ.
(4) સિંઘલના ધર્મકીર્તિના "દત્તવંશ"માં ટાંકવામાં આવેલી કિવદંતીના આધારે વિદ્વાનોનું કહેવું છે કે, ગૌતમ બુદ્ધના પાર્થિવ અવશેષ, સંભવતઃ દાંત, જગન્નાથના શરીરમાં રાખવામાં આવ્યા છે. આ વિચાર જગન્નાથની બ્રહ્માની કિવદંતી પર ભાર મૂકે છે, જેને હિંદુ દેવતાઓમાં મૂર્તિમંત માનવામાં આવે છે.
(5) ઈતિહાસકારો મુજબ, ભગવાન જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ સંભવિત મહાયાન બૌદ્ધ ધર્મકાળના બૌદ્ધ દર્શનથી પ્રભાવિત છે.(બૌદ્ધો દ્વારા રથયાત્રાનો ઉત્સવ, જેની ઉત્પત્તિ ખોતાનમાં થઈ હતી.) ન માત્ર બૌદ્ધ પરંતુ જૈન પણ દાવો કરે છે કે, રથયાત્રા ઉત્સવ તેમના પંથ પ્રત્યેના સખત પાલનનું પ્રતિક છે.
(6) પ્રાચીન પાલી સાહિત્યમાં ભગવાન જગન્નાથનો ઉલ્લેખ મળે છે. ઈંદ્રભૂતિએ પોતાની "જ્ઞાન સિદ્ધિ"માં બુદ્ધને જગન્નાથ કહ્યા છે.
(7) બોધિગયામાં બુદ્ધની એક અપૂર્ણ મૂર્તિ વિશે એક કિવદંતી પ્રચલિત છે, જે જગન્નાથની અપૂર્ણ મૂર્તિ સાથે સમાનતા દર્શાવે છે.
(8) વર્તમાનમાં ઈલોરામાં બુદ્ધની એક પ્રતિમાને જગન્નાથ કહેવામાં આવે છે, જે સાબિત કરે છે કે, જગન્નાથ અને બુદ્ધ એક જ છે.
(નોંધઃ આ માહિતી સંપૂર્ણપણે ઉપલબ્ધ ઓનલાઈન રિસર્ચ સ્ત્રોતો પર આધારિત છે, જેથી કોઈ માહિતીદોષ કે અન્ય કોઈ ક્ષતિ હોય તો તેના માટે ખબરઅંતર.કોમ જવાબદાર નથી.)
આ પણ વાંચોઃ ગુજરાતની શાળાઓના પાઠ્યપુસ્તકોમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંક જુઠ્ઠાણાં છપાયા