થાઈલેન્ડમાં બુદ્ધના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રામાં 40 લાખ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
તથાગત બુદ્ધ અને તેમના બે મુખ્ય શિષ્યોના પવિત્ર અવશેષોની પ્રદર્શન યાત્રા ગઈકાલે થાઈલેન્ડના પ્રવાસેથી દિલ્હી પરત ફરી છે. પ્રદર્શનમાં 40 લાખથી વધુ લોકોએ પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત બુદ્ધના અવશેષોની પ્રદર્શન યાત્રા થાઈલેન્ડના પ્રવાસ બાદ દિલ્હી પરત આવી ગઈ છે. સમગ્ર થાઈલેન્ડમાં એક મહિના સુધી ચાલેલી આ પ્રદર્શન યાત્રા દરમિયાન અંદાજે 40 લાખ ભક્તોએ તથાગત બુદ્ધ અને તેમના બે શિષ્યોના પવિત્ર અવશેષોને વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
બુદ્ધના બે મુખ્ય શિષ્યો અરહંત સરિપુટ્ટ અને મહા મોગ્ગલાના પવિત્ર અવશેષો સાથેની પ્રદર્શન યાત્રા ગઈકાલે સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે ભારત પરત આવી ગઈ હતી. 2 બૌદ્ધ સાધુઓ ભારતથી થાઇલેન્ડ સુધી એક મહિના માટે પ્રવાસ કરી રહ્યા છે. થાઈલેન્ડના સંસ્કૃતિ મંત્રાલયે જાહેરાત કરી હતી કે અહીં યોજાયેલા પ્રદર્શન દરમિયાન ચાર મિલિયનથી વધુ શ્રદ્ધાળુઓએ બુદ્ધના પવિત્ર અવશેષોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચોઃ દેશની TOP 5 IITમાં 98% ફેકલ્ટીઓ કથિત ઉચ્ચ જાતિની: Nature magazineનો ચોંકાવનારો રિપોર્ટ
બુદ્ધના અવશેષોની આ પ્રદર્શન યાત્રાને અસાધારણ પ્રતિસાદ મળ્યો હતો. પવિત્ર અવશેષોની શોભાયાત્રા થાઈલેન્ડમાં એક પછી એક શહેરમાં પહોંચી હતી. જ્યાં વહેલી સવારથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી હતી. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના (IBC) સહયોગથી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા બુદ્ધના અવશેષોના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ભારતની અદાલતોમાં 4.44 કરોડ કેસો પેન્ડિંગ, જેમાં 36.57 લાખ કેસો મહિલાઓને લગતા!
22 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી શરૂ થયેલી આ પ્રદર્શન યાત્રા બેંગકોક, ચિયાંગ માઇ, ઉબોન રત્ચાથાની અને ક્રાબી પ્રાંતોની યાત્રા કરી ગઈકાલે 19મી માર્ચના રોજ સમાપ્ત થઈ હતી. શહેરના સેન્ટ્રલ એક્ઝિબિશન પાર્કમાં થાઈલેન્ડના રાજા મહામહિમ વજીરાલોંગકોર્ન અને તેમની રાણી દ્વારા પ્રાર્થનાનું ઉદ્ઘાટન સંપૂર્ણ ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું. 28 જુલાઇના રોજ થાઈલેન્ડના રાજાનો 72મો જન્મદિવસ છે. 'શેર્ડ હેરિટેજ, શેર્ડ વેલ્યુઝ' થીમ સાથેના આ પ્રદર્શનમાં તેમના જન્મદિનની ઉજવણીને આદર અને સન્માન સાથે ચિહ્નિત કરવામાં આવી હતી.
બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારના નેતૃત્વ હેઠળના સત્તાવાર પ્રતિનિધિમંડળ સાથે આ અવશેષો 22 ફેબ્રુઆરીએ બેંગકોક પહોંચ્યાં હતા. ભારતના બૌદ્ધ સાધુઓએ દરેક ચાર સ્થળોએ અવશેષોમાં હાજરી આપી હતી.
આ પણ વાંચોઃ બહુજન સમાજે Mohammed Shami પાસેથી શું શીખવા જેવું છે?
તેમની સાથે વિવિધ ભારતીય યુનિવર્સિટીઓના વિદ્વાનો પણ હતા, જેમણે અવશેષોની સુસંગતતા અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા મુદ્દા પર વાત કરી હતી. અવશેષોની પરત યાત્રા સમયે લોકસભાના સભ્ય જમ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના નેતૃત્વના પ્રતિનિધિમંડળ તથા થરવાડા અને મહાયાન પરંપરાના કેટલાક સાધુઓ અવશેષોની સાથે રહ્યાં હતા. આ અવશેષો 19 માર્ચે નવી દિલ્હીમાં એરફોર્સ સ્ટેશન પાલમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિદેશ રાજ્યપ્રધાન મીનાક્ષી લેખીએ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેને સ્વીકાર્યા હતા.
આગળ વાંચોઃ 2023માં 80% મુસ્લિમ વિરોધી નફરતભર્યાં ભાષણો ભાજપ શાસિત રાજ્યોમાં આપવામાં આવ્યાઃ અહેવાલ
આ પણ વાંચોઃ 2013 પછીથી દલિત, આદિવાસીઓ સામેના ગુનાઓમાં 46% અને 48%નો વધારો થયો
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.