ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું
ગાંધીનગર નજીક આવેલા સમતા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાનનું પાંચમું અધિવેશન યોજાયું. વાંચો અધિવેશનમાં શું શું કાર્યક્રમો યોજાયા.

ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન અમદાવાદના ઉપક્રમે અમરાજીના મુવાડા, તા. દહેગામ, જિલ્લો ગાંધીનગર ખાતે આવેલા 'સમતા એજ્યુકેશન ટ્રસ્ટ સંકુલમાં' પાંચમા દલિત સાહિત્ય અધિવેશનનું ડૉ. મોહનભાઈ પરમારની અધ્યક્ષતામાં સફળતા પૂર્વક સંપન્ન થયું.આ અધિવેશનનું ઉદ્ઘાટન ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ ભાગ્યેશ જહાએ કર્યુ હતું. પાંચ બેઠક અને બે દિવસીય અધિવેશનમાં ઉદ્ઘાટન બેઠક, સર્જક વિશેષ, કૃતિ વિશેષ, કવિ સંમેલન અને સન્માન બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અધિવેશનમાં 70 થી વધારે સર્જકોએ ભાગ લીધો હતો. જેમાં 40 કવિઓએ પોતાની રચનાઓ રજૂ કરી હતી. કેટલાક પી.એચ.ડીના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યાં હતા.
આ અધિવેશનમાં વરિષ્ઠ દલિત સાહિત્યકાર ભી.ન.વણકરને ‘કેસરબા પ્રતિષ્ઠાન દલિત સાહિત્ય એવોર્ડ-2024’ અને રૂ, 11000 ની ધનરાશિ અર્પણ કરી સન્માન કરવામાં આવેલ. સાથે સાથે ગાંધીનગર જિલ્લાના શ્રેષ્ઠ દલિત સાહિત્યકાર તરીકે કવિ શ્રી સાહિલ પરમારને મોમેન્ટો અને સર્ટિફિકેટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શ્રી ધરમાભાઈ શ્રીમાળીના વાર્તા સંગ્રહ "શરત" અને શ્રી નાથુભાઈ સોસાના પુસ્તક "ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વણકરોનું પ્રદાન"નું વિમોચન કરવામાં આવ્યું હતું.
.આ પણ વાંચો: અમદાવાદ ખાતે ‘દલિત સાહિત્ય અને ઉપેક્ષિત સમાજ’ વિષય પર રાજ્ય કક્ષાનો પરિસંવાદ
યોજાયો
અધિવેશનની સફળતા માટે ગાંધીનગરના સંયોજક સર્જક મિત્રો મુળજી અંબારામ ‘દધિ’, રમણભાઈ વાઘેલા અને સાહિલ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પણ વાંચો: દલપત ચૌહાણ એટલે ગુજરાતી દલિત સાહિત્યના વકીલ
આ અધિવેશનમાં ડૉ.રાજેશ મકવાણા, ડો.ગુણવંત વ્યાસ, ડો. રાઘવજી માધડ, નટુભાઈ પરમાર, પ્રવીણભાઈ શ્રીમાળી, રસીલાબેન પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. પરિવર્તન ટ્રસ્ટ આણંદના પ્રો નરસિંહભાઈ પરમાર દ્વારા તમામ સર્જકોને ફાઈલ, પેડ, પેન અને ટ્રાફિક નિયમનની માહિતી આપવામાં આવી હતી. "શરૂઆત પબ્લિકેશન" દ્વારા પુસ્તક મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
.આ પણ વાંચો: લોહીની કલમે લખાયેલું મારું સઘળું સાહિત્ય બોલતું રહેશેઃ જૉસેફ મૅકવાન
પ્રતિષ્ઠાનના તમામ સભ્યો, આમંત્રિત મહેમાનો માટે સમતા એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી પુનમભાઈ પટેલ અને શ્રી અરવિંદ માર્ડને સુંદર વ્યવસ્થા કરી હતી.
અહેવાલ: નિલેશ કાથડ (લેખક જાણીતા કવિ, સાહિત્યકાર અને બૌદ્ધ ધર્મના અભ્યાસુ છે.)
આ પણ વાંચો: સવાયા દલિત સાહિત્યકાર પ્રવીણ ગઢવીનું નવું પુસ્તક ‘ભારતીય સંસ્કૃતિનું સત્ય’ પ્રકાશિત થયું
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Parshottam ParmarVery nice yours message khabar antar